________________
૪૭૪
અચલગચ્છ દિન
કહેવા લાગ્યા. વળી હમેશાં ભેજનાદિનું દાન દેતા એવા તે જગનાં ઘરનાં આંગણુમાંથી કોઈ યાચક ખરેખર, દુભાઈને ગયો નહોતો. તેની કીર્તિ ચારણદિ કવિઓ દ્વારા હમેશાં પગલે પગલે ગવાતી સમસ્ત ભરતખંડમાં વિસ્તાર પામી હતી. વર્ધમાનશાહના પુત્ર જગડૂ તે જગડુ જ થયા. કેમકે કવીશ્વરે હમેશાં તેમની સ્તુતિ કરતા હતા. એવા બીજા કુબેર સમાન આ જગડુશાહ જયવંત વહેં !”
૨૦૫૩. “જગડૂશાહનાં ઘરનાં આંગણાને યાચકોના સમૂહથી હમેશાં સભર જઈને લોકો તેનાં ઘરને લક્ષ્મીનું ઘર કહેવા લાગ્યા.'
૨૦૫૪. જગડૂના બંધુ ભારમલે પણ અમરસાગરસૂરિની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી ભારમલ્લે શત્રુંજય પર કલ્યાણસાગરસૂરિની પાદુકાઓની સ્થાપના કરી હતી. વિક્રમના ૧૮ મા સૈકામાં કચ્છ માંડવીમાં જગના પુત્ર મેધાશાહ, તેમના પુત્ર વલમજીશાહ ભાગ્યશાળી પુરુષ થયા. તેમાં કચ્છના મહારાવના કારભારી હતા. તેમના પુત્ર નેમિદાસ પણ પ્રતાપી પુરુષ થયા. માંડવી પાસેના ગુંદિયારી ગામમાં દેરી છે, તેમાં તેમની અશ્વારૂઢ પ્રતિમા સ્થાપવામાં આવી છે. પં. હીરાલાલ હંશરાજ પિતાને જગડુના વંશજ તરીકે ઓળખાવે છે. ગ્રંથકાર અમરસાગરસૂરિ
૨૦૫૫. “વધમાન–પબ્રસિંહ શ્રેષ્ઠીચરિત્ર” તથા અંચલગચ્છની અનુસંધાનરૂપ પદાવલી જેમાં ધર્મમૂર્તિરિ અને કલ્યાણસાગરસૂરિને જીવનવૃત્તાંત નિબદ્ધ છે, તે અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને ગ્રંથેની પ્રમાણભૂતતા શંક્તિ હેઈને તેની મૂળ પ્રતો શોધવી ઘટે છે. ગ્રંથો દ્વારા જણાય છે કે સં. ૧૬૯૧ ના શ્રાવણ સુદી ૭ના દિને શ્રેષ્ઠીચરિત્ર તેમણે જગડૂશાહની પ્રેરણાથી અને કલ્યાણસાગર. સૂરિની આજ્ઞાથી રો. આ સંસ્કૃત ચરિત્રને પાસિંહશાહને પણ વાંચી સંભળાવવામાં આવ્યું. જે આ કૃતિ સં. ૧૬૯૧ માં લખાઈ હોય તો સં. ૧૬૯૪ માં મૃત્યુ પામેલા પદ્મસિંહનાં મૃત્યુનું વર્ણન તેમાં કેમ આવી શકે ? હકીકતમાં ગ્રંથકર્તા પોતે સં. ૧૬૯૪ માં તે જમ્યા હતા !!
૨૦૫૬. પદાવલી સં. ૧૭૪૩ માં રચાઈ એવો ગ્રંથમાં ઉલ્લેખ છે, પરંતુ તેની અનેક બાબતો તત્કાલીન પ્રમાણે દ્વારા નિરાધાર ઠરે છે. ઉદાહરણાર્થે રાયશીશાહ વિશે કહેવાયું છે કે-“મેં તો કીર્તિ પણ મેળવી નહીં, માત્ર ધન જ ઉપાર્જન કર્યું. ઘડપણથી જીર્ણ થયો કિન્તુ પુત્રનું મુખ તે જોયું જ નહીં.” હકીકતમાં આપણે જોયું કે રાયશીશાહના પૌત્રો પણ તેમણે કાઢેલા સંઘમાં હતા !! આવી તો અનેક ખલનાઓ ઉક્ત બન્ને ગ્રંથમાં છે, જે માટે અમરસાગરસરિને દોષ દેવો જોઈએ નહીં!! સ્વર્ગગમન
૨૦૫૭. સમગ્ર પશ્ચિમ ભારતમાં ઉગ્ર વિચરી, અનેક જીવોને ધર્મબોધ પમાડી ગચ્છનાયક અમરસાગરસૂરિ ૬૮ વર્ષનું આયુ પાળીને સં. ૧૭૬૨ માં ધોળકામાં કાલધર્મ પામ્યા. પદાવલીમાં એ વર્ષની તિથિ શ્રાવણ સુદી ૭ પણ દર્શાવેલ છે.
૨૦૫૮. આપણે જોયું કે એમનાં જન્મનાં વર્ષ વિશે પદાવલી અને અન્ય પ્રમાણે વચ્ચે એકવાક્યતા નથી. પદાવલીમાં એમની છવચારિકા આ પ્રમાણે છે–જન્મ સં. ૧૬૬૪ માં, દીક્ષા સં,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com