________________
શ્રી કલ્યાણસાગરસૂરિ મિત્રવંશી રાણા અલ્લટ રાવલે (સં. ૯૨૨-૧૦૧૦) અલટપુર વસાવી તેમાં રાવલા પાર્શ્વનાથની સ્થાપના કરી જે રાવલા–રાવણું તરીકે કાલક્રમે પ્રસિદ્ધિ પામ્યા, એમ પણ મનાય છે.
(૨૦) ગૌડીપુર સ્તવન ઃ ૧૭ સં. . ગોડીજીના તીર્થનાયકની સ્તવનારૂપે. (૨૧) પાર્શ્વ જિન સ્તવન : ૧૦ સં. લે. કવિ પિતાનું શુભસાગર નામ આપે છે.
(૨૨) મહુર પાષ્ટક : ૧૦ સં. . વીજાપુર પાસેના મહુડી ગામ પહેલાં તીર્થરૂપે હતું. ત્યાંથી અનેક પ્રતિમાઓ નીકળી છે. મહુર પાર્શ્વનાથનું એ તીર્થ હોય એમ અનુમાન કરાય છે.
(૨૩) સત્યપુરીય મહાવીર સ્તવન : ૨૨ સં. લૈ. સારના તીર્થનાયકની સ્તવનારૂપે. કનોજના રાજાએ વિક્રમના ૧૩મા સૈકામાં આ તીર્થની સ્થાપના કરી હતી એમ મનાય છે.
(૨૪) ગેડી પાર્શ્વનાથ સ્તવન ઃ ૧૧ . . કવિને એમના પર અપૂર્વ શ્રદ્ધા હતી. (૨૫) વીરાણકઃ ૯ સં. લે. પ્રાયઃ આબૂ તીર્થનાયકની સ્તવનારૂપે.
(૨૬) લેડરું પાર્શ્વનાથ સ્તવન : ૧૩ સં. લે. પાતાળમાંથી ધર્મેન્દ્ર પ્રતિમા લેવલે પણ અધિ. ઠાયક દેવ તેને પાતાળમાં લઈ જવા ઈચ્છતો હતો. તેથી પ્રતિમા લેતી હતી, અને લાડણ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ એવી આખ્યાયિકા સંભળાય છે.
(૨૭) સેરીસ પાર્શ્વષ્ટક: ૯ સં. લે. સેરિસા તીર્થનાયકની સ્તવના રૂપે. કવિ જણાવે છે કે એ પ્રતિમા નાગપુરના રાજા વડે પૂજાયેલ છે-તીર્થ નgpઘં...
(૨૮) સંભવનાથાટક: ૯ સં. લે. પ્રાયઃ સુરતમાં કવિએ સ્તવના કરી હોય.
(૨૯) ચિન્તામણિ પાર્શ્વજિનસ્તોત્ર: ૧૧ સં. . કુત્તિ જનનતા grum પક્ષ:
૧૯૪૧. કલ્યાણસાગરસૂરિએ અનેક તીર્થોની યાત્રા કરી તેની સ્તવના રૂપે સ્તુતિઓ રચી હોઇને તે તેમના વિચારો ઉપરાંત વિહાર–પ્રદેશ પણ સૂચવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તેઓ અનન્ય ભાવ દર્શાવે છે. “હું કલિડ પાર્શ્વ પ્રભુને હમેશાં ભજું છું – શ્રી રાવણ પાર્શ્વનાથને હું હમેશાં એવું છું'–વિગેરે પરથી એ વાતની પ્રતીતિ થાય છે. કવિ ગોડીજીને “અંચલગચ્છરૂપી વાદળ માટે મોર સમાન, કીર્તિરૂપી લતાને વધારવા માટે મેઘ સમાન' કહે છે. ચિન્તામણીજીની સ્તુતિમાં કવિ વર્ણવે છે– વિશ્વના લોકોને સંજીવન આપનાર ચિન્તામણિ પ્રભુને મેં નીરખ્યા. પ્રભો ! તેથી મને શક્રેન્દ્રની અને ચક્રવતિની સંપત્તિ પ્રાપ્ત થઈ મુક્તિ તો મારા બન્ને હાથમાં રમતી જણાઈ; અનેક પ્રકારનું મારું મનવાંછિત સિદ્ધ થયું; દુર્દેવ–પાપ-દુનિને ભય-મારું સકલ કષ્ટ નાશ પામ્યું. '
૧૯૪૨. “પાર્શ્વસહસ્ત્ર નામ સ્તોત્રમાં કવિ વર્ણવે છે-“પરિપૂર્ણ, ધ્રુવ, નિરાવરણ, ઉત્કૃષ્ટ અને સર્વ દ્રવ્ય દર્શક જ્ઞાન, જે પાર્શ્વ પ્રભુનું વિદ્યમાન છે; જેમાં તંદ્રાનું સુખ નથી. પરંતુ અનંત, ઉત્તમ સુખ વતે છે, તે પ્રભુ શ્રદ્ધા કરવા યોગ્ય છે–તે આરાધવા યોગ્ય છે અને હમેશાં તે જ ધ્યાન યોગ્ય છે. તારા સ્તંત્ર વડે સેંકડો દોષોથી આકુલ એવી મારી જીભને હું પવિત્ર કરું છું, એ જ આ મિથ્યા સંસારમાં પ્રાણીઓના જન્મનું સાકલ છે.” એ સ્તંત્રના કેટલાક શ્લોકો સમદશી આચાર્ય હરિભદ્ર અને હેમચંદ્રાચાર્યની પ્રસિદ્ધ ઉક્તિઓની ઝાંખી કરાવે એવા છે, જુઓ –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com