________________
અંચલગચ્છ દિગ્દર્શન ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સ. ૧૬૧૪ માં ભણાના રહીશ હરરાજે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આ વંશના માંઢા, ચંગાદિ ગામોમાં ઘણું બધુ સજનીય થયા છે. ઘણી સ્ત્રીઓ પોતાના પતિ કે પુત્રો સાથે ચિતામાં બળીને સતી થયેલી છે.-જૈ. ગો. સં. પૃ. ૧૩૪–૫. વા. પુણ્યસાગરગણિ અને પદ્મસાગરગણિ
૧૮૮૨. ધર્મમૂર્તિસૂરિ શિ. ભાયમૂતિ શિ. ઉદયસાગર શિ. વા. દયાસાગરના વા. પુણ્યસાગરગણિ, પદ્મસાગરગણિ અને મુનિ ધનજી ઈત્યાદિ શિષ્યો થયા. પદ્મસાગરે સં. ૧૭૦૦ માં જીવાભિગમ સૂત્ર પર ટીકા રચી. જુઓ છે. વેલણકર કૃત “જિનરત્ન કોશ' પૃ. ૧૪૪. મો. દ. દેશાઈ તેમને ઉદયસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. જીવાભિગમ સૂત્રની ટીકા કપૂરવિજય ભંડાર, પાલીતાણામાં છે.
૧૯૮૩. વા. પુણ્યસાગરે સં. ૧૭૨૫ ના ભાદ્રવ સુદી ૮ના દિને શ્રીમાલનગરમાં રહીને મેગસૂરિ કૃત “જીરાપલ્લી સ્તોત્ર' પર સુબાધિકા ટીકા સંસ્કૃતમાં રચી. તેમાં જીરાપલ્લી તીર્થના નો દેવાય પ્રારંભવાળા સ્તવની ઉત્પત્તિ સંબંધમાં મહત્વપૂર્ણ બાબત વર્ણવી છે. જુઓ “જિનરત્ન કેશ” પૃ. ૧૪૧. જ્ઞાનસાગરજી.
૧૯૮૪. ૧૮ મા સૈકામાં જ્ઞાનસાગર ઉચ્ચ કેટિના કવિ થઈ ગયા. એમની અનેક સાહિત્ય કૃતિઓ ઉપલબ્ધ છે. કવિની ગુરુપરંપરા આ પ્રમાણે છે: ભાવસાગરસૂરિ–સુમતિસાગરસૂરિ–ગજસાગરસૂરિ– પુણ્યરસૂરિ-ગુણરત્નસૂરિ–ક્ષમારત્નસૂરિ શાખાયા થયા. ઉક્ત ગજસાગરસૂરિ શિ. પં. લલિતસાગર શિ. જ્ઞાનસાગર પિતાની અનેકવિધ સાહિત્યકૃતિઓથી ચિરંજીવી બની ગયા.
૧૯૮૫. કવિનાં વ્યક્તિગત જીવન વિશે ઝાઝું જાણી શકાતું નથી. તેમણે પોતાના દીક્ષાગુરુ ભાણિક્યસાગર પાસે વિદ્યાભ્યાસ કર્યો. એમની સાથે જ બહુધા વિચર્યા, અને અનેક ગ્રંથને અભ્યાસ કર્યો. સં. ૧૭૦૧ થી ૩૦ સુધીમાં એમણે અનેક કૃતિઓ રચી, જેમાં તેમણે આધાર-ગ્રંથોને પણ ઉલ્લેખ કર્યો, જે દ્વારા એમનાં વિશાળ વાંચનની પ્રતીતિ થાય છે.
૧૯૮૬. લેખન પ્રવૃત્તિના આરંભ પહેલાં તેમણે કેટલાક ગ્રંથોની પ્રતો પણ લખી. સં. ૧૬૯૭ના જેઠ સુદી ૧૧ ને ગુરુવારે રાજનગરમાં તેમણે દયાશીલ કૃત “ઈલાચી કેવેલી રાસ' (સં. ૧૬૬૬) તથા સં. ૧૭૮ ૦ ના માગશર સુદ ૨ ને શુક્રવારે સમયસુંદર કૃત “ચાર પ્રત્યેક બુધ્ધ ચેપઈ (સં. ૧૬૬૫)ની પ્રતો લખી.
૧૯૮૭. એમની કૃતિઓની પ્રશસ્તિ અને પુપિકા દ્વારા એમના વિવારપ્રદેશ વિશે પણ જાણું શકાય છે, જે આ પ્રમાણે છે: સં. ૧૬૯૦ માં રાજનગર. સં. ૧૭૦૧ માં શેખપુર. સં. ૧૭૨૦ માં પાટણમાં ચાતુમસ. . ૧૭૨૧ માં શેખપુર અને ખંભાત. સં. ૧૭૨૪ માં ચક્રપુરી સં. ૧૭૨૫ માં રાજનગર. સ. ૧૭૨૬ માં શેખપુરમાં ચાતુર્માસ. સ. ૧૭૨૭ માં લધુ વટપદ્રનગર. સં. ૧૭૩૦ માં ચકાપુરી વિગેરે સ્થાનેમાં તેઓ વિર્યા. એ પછી તેઓ અલ્પ જીવ્યા હશે.
૧૯૮૮. ૧૮ મા સૈકાના પૂર્વાર્ધમાં આ એક માત્ર કવિએ સાહિત્ય-પ્રવૃત્તિ અખંડ રાખીને ગચ્છની અને શાસનની ભારે સેવા બજાવી ગણાય. એમની સાહિત્યસેવા ખરેખર, ઉલ્લેખનીય છે. એમને બાદ કરતાં અન્ય કોઈ કવિની કૃતિઓ ધ્યાન ખેંચે એવી ભાગ્યે જ જણાય. અંચલગચ્છમાં તે તેઓ તેમના સમયના શ્રેષ્ઠ સાહિત્યકાર ગણાયા છે એ સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા કવિવર નિત્યલાભનું સાહિત્ય પ્રદાન પણ એવું જ ઉચ્ચ હતું, જે વિશે પછીના પ્રકરણમાં વિચારણું કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com