________________
૪૬૦
અંચલગચછ દિગ્દર્શન મંત્રવાદીઓ અને વૈદકાચાર્યો હતો. સૌએ પોતપોતાની શક્તિઓને પરિચય કરાવી સમાજનું, ધર્મનું અને ગચ્છનું શ્રેય કર્યું છે. એમના પરિશ્રમને પરિણામે જૈન ધર્મનું રક્ષણ, પોષણ અને સંવર્ધ્વને થયું છે એ ચેકસ વાત છે. તેમણે હસ્તસિદ્ધ કરેલી વિદ્યાઓથી તેઓ શાસકે, રાજાઓ અને મહારાજાઓ પર પ્રભાવ વર્તાવવા શક્તિમાન બન્યા અને પરિણામે તેમણે જે માનપૂજા પ્રાપ્ત કરી તેને પણ તેમણે શાસનનાં કાર્યોમાં લગાડી. એમના પ્રયાસના પરિણામ સ્વરૂપે એ પછીના અરસામાં–શિથિલાચારના યુગમાં પણ અનેક સંઘકાર્યો થયાં, અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું, અનેક જ્ઞાનમંદિરે પ્રસ્થાપિત થયાં. ટૂંકમાં તેમણે સામાજિક, રાજકીય અને ધાર્ભિક ક્ષેત્રે, પોતાની રીતે, દેશ-કાલ–ભાવાનુસાર ઘણું ઘણું કર્યું. એમની કારકિર્દીને કોઈ રીતે પણ વડી શકાય એમ નથી, તેને અન્યાય કરી શકાય એમ પણ નથી.
૧૯૭૧. અલબત્ત, જીપૂ અને ગોરજીઓનાં લેકોપયોગી કાર્યોમાં જ એમનાં શ્રમણજીવનની ઈતિક્તવ્યતા નહતી. જૈન દર્શનની દૃષ્ટિએ એમને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવાનું હતું, જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતને પ્રચાર કરવાનો હતો. ધર્મગુરુ તરીકે એમની બીજી પણ ઘણી વિશાળ જવાબદારીઓ હતી તે તેઓ ચૂકી ગયા, એ એમના સામેની દલીલે છે.
૧૯૭૨. તત્કાલીન શ્રમણ જીવન પર પ્રકાશ પાડવામાં “ક્ષેત્રદેશ પટ્ટકો'ની જેમ “થતિમર્યાદા પટ્ટક” પણ અનેક રીતે ઉપયોગી થાય છે. યતિમર્યાદા પટ્ટકમાં યતિઓને જે સૂચનાઓ આપવામાં આવી છે તે પરથી તત્કાલીન શ્રમણ-જીવન વિશે ઘણું જાણું શકાય એમ છે. ઉદાહરણથે એક યતિમર્યાદા પટ્ટકમાં કહેવામાં આવ્યું છે કે “ગૃહસ્થ સંઘાતે ચઢી બોલવું નહીં, ગૃહસ્થોનું મન ઠાંમ રાખવું, લૌકિક વ્યવહાર વિશેષ રાખવું' ઈત્યાદિ. જુઓ—સં. ૧૭૭૪ ને ઘેથિલ્યાઘટ્ટ “જૈન સત્ય પ્રકાશ' વ. ૨, અં. ૬, પૃ. ૩૮૦-૪.
૧૯૭૩. સં. ૧૭૭૩ માં વિક્ષમાસૂરિએ કાઢેલ રતિમા પટ્ટામાં તેઓ પોતાના શિષ્યોને આતા આપે છે કે “યતિએ અંક પ્રમુખ છોકરાને ન ભણાવવા, ધર્મક્રિયા ભણાવવી. ટીપ્પણું ન લિખવા, ન વેંચવા, વ્યાજવટ ન કરવો, ખેતીવાડીનો વ્યવહાર ન રાખ...” ઈત્યાદિ. જુઓ “જૈન સત્ય પ્રકાશ” વ. ૨, અં. ૬, પૃ. ૩૭૮-૮૦.
૧૯૭૪. શ્રમણોની જેમ શ્રાવકે પણ ધર્મ પ્રત્યે એટલા જ ઉદાસિન રહ્યા હતા તે જણાવવું પણ અહીં પ્રસ્તુત છે. આ સંબંધક અનેક રમૂજી પ્રસંગો પરંપરાગત સંભળાય છે. એક પ્રસંગમાં શ્રાવકોએ એક સાધુને આગ્રહપૂર્વક ગામડામાં ચાતુર્માસ રાખ્યા. શ્રાવકો ધર્મક્રિયામાં અજ્ઞાન હોવાથી ગુએ પોતે જે કરે તે પ્રમાણે કરવા સૂચવ્યું. પ્રતિક્રમણમાં સાંજે એમ બન્યું કે ગુરુને વૃદ્ધાવસ્થાને લીધે ચક્કર આવ્યા અને તેથી ગબડી પડયા. તેમને અનુસરતા સૌ, તેને ધર્મક્રિયા જાણું નીચે પડ્યા. ગુરુને મોટે ફીણ આવ્યાં. ચક્કર દૂર થાંસ બેલ્યા, “મહારાજ ! તમારી જેમ અમે પણ ભય પર તો પડ્યા પણ મોઢે ફીણ લાવી ન શક્યા!!”
૧૯૭૫. બીજ એક પ્રસંગમાં એક સાધુને ગામડામાં ચાતુર્માસ રહેવાનું થયું. તેને તથા શ્રાવકોને કોઈ ધર્મક્રિયા આવડે નહીં. આથી તે સાધુએ “અગિયારી અગિયારી એકવિસ સે ને ઘડિયે બોલીને ગાડું ગબડાવ્યે રાખ્યું ! !
૧૯૭૬. આવા તો અનેક રમૂજ પ્રેરક પ્રસંગે કર્ણોપકર્ણ સંભળાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એ સમયમાં શ્રમણએ તેમજ શ્રાવકોએ ધર્મ પ્રત્યે ભારે ઉદાસિનતા દર્શાવી હતી. અલબત્ત, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com