________________
શ્રી અમરસાગરસૂરિ
૪૫૦ પ્રાયઃ તેઓ આ સંઘમાં સામેલ હતા. આ તીર્થસંધ પણ એમના સમયને ઉલ્લેખનીય પ્રસંગ હતો. જુઓ “લીલાધર રાસ'..
૧૯૬૬. અમરસાગરસૂરિએ સમેતશિખર પ્રકૃતિ સર્વ તીર્થોની યાત્રા કરી હતી એમ વાચક લાવશ્યચંદ્ર કૃત વીરવંશાનુક્રમ ” નામક અંચલગચ્છીય પદાવલી દ્વારા જાણી શકાય છે. જુઓ -
निर्णीतागम शष्ट शास्त्र विषया उद्योगिनोऽध्यापने । संमेतादि समस्त तीर्थ वितते यात्रा कृतः सर्वतः ॥ वासो ज्ञान समस्त दान निपुणा दाक्षिण्य दक्षाः क्षमाः ।
ते पूज्या अमराधिसूरि गुरवो विश्वप्रियाः स्वर्ययुः ॥४१॥ શ્રમણ-જીવન
૧૯૬૭. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે જે શ્રમણોના આચાર-વિચાર અને વિધિ-વિધાને એક સરખાં હોય તથા જેઓ એક નાયકની આજ્ઞાનુસાર પિતાની જીવનચર્યા પાળતા હોય, તેવા બધા શ્રમણોના સમુદાયને જૈન સાહિત્યમાં “ગ૭ નાં નામથી સંબોધાય છે. અને જેની આજ્ઞામાં સમસ્ત સમુદાય વર્તતો હોય તે આચાર્યને ગુછ-નાયક કહેવામાં આવે છે.
૧૯૬૮. “અલંકારિક ભાષામાં કહીએ તો ગચ્છને નાયક એ એક પ્રકારે રાજા ગણાય. જેમ રાજાની આજ્ઞા અનુસાર તેનો બધો અધિકારી વર્ગ અને પ્રજા પિતાની જીવનચર્યા ચલાવે છે, તેમ આચાર્યની આજ્ઞાનુસાર તેને બધે યતિ સમૂહ અને અનુયાયી ગણ પિતાની ધર્મચર્યા ચલાવે છે. આ અલંકારિક ક૯૫ના મધ્યકાલમાં તો લગભગ યથાર્થરૂપ ધારણ કરવા જેટલી પ્રયત્નવતી થઈ ગઈ હતી. એ સમયમાં આચાર્ય મૂર્તિ મન્ત રાજા જેવા જ રૂપમાં દેખાવાના મોહમાં સપડાઈ ગયા હતા. રાજાની માફક આચાર્ય પણ છડીદાર, ચેપદાર, પાલખી, નગાર, નિશાન, ચામર, છત્ર આદિ રાજ્યચિહ્નો ધારણ કરવા લાગ્યા હતા. જેમાં રાજા પોતાના અધિકારીઓમાંથી અમુક વર્ષે અમુક અધિકારીને અમુક સ્થાનને અધિકાર ચલાવવા મોકલે, તેમ એ આયાય પણ પિતાની આજ્ઞાનુવતિ યતિઓને દર વર્ષે જુદાં સ્થળોમાં ચાતુમસ કરવા માટે મોકલતા. ગચ્છનાયક, અત્યારે સરકારી પરિપત્રો નીકળે છે તેવા ક્ષેત્રાદેશપકે દર વરસે કાઢતા, અને તે અનુસાર દરેક વ્યતિએ તેમના નક્કી કરેલ ચાતુર્માસનાં સ્થળે સમયસર પહોંચી જવાનું હોય છે.” જુઓ જે. સા. સંશોધક, નં. ૧, અંક ૩.
૧૯૬૯. કલ્યાણસાગરસૂરિને કાલ અનેક રીતે અંચલગચ્છનો સર્વોત્તમ કાલ હતે. એ યુગપુરુષના ગયા પછી આ ગચ્છે દરેક ક્ષેત્રે ઓટ અનુભવી. ક્રમે ક્રમે શ્રમણ–વન પણ શિથિલ થતું રહ્યું. સુવિહિત શિરોમણિ ગણતા ગચ્છનાયક માત્ર ગાદીપતિ અથવા તો શ્રી પૂજ જેવા બની ગરજી જેવું શ્રમણ જીવન જીવવા લાગ્યા! એ અરસામાં રાજકીય ક્ષેત્રે પણ ભારત અનેક નબળાઈઓથી રીબાતું હતું. પરદેશીઓ દેશ પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવા અનેક કાવાદાવા કરી રહ્યા હતા. ધાર્મિક ક્ષેત્રે પણ દેશ રંક બની રહ્યો હતો ! જેન સંઘ કે અંચલગચ્છ અપવાદરૂપ નહતા.
૧૯૭૦. કલ્યાણસાગરસૂરિ પછી અંચલગચ્છના ઈતિહાસમાં શ્રી પૂગચ્છ-વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો. એ વિશે, પછીને ઇતિહાસ શ્રી અને ગોરઓનાં પ્રશસ્ત કાર્યોથી અંકાયેલ છે. માત્ર કચ્છમાં જ અંચલગચ્છના યતિઓની સેંકડો પોશાળો હતી, જેના અવશેષો આજ દિવસ સુધી રહ્યા હતા ! આ યુનિઓએ અને શ્રીપૂએ જે મહામૂલ્ય ફાળો આપે છે તે કદિયે ભૂલી શકાશે નહીં. એમાંના કેટલાક સારા વિદ્વાન, નયાયિક, દર્શનશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, તિષવિદે, ભૂસ્તરવેત્તાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com