________________
૪૬૪
અંચલગરછ દિન (૧૧) નંદિણ રાસ:–સં. ૧૭૨૫ ના કાતિક વદ ૮ને મુંજવારે રાજનગરમાં રચના. મહાનિષિ, ઉપદેશમાલા, ઋષિમંડલવૃત્તિ, હેમચંદ્રાચાર્ય રચિત વીરચરિત્ર ઈત્યાદિ ગ્રંથને કવિએ આધાર લીધો છે. દશપૂર્વધર નંદિ ણ મુનિ ગણિકાને ઘેર રહે છે, ચારિત્ર્યને ત્યાગ કરી ગુવાસ ભોગવે છે, અને પુનઃ ત્યાગ માર્ગ પર આવે છે એ કથાવસ્તુ. ૧૬ ઢાલમાં સર્વ મળી ૪૨૧ ગુજરે પડ્યો છે. આ ગ્રંથની ભાવનગરના સંગ્રહની પ્રત સં. ૧૭૨૮ ના ચૈત્ર વદિ ૨ ને દિવસે જગઢમાં વિનીતકુશલગણિએ લખી.
(૧૨) શ્રીપાલ રાસ –સં. ૧૭ર૬ ના આ વદિ ૮ ને ગુરુવારે અમદાવાદના શેખપુરમાં રચના. રત્નશેખરસૂરિકૃત રાસને કવિએ આધાર લીવે છે. વિનયવિજય અને યશવિજયે એ પછી ૧૨ વર્ષ પછી એ રાસની રચના કરી. નવપદજીનાં માહાભ્યને સૂચવતો શ્રીપાલ રાસ પ્રાય: ચિત્ર તથા આ માસમાં આયંબિલ તપની ઓળીમાં વંચાય છે. એ માસની સુદી ૧ થી આયંબિલ ઓળી શરુ કરી વદિ ૧ સુધીમાં પૂર્ણ કરવી એમ કવિએ પૂર્વ રાસને આધાર લઈને જણાવ્યું છે. પરંતુ હાલની પ્રવૃત્તિ તે ઉકત માસની સુદી ૭ થી પૂનમને દિવસે પૂર્ણ કરવી એમ છે. એ પછી ખરતરગચ્છીય જિન શ્રીપાલ રાસ રચ્યો. જ્ઞાનસાગરજીની આ કૃતિ અન્ય શ્રીપાલ રાસોથી સંક્ષિપ્ત છે. તેની ૪૦ હાલમાં સવ મળી ૧૧૩૧ પદ્યો છે.
(૧૩) આદ્રકુમાર ચોપાઈ – સં. ૧૭ર૭ના ચૈત્ર સુદી ૧૭ ને સોમવારે લઘુ વટપદ્રનગરમાં રચના. કવિએ સૂગડાંગવૃત્તિ તથા ઉપદેશ ચિન્તામણિને આધાર લીધો છે. ૧૯ ઢાલની આ ગૂર્જર કૃતિ સૌ પ્રથમ મુંબઈ જગદીશ્વર પ્રેસ, સં. ૧૯૪૩ માં શિલાછાપમાં પ્રકાશિત થયેલી.
(૧૪) સનચક્રી રાસ:-સં. ૧૭૩૦ ના માગશર વદિ ૧ ને મંગળવારે ચક્રપુરીમાં રચના. કવિએ ઉત્તરાધ્યયન વૃત્તિને એમાં આધાર લીધો છે. ૩૧ ઢાલમાં સર્વ મળીને ૭૫૧ ગુર્જર પડ્યો છે. પ્રકીર્ણ કૃતિઓ
૧૯૯૦. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત કવિએ “અબુંદ સ્તવન” (અબ્દતીર્થ પ્રતિમા સંખ્યામય ચિય-પરિપાકરૂપ), “નલાયન” (સં. ૧૭ર૦ આસપાસ), “ધનાચરિત્ર' (સં. ૧૭ર૭, “શાંબ પ્રદ્યુમ્નકુમાર રાસ” ઈત્યાદિ કૃતિઓ રચી. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫–૮૦. મોહનલાલ દલીચંદ દેશાઈ એ “જ્ઞાન છત્રીશી” (સં. ૧૭૦૩) નામની પદ્યકૃતિના કર્તા તરીકે આ જ્ઞાનસાગરજીને કહ્યા છે પરંતુ તે કૃતિના કર્તા જિનહર્ષ સુરિ શિ. વાચક ગુણહર્ષ શિ. જ્ઞાનસાગર આ ગ્રંથકર્તાથી ભિન્ન થઈ ગયા છે.
૧૯૧. દેશાઈજીએ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૧૩૭ માં જ્ઞાનસાગરજીની કૃતિઓ આ પ્રમાણે બેંધી છે: “નલાયણ–નલદમયંતી ચેપઈ' સં. ૧૫૮ (?) જેઠ સુદી ૧૦; “મિચંદ્રાવેલા. ઉક્ત સં. ૧૭૫૮ નું વર્ષ શંકિત છે. મુદ્રણદોષ સંભવે છે અથવા તે એ કૃતિ અન્ય જ્ઞાનસાગરજીની હશે.
૧૯૯૨. જ્ઞાનસાગરજીને ગોડીજી પર અનન્ય શ્રદ્ધા હતી. તેઓ પ્રત્યેક કૃતિમાં ગોડીજીનાં નામને ઉલ્લેખ કરે છે. તેઓ ઘણુ જગ્યાએ આવું વર્ણવે છે:-ધવલપિંગ ગેડીને સાંનિધ સુવ સંપત્તિ બહુ પાયો; “ધવલધિંગ ગોડી ધણી, સેવક સાંનિધિકાર;” “ધવલધિંગ ગોડીજી સાંનિધિ સરસ સંબંધ સુહા;” “ધવલધિંગ ગેડીની સાંનિધિં દિનપ્રતે દેલતગેહેરે;” “હરખેં જોડિ હાથ, ધવલધિંગ ગેડી ધણું.” એ વખતે ગોડીજીનો મહિમા અપૂર્વ હતું. અંચલગચ્છીય સાહિત્યકારોએ પોતાની કૃતિઓમાં એમનાં નામને સવિશેષ ઉલ્લેખ કર્યો છે.
૧૯૯૦, જ્ઞાનસાગરની ૧૭મી સદીના પૂર્વાર્ધની સાહિત્યપ્રવૃત્તિ જૈન તેમજ સમગ્ર ગુજરાતના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com