________________
૪so
અચલગચ્છ દિગ્દર્શન ૨ ૨૬. વિનયશીલે સં. ૧૭૦ ના માગશર સુદી ૬ ના દિને શાહપુરમાં ૪૫ કંડિકામાં “સહસ્ત્રફણા પાર્શ્વનાથ સ્તવન' રચ્યું, જેમાં એ દિને ત્યાં થયેલી પ્રતિષ્ઠા, ગુજરાતમાંથી ગચ્છનાયકને તેડાવવા, પ્રાવંશીય વહોરા રવજી પૂજાએ કરેલ ઉત્સવ ઈત્યાદિ વિશે વર્ણન છે. કવિકૃત “૨૪ જિનભાસ' પણ પ્રાપ્ત થાય છે. જુઓઃ જે. ગૂ. ક. મા. ૩, ૧૧૨૫-છ. ન્યાનસમુદ્ર
૨૦૨૭. ન્યાસમુદ્રની ગુરુપરંપરા આ પ્રમાણે છેઃ જિનચંદ્રસૂરિ–પાદેવસૂરિ–સુમતિસિંહરિ– અભયદેવસૂરિ–ગુણસમુદ્રસૂરિ-માણિજ્યકુંજરસૂરિ – ગુણરાજમૂરિ—વિજયહંસસૂરિ–પુણ્યપ્રભસૂરિ– જિનહર્ષસૂરિ–ઉપા. ગુણહર્પગણિ–ન્યાનસમુદ્ર.
૨૦૨૮. કવિએ સં. ૧૭૦૩ માં દેશી થાશાહના આગ્રહથી “જ્ઞાન છત્રીશી” નામક પદ્ય કૃતિ લખી. પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે
સંવત સતર તિઓત્તર સમે, શ્રી જિનહર્ષસૂરી છે; વાચક શ્રી ગુણરતન વખાણી, ન્યાનસમુદ્ર નિજ સીસોજી. ૩૫ કીધી એહ છત્રીથી કારણે, શ્રાવક સમક્તિ ધારે છે;
સુવિહિત આગ્રહ થ સાહરે, દેસી વંશ ઉદારો છે. ૩૬ મોહનલાલ દલીચંદ દેશાઈ આ કવિને લલિતસાગર શિ. માણિજ્યસાગર શિ. જ્ઞાનસાગર કહે છે તે બ્રાંત છે. ઉપર્યુક્ત ગુરુપરંપરા દ્વારા પણ આ વાતને ચક્કસાઈથી નિર્ણય થઈ શકે એમ છે. સમાન નામના અનેક કવિઓ સાથે થઈ ગયા હોઈને દેશાઈજીએ ભૂલ કરી જણાય છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૯. વાચક રનશેખર
૨૦૨૯. વા. બુદ્ધિશેખરના શિષ્ય વા. રત્નશેખરે સં. ૧૭૬૧ ના માગશર સુદી ૫ ને ગુરુવારે, સુરતમાં રાહ ભીમાના પુત્ર શંકરદાસની પ્રાર્થનાથી હિન્દીમાં “રત્નપરીક્ષા” નામક પદ્યકૃતિ આઠ વર્ગમાં લખી. જૈન સાહિત્યમાં રત્ન વિષયક ગણ્યાગાંઠ્યા ગ્રંથે જ હોઈને, ૫૬૦ પોની પ્રસ્તુત કૃતિ મહત્ત્વપૂર્ણ છે. અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ આ કૃતિને એ નામથી પ્રકટ કરેલ છે.
૨૦૩૦. કવિની ગુરુપરંપરા વિશે આગળ વિસ્તારથી ઉલેખ થઈ ગયો છે. સં. ૧૭૩૦ માં વા. ભાવશેખરે ઈલમપુરમાં અગસ્તિઋષિ કૃત “રત્નપરીક્ષા સમુચ્ચય'ની પ્રત લખી તે વખતે રત્નશેખર પણ ત્યાં જ હતા. કવિએ એ ગ્રંથને ખાસ આધાર લીધો છે. ગ્રંથની પ્રત પ્રથમાદર્શ પ્રાયઃ કવિના શિષ્ય કપૂરશેખરે લખી હતી એમ આ પંકિતથી સૂચિત થાય છે: “પ્રથમ લેખ સુંદર લિખૌ, વિબુધ કપૂર સન.' કવિના જ્ઞાન વિશે બહુમાન થાય છે. તેમણે અન્ય ગ્રંથો રચ્યા છે કે કેમ તે જાણી શકાતું નથી. હીરસાગર
૨૦૩. યતિ હીરસાગરના ઉપદેશથી રાધનપુરનું શ્રી શામળા પાર્શ્વનાથ જિનાલય તથા ત્યાં ત્રણ ઉપાશ્રયે બંધાયાં. હીરસાગરજી તથા એમના શિષ્યોનો અહીં સવિશેષ વિહાર હતો. એમનાં કાર્યોની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com