________________
મી અમરસાગરસૂરિ સાહિત્યના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. આજ દિવસ સુધી એમની અનેક કૃતિઓ મુદ્રિત થતી રહી છે, એ કવિની કપ્રિયતા સૂચવે છે. એ પહેલાં પણ કવિના ગ્રંથોની અનેક પ્રતો ઉપલબ્ધ થતી હેઈને તેઓ તે વખતે પણ ગ્રંથકાર તરીકે ઘણું આદર પામ્યા હોવા જોઈએ.
૧૯૯૪. જ્ઞાનસાગરજની મારવાડી મિશ્રિત ગુજરાતી ભાષા અને તેમાં કેદારો, મેવાડે ઈત્યાદિ ભાષા દેશીઓના ઉપગથી ૫. હી. હું. લાલન એવા નિર્ણય પર આવ્યા કે કવિ ગુજરાત અને મારવાડમાં સવિશેષ વિચર્યા હશે. તેઓ શ્રીપાલ રાસની પ્રસ્તાવનામાં જણાવે છે કે જ્ઞાનસાગરજીએ કેટલાક એવા શબ્દો પણ યોજ્યા છે કે જે અર્વાચીન ગુજરાતી ભાષામાં ક્યાંયે જણાતા નથી, એ શબ્દો તે વખતની ભાષામાં પ્રચલિત હેવા જોઈએ.
૧૯૯૫. મારવાડી ભાષાએ તત્કાલીન ગુજરાતી ભાષા પર ઘણી અસર પાડી હતી. એ અરસાની કૃતિઓમાં મારવાડી ભાષાની છાયા તે દેખાય જ છે. એટલે ભાષા દ્વારા નિર્ણય કરવો કઠિન છે કે કવિ મારવાડમાં બહુધા વિચર્યા હશે. આ વિષયના અનુપંગમાં છે. મજમુદારનું વિધાન ઉલ્લેખનીય છે It would help to establish the debt we owe to the source-dialect-old western Rajasthani, since Marwadi tunes have crept into both the marriage-songs and the Akhyana poetry of the Gujaratis. The Jain writers usually quote the first lines of the original songs whose tunes they may have adopted for their purpose. The varying Desis of different provinces have special names of their own: viz.“ Maru” from Marwar,“ Godi” from Gaud-Bengal, “ Veradi” from Berar, “Gujarati" from Gujarat (in the Punjab) and so forth. ( Journal of the Gujarati Research Society—“Tendencies in Mediaeval Gujarati Literature p. 119.)
૧૯૯૬. જ્ઞાનસાગરજીની સાહિત્યકાર તરીકેની પ્રતિભા વિઠાને મૂલવશે. અહીં તો એટલું જ કહેવું ઈષ્ટ થશે કે તેમની સાહિત્ય પ્રવૃત્તિ દ્વારા કવિ આ ગચ્છના ઈતિહાસમાં માનવંતું સ્થાન ધરાવે છે. તેઓ તે સમયમાં થઈ ગયેલા શ્રેષ્ઠ કવિઓમાંના એક હતા. તેમની બહુમૂલી કૃતિઓ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસ માટે પણ ખુબ ખુબ ઉપયોગી છે. તેમણે અનેક છંદોનો પોતાની કૃતિઓમાં ઉપયોગ કર્યો છે. તત્કાલીન પ્રવર્તમાન ધણા શબ્દો પણ એમની કૃતિઓમાં સંગ્રહિત છે. આ બધું છંદશાસ્ત્રીઓ અને • ભાષાશાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે. અહીં આ વિષયક વિસ્તૃત વિચારણા અપ્રસ્તુત છે. કવિનું વાંચન વિશાળ છે એ વાત એમના ગ્રંથો જ કહી આપે છે. એમણે જે જે ગ્રંથોનો ઉપયોગ કર્યો છે તેનો પિતાની કતિઓમાં સાદર ઉલ્લેખ કર્યો જ છે. કવિનું છંદો અંગેનું જ્ઞાન પણ અભૂત છે. અલબત્ત, પોતે તે લદાતા જ દર્શાવે છે. “ધમ્મિલ રાસ "નાં મંગલાચરણમાં કવિ નોંધે છે –
કાવ્ય કુંડલિયા કવિતવર, લેક સવાયા ભેઉ; ગાહા ગૂઢા ગીત બ, યમક રૂપક ભય જેઉ. ૪ છંદ વસ્તુ ને છપ્પયા, દુગ્ધક ધક ભાનિ; અડલ મડયલ આયા, ચૌટીઆ ચોપાઈ જાતિ. ધૂઓ ધૂલા પદ્ધડી, અઉઠ પદાદિ અનેક;
ભેદ ન લÉ એવા ભલા, વલી માત્રાદિ વિવેક, પટ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com