________________
૪૫
અચલગચ્છ દિન
ધર્મપ્રચાર
૧૯૫૯ આપણે ઉલ્લેખ કરી ગયા કે અમસાગરસૂરિ આચાર્ય પદ-સ્થિત થયા પછી કહાણસાગરસૂરિની આજ્ઞાથી પૃથફ વિહાર કરવા લાગ્યા. એ દરમિયાન એમણે ધર્મપ્રચારનાં અનેક કાર્યો કર્યા છે. આ વિશે વિચારણા કરવી અહીં પ્રસ્તુત છે. - ૧૯૬૦, ભીમસી માણેક “ગુરુપટ્ટાવલી”માં અમરસાગરસૂરિનાં કાર્યો અંગે આ પ્રમાણે જણાવે છે: એ ગુરુની પાસે સંવત ૧૭૧૬ ના વર્ષે મહા વદિ ચોથે દીવબંદરના રહેવાસી પ્રાગ્વાટ ગોત્રીય મંત્રી છવા સુત માલજીએ પિતાની સ્ત્રી સહિત એથું વ્રત ગ્રહણ કર્યું. સં. ૧૭૧૮ ના વર્ષમાં કચ્છદેશે ભૂજનગરે ગડેશપદ પામ્યા. એમણે અનેક તીર્થોની યાત્રા કરી ચોરાસી ગચ્છને હસ્ત મંડાવ્યા. અનેક દેશમાં અનેક જિન ચત્યની પ્રતિષ્ઠાએ બિરાજ્યા હતા. સંવત ૧૭૬૨ માં ઘોલકે નિર્વાણ પામ્યા, સર્વ મલી અડસઠ વર્ષાયુ ભોગવી સ્વર્ગે ગયા.”
૧૯૧. ઉક્ત મંત્રી જીવાના પુત્ર માલજીનાં સુકૃત્યો વિશે પટ્ટાવલીમાં વિસ્તૃત વર્ણન છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમરસાગરસૂરિએ અમદાવાદ, ભરૂચ, ખંભાત, સુરત, નવાનગર, વણથલી તથા જોધપુર આદિ નગરમાં ચાતુર્માસે કર્યા પછી અનુક્રમે તેઓ સં. ૧૭૧૬ માં દીવબંદરમાં પધાર્યા. ત્યાં પોરવાડ વંશમાં અલંકાર સમા મંત્રીશ્વર જીવણના માલજી નામના પુત્રે ગુરુની ઘણી ભક્તિ કરી. તેના આગ્રહથી સૂરિ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. મંત્રી માલજીએ ગુરુના ઉપદેશથી ચોથા વ્રતનાં પચ્ચખાણું કર્યા. તે અવસરે તેણે સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. તેણે શ્રી શાંતિનાથજીની રૂપાની તથા ઉત્તમ પાષાણુની અન્ય અગિયાર પ્રતિમાઓ કરાવી અને અમરસાગરસૂરિના ઉપદેશથી શત્રુંજયગિરિ પર નાનું જિનાલય બંધાવી એ સૌ પ્રતિમાઓની સ. ૧૭૧૭ના માગશર વદિ ૧૩ ને દિવસે તેમાં પ્રતિષ્ઠા કરાવી. અમરસાગરસૂરિના ઉપદેશથી તેણે શત્રુંજયની સંઘ સહિત યાત્રા પણ કરી. મંત્રી માલજીએ સર્વ મળી એક લાખ દ્રશ્નનો ધર્મકાર્યોમાં ખર્ચ કર્યો.
૧૯૬૨. પદાવલીમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે સં. ૧૭૨૩ માં બાડમેરના સંઘના આગ્રહથી અમરસાગરસૂરિ ત્યાં ચાતુર્માસ રહ્યા. તે વખતે ત્યાં બોહડગોત્રીય જોરાવરમલ નામના શ્રાવક ગુસ્ની અનેક પ્રકારની ભક્તિ કરી.
૧૯૬૩. ત્યાંથી વિહાર કરી તેઓ અનુક્રમે સં. ૧૭૨૫ માં પાલીતાણા નગરમાં પધાર્યા. તે વખતે ત્યાં વધમાનશાહના પુત્ર ભારમલ પિતાનાં કુટુંબ સહિત યાત્રા કરવા માટે આવ્યા હતા. ભારમલે ગુના ઉપદેશથી શત્રુંજયગિરિ પર કલ્યાણસાગરસૂરિનાં પગલાં સ્થાપ્યાં. - ૧૯૬૪. સં. ૧૭૦૧ ના માગશર સુદી ૬ ને સોમવારે શાહપુરમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ, તે વખતે ગુજરદેશમાં વિહરતા ગચ્છનાયકને આગ્રહપૂર્વક શાહપુર તેડાવવામાં આવ્યા હતા; પ્રાવંશીય વોહરા પૂજાના પુત્ર રવજીએ એ પ્રતિષ્ઠામાં ભાવપૂર્વક અઢળક દ્રવ્ય ખરચ્યું હતું ઈત્યાદિ વિગત અમરસાગરસૂરિના સમયમાં થઈ ગયેલા કવિ વિનયશીલે “સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિન સ્તવનમાં આપી છે. બહુધા આ પ્રતિષ્ઠામાં કલ્યાણસાગરસૂરિજ ઉપસ્થિત રહ્યા હશે, તે પણ અમરસાગરસૂરિની શક્યતા પણ નકારી શકાતી નથી. જે ઉત કૃતિ પાછળથી રચાઈ હોય તે ગચ્છનાયક પદે અભિયુક્ત થયેલા અમરસાગરસૂરિને એ ઉલ્લેખ પણ હોય.
૧૯૬૫. સં. ૧૭૨૧ના માગશર સુદ ૫ ને દિસે અમદાવાદના પરીખ લીલાધરના સુપુત્રોએ ગોડીજી, આબૂ ઈત્યાદિ તીર્થોને મોટો સંઘ કાઢયો હતો, તે વખતે ગચ્છનાયક અમરસાગરસૂરિ રાધનપુર હતા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com