________________
શ્રી અમરસાગરસૂરિ
૧૯૪૯. મેવાડ દેશ અંતર્ગત ઉદયપુર નગરમાં શ્રીમાળી જ્ઞાતીય ચૌધરી વેધાની ભાર્ય સેનાની કુખે સં. ૧૬૯૪માં એમને જન્મ થયો. એમના પૂર્વાશ્રમનું નામ અમરચંદ્ર હતું. સં. ૧૭૦પમાં તેમણે કલ્યાણસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. સં. ૧૭૧૫ માં તેઓ ખંભાતમાં આચાર્ય પદસ્થ થયા. સં. ૧૭૧૮માં ભૂજનગરમાં ગચ્છનાયકપદે વિભૂષિત થયા.
૧૫. ઉપાધ્યાય જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે જણાવાયું છે. મેવાડ દેશમાં ઉદયપુર નામનું નગર છે. તે નગરમાં શ્રીમાલી જ્ઞાતિને, ચૌધરીઓના વંશમાં ઉત્પન્ન થયેલ તથા જૈન ધર્મમાં આદરવાળે ધમલ્લ નામે શ્રાવક વસતો હતે. તેને તેના નામની ઉત્તમ શિલવાળી સ્ત્રી હતી, તેઓને સં. ૧૬૬૪માં અમરચંદ્ર નામે પુત્ર થયો. તે અમરચંદ્ર સંવત ૧૬૭૫ માં વૈરાગ્યપૂર્વક કલ્યાણસાગરસૂરિ પાસે દીક્ષા લીધી તથા ગુરુએ તેમનું અમરસાગરજી નામ પાડ્યું. અનકમે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ ગુરુએ ભદ્રાવતીમાં સં. ૧૬૮માં તેમને આચાર્યપદવી આપી. ત્યાર બાદ ગુની આજ્ઞાથી તેઓ શિષ્ય-પરિવાર સહિત ભિન્ન વિહાર કરવા લગ્યા.
૧૯૫૧. પદાવલીની બાબતો સંશોધનીય છે. અમરસાગરસૂરિ સં. ૧૬૯૪માં જગ્યા અને સં. ૧૭૫ માં દીતિ થયા એમ પં. હી. હં. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ” પૃ. ૬માં ને છે, તે સ્વીકાર્ય કરે છે.
૧૯પર. પટ્ટાવલી યંત્રો દ્વારા પણ ઉકત બાબતે પ્રમાણિત કરે છે. જુઓ “શતપદી ભાષાંતર પૂ. ર૨૨-૩. આ યંત્રમાં અમરસાગરસૂરિને પકેશ જ્ઞાતિના કહ્યા છે અને તેઓ કરતટપુરમાં જન્મ્યા હતા એમ તેમાં જણાવ્યું છે, જે વિચારણીય છે.
૧૯૫૩. બીમસી માણેક પણ ગુરુપદાવલીમાં ઉપર્યુકત બાબતેને જ પુષ્ટિ આપે છે. તેઓ નૈધે છે કે અમરસાગરસૂરિ મેવાડ દેશે ઉદયપુર નગરે શ્રીમાળી જ્ઞાતે ચોધરી લેવાની સેના નામે ભાયના અમરચંદ્ર નામે પુત્ર સં. ૧૬૯૪ માં જન્મ્યા, સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી, સં. ૧૭૧૫ માં ખંભાત નગરે આચાર્યપદ પામ્યા.
૧૯૫૪. બુદ્ધિસાગરસૂરિએ ભીમસી માણેકની ગુરુપટ્ટાવલીની ઉપર્યુકત બાબતને “ગચ્છમત પ્રબંધ પૃ. ૨૨૮ માં માત્ર હવાલે આપે છે. અન્ય ગ્રંથકારે પણ એમને અનુસર્યા છે. જુઓ. જૈ. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬ “અંચલગચ્છની પટ્ટાવલી.” મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત. દેશાઈજી ઉપકેશ જ્ઞાતિમાં કરતટપુરમાં જન્મ્યા હેવાની શક્યતા નકારતા નથી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com