________________
અંચલગચ્છ દિગ્દર્શન आत्मभूः शंभवो विष्णुः केशवः स्थविरोऽच्युतः ।
परमेष्ठि विधिर्धाता श्रीपति गलंछनः । ૧૯૪૩. શબ્દચાતુર્ય સાથે વાકચાતુર્યના કેટલાંક ઉદાહરણો અહીં ઉદધૃત કરવા યોગ્ય છે? કવિ એક પદ્યમાં કહે છે-“તારાં ચિત્તમાં હું આવું એ વાત જ મુશ્કેલ છે. પરંતુ જે મારાં ચિત્તમાં તું આવતો હોય તો મારે બીજા કોઈ દેવનું કામ જ નથી.”
૧૯૪૪. કવિનીપ્રભુ પ્રત્યેનો ઉત્કટ ભક્તિને એમની કૃતિઓ સુંદર વાચા આપે છે, જુઓ –મારાં બને નેત્રોમાં તારા મુખને આશ્રય લેવાથી, ઉત્પન્ન થયેલા હર્ષાશ્રુ વડે તું અન્ય દેવોના દર્શનથી ઉત્પન્ન થયેલ મેલને ધોઈ નાખ.” “હમેશાં હપૂર્વક મારા બને નેત્રો તારા મુખના સંગી થાઓ! બન્ને હાથે તારી સેવા કરવા ઉઘુક્ત બને! અને બન્ને કર્ણ તારા ગુણ શ્રવણમાં રક્ત રહો ! ” “ભવ્ય જીવોને આનંદ આપનાર, પ્રભો ! તારે હું સદેદિત કિંકર છું. તારા ચરણને આધાર છે તેથી જ મને નિરંતર શાંતિ મળી રહે છે.”
૧૯૪૫. કવિની ઉક્તિ જો જ્ઞાન ધોરું દ્વારા એમની જ્ઞાનપિપાસા પ્રતીત થાય છે. આ બધું એમની સર્વતોમુખી પ્રતિભાને સ્કૂટ કરે છે. કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરવાનું નિર્મિત ન હોત તો તેઓ પ્રતિભાશાળી સાહિત્યકાર તરીકે કાતિ પ્રાપ્ત કરત એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. એમનું શિષ્ય-મંડળ પણ એવું જ સાહિત્યસેવી હતું, જેમાં વિનયસાગરજી, દેવસાગરજી વિગેરે નામો ઉલ્લેખનીય છે. કવિના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ પણ એ તારામંડળના તેજસ્વી સિતારા હતા, જેમને વિશે પાછળથી નોંધીશું. સ્વર્ગ ગમન
૧૯૪૬. પદાવલીમાં જણાવાયું છે કે આચાર્ય સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ ના દિને સૂર્યોદયવેળાએ શુભ ધ્યાનપૂર્વક ભૂજમાં દેવગતિ પામ્યા. પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ, રત્નસાગરજી સમેત વિશાળ પરિવારથી વિંટળાયેલા આચાર્યની જગÇશાહે ઘણી ભક્તિ કરી હતી. સંઘે સૂરિની શાનદાર અંત્યેષ્ટિ ક્રિયા કરી, જગડૂશાહે પ૦૦૦ મુદ્રિકા ઉછાળીને યાચકને દાન આપી અને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. ત્યાં અમરસાગરસૂરિને ગચ્છનાયકપદે અભિયુક્ત કરવામાં આવ્યા, જેમના ઉપદેશથી સં. ૧૭૨ માં કલ્યાણસાગરસૂરિને સ્તુપ બંધાયો અને તેમાં તેમની ચરણપાદુકા પ્રસ્થાપિત થઈ
૧૯૪૭. પટ્ટાવલીની બાબતે બ્રાંત હોવા સંબંધે ઉલેખ થઈ ગયો છે. ગચ્છનાયકનાં મૃત્યુ સંબંધક વર્ણન પણ સંશોધનીય છે. વાસ્તવમાં તેઓ સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ના દિને વિદ્યમાન હતા અને તેમના ઉપદેશથી સં. ૧૭૧૮ ના શ્રાવણ વદિ ૫ ને ગુરુવારે સુરતવાસી શ્રાવક વીરજી અને રામજીએ હરિપુરાના અંચલગચ્છીય ઉપાશ્રયમાં ધર્મમૂતિયુરિની ચરણ પાદુકા સ્થાપી. જુઓ–મણલાલ બારભાઈ વ્યાસ કૃત “શ્રીમાળી વાણુઆઓના જ્ઞાતિભેદ.” આમ થવાનું કારણ તત્કાલીન પ્રવર્તમાન ગુજરાતી અને કચ્છી સંવત વચ્ચેનો ભેદ પણ હેય. ગમે તેમ છે પરંતુ એટલું ચોક્કસ છે કે તે સમયમાં થઈ ગયેલા અન્ય ગચ્છના આચાર્યો હીરવિજયસૂરિ, જિનચંદ્રસૂરિના જીવન વિશે કડીબદ્ધ માહિતી સંપ્રાપ્ત છે ત્યારે કલ્યાણસાગરસૂરિ વિશે અનેક સંદિગ્ધતાઓ પ્રવર્તે છે, જે ઇતિહાસ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ અને ગ૭ભક્તિની ઉદાસિનતાને સૂચક છે.
૧૯૪૮. સેમસાગર, શુમસાગર, શિવોદધિસૂરિ, શિવસિલ્વરાજ ઈત્યાદિ માનાહ અભિધાનેય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com