________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૫૫ સંબોધાયેલા અને જંગમતીર્થ, જગદ્ગુરુ, યુગપ્રધાન, યુગવીર એવાં ગૌરવાન્વિત બિરુદથી નવાજાયેલા કલ્યાણસાગરસૂરિ આ ગચ્છના ઈતિહાસમાં મહાન કારકિર્દી સ્થાપી ગયા છે. હીરવિજયસૂરિ અને જિનચંદ્રસૂરિની જેમ એમની મૂર્તિઓ પણ આજે અનેક ગુરુમંદિરોમાં ભાવથી પૂજાય છે. એમણે ગચ્છનું સંગઠ્ઠન એવું તે સુદઢ છ્યું કે એમની પ્રતિભાની અસર પછીના સૈકાઓમાં પણ પૂર્વવત રહી. ત્રણેક શતાબ્દી પછી પણ ગષ્ણવ્યવસ્થા અને તેની આધ્યાત્મિક પ્રવૃત્તિ પર કલ્યાણસાગરસૂરિના નામનો પ્રભાવ અપૂર્વ છે. એ મેધાવી આચાર્યનું નામ આજે પણ અંચલગચ્છના અબ્યુદય માટે પ્રેરણાસ્ત્રોત સમું છે અને સદાદિત રહેશે. એ જ એમની વિરાટ પ્રતિભાને મહાન અંજલિ છે. વા. લાવણ્યચંદ્રના શબ્દોમાં કહીએ તો –
तैः सिक्ताः स्वीय पट्टे वर विनय झुषः शास्त्रसारार्थविज्ञ । लाखाख्य प्रौढ भोज प्रभृति नरपति बीतवन्द्यांद्रिपद्माः ॥ जाता यध्धर्म वाण्या प्रतिपुरममिता संघचैत्य प्रतिष्ठा । ते कल्याणाधिसूरीश्वर.गणगुरवो जज्ञि धैर्य धुर्याः ॥ ४॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com