________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
કપ બિંબ ભરાવ્યું, ચતુર્વિધ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ લેખ પાલીતાણામાં માધવલાલ ધર્મ
શાળાનાં શ્રી સુમતિનાથ જિનાલયની ધાતુમૂર્તિ પર છે. ૧૭૧૮. (૧) શ્રાવણ વદિ ૫ ને ગુરુવારે સુરત બંદરવાસી શ્રાવક વીરજી તથા સં. રામજી સવારે ધમ.
મૂર્તિરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. તેમના પુત્ર રતનમાલનો પણ લેખમાં ઉલ્લેખ છે. આ પાદુકાઓ હરિપુરામાં ભવાનીના વડની પાસેના અંચલગચ્છના ઉપાશ્રયમાં છે. આ લેખમાં દર્શાવેલા દિવસ પછી આચાર્યનું સ્વર્ગગમન થયું હોવાનું સ્પષ્ટ છે. ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ કલ્યાણસાગરસૂરિ રાસમાં આચાર્યનું મૃત્યુ સં. ૧૭૧૮ના વૈશાખ સદી. દિવસે દર્શાવાયું છે તે વિચારણીય છે. ૧૯૩૭. ઉપર્યુક્ત લેખો ઉપરાંત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી અસંખ્ય મૂર્તિઓ પરના અધૂરા લેખે પ્રકાશમાં આવ્યા છે. ઉદાહરણાર્થે સુરતના ગોપીપુરાના શ્રી સંભવનાથ જિનાલયની ધાતુપ્રતિમા પર આ પ્રમાણે લેખ વંચાય છે
संवत् १६ () २ वर्षे वैशाख वदी...गुरौ अंचलगच्छे श्री धर्ममूर्तिसूरि...श्री कल्याण તાજૂળમુ....!
એ જિનાલયમાં બાજે એક લેખ પણ એ પ્રમાણે જ ઉપલબ્ધ થાય છે : संवत् १६......वर्षे वैशाख वदी २ गुरौ श्री अंचलगच्छे श्री धर्ममूर्तिसूरि सं० શ્રી કલ્યાણ સૂરિના... | ૧૯૩૮. રાધનપુરના શ્રી આદીશ્વર જિનાલયની પંચતીથી પર આ પ્રમાણે ખંડિત લેખ પ્રાપ્ત થાય છે
संवत् १६...वर्षे वैशाख शुदि १२ सोमे उसवाल ज्ञातीय बृहद् शाखायां मुं(भ) बेरीयागोत्रे म. जसवंत भार्या पुराई तत्पुत्र...गोषा लखा मना तत्पुत्र सुश्रावकेन धर्मधुरंधर...सूराकेन भा० सूरमदे युतेन श्रीमदंचलगच्छे युगप्रधान धर्ममूर्तिसूरीणां श्री कल्याणसागरसूरीणामुपदेशेन श्री धर्मनाथबिंब कारितं स्वश्रेयसे प्रतिष्ठितं श्री संघेन अहमदावादे ।
૧૯૩૯. પટણા પાસેના કુતુહાના દિગંબર જૈન મંદિરની પાષાણની ખંડિત મૂર્તિ પર પૂરણચંદ્ર નાહરે આ પ્રમાણે લેખ વાંચ્યો છે: સંવત્ ૧૬૭૨ મનાવાતવ્ય.....સચાણાસાગરસૂરિ ............ આ લેખ સંઘપતિ કુંવરપાલ અને સોનપાલે સં. ૧૬ ૭૧ના વૈશાખ સુદી ૩ને શનિવારે કરાવેલી પ્રતિછાને છે એ ચોક્કસ છે. આવા બીજા પણ ઘણું લેખો પાછળથી નેંધાયા છે, જે “અંચલગચ્છીય લેખ સંગ્રહના બીજા ભાગમાં પ્રકાશિત કરવાની ધારણા છે. આ બધા લેખોની ઐતિહાસિક ઉપયોગિતા ખૂબ હોઈને તે બધા પ્રકાશમાં આવે એ ઈચ્છનીય છે. શિલાલેખો અને પ્રતિષ્ઠાલેખો દ્વારા આચાર્યને વિહાર, શિષ્ય સમુદાય, ભક્ત શ્રાવકગણ અને ધર્મકાર્યો ઈત્યાદિ અંગે વિશદ્ પ્રકાશ પાથરી શકાય છે, અને એ રીતે ઈતિહાસની પ્રમાણભૂત કડીઓ મેળવી શકાય છે. ગ્રંથકાર કલ્યાણસાગરસૂરિ
૧૯૪૦. કલ્યાણસાગરસૂરિ સમર્થ પટ્ટધર, પ્રભાવક આચાર્ય અને સફળ ઉપદેખા ઉપરાંત ઉરચકોટિના ગ્રંથકાર પણ હતા. ગચ્છનાયકની ભારે જવાબદારી વહન કરવાની સાથે એમણે ' ગ્રંથરચનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com