________________
૨૪
અંચલગચ્છ દિન ૧૮૦૫. કુંવરપાલ–સોનપાલે સં. ૧૬૭માં સમેતશિખરને મોટો સંઘ કાઢયો હતો. આ તીર્થ સંઘમાં સમગ્ર ભારતમાંથી યાત્રિકો ભળેલા જેનું વર્ણન વાચક વિજયશીલના શિષ્ય જસકીર્તિએ “સમેતશિખર રાસમાં કર્યું છે. એ રાસ દ્વારા જાણી શકાય છે કે બંને ભાઈઓ સંધ પ્રસ્થાન પહેલાં શાહી ફરમાન મેળવવા માટે મુલાકાત માગીને સમ્રાટ જહાંગીર પાસે ગયા હતા. ત્યાં દીવાન દસ મુહમ્મદ, નવાબ યાસબેગ તથા અનીય રાયે સંઘપતિ બંધુઓની સિફારસ કરી ત્યારે સમ્રાટે કહ્યું – मैं इन उदारचेता ओसवालोको अच्छी तरह जानता हूं. इनसे हमारे नगरकी शोभा હૈ, જે દમ તોડીવાઇ હૈ કૌર વન છોડાવા રૂના વિર હૈ ! જુઓ અગરચંદજી તથા ભંવરલાલ નાહટાને “કીર્તિત સમેતરિણા રાણા સાર' નામક લેખ, જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૭, અંક ૧૦-૧૧.
૧૮૦૬. ઉક્ત રાસના અનેક પ્રસંગે કુંવરપાલ–સેનપાલના અસાધારણ રાજકીય પ્રભાવને સૂચિત કરે છે, તદુપરાંત એમની વીરતા પણ વર્ણવે છે. આ વિશે એકાદ પ્રસંગ નોંધવા જેવો છે. પાવાપુરીની યાત્રા કરી સંધ સબરનગર પહોંચ્યો. ત્યાંના રાજા રામદેવના અમાત્યે સંઘપતિઓનું સ્વાગત કર્યું. વિશાળ સંઘ જોઈને રાજા રામદેવની નજર બગડી. તેને સંઘપતિઓ પાસેથી ધન પડાવી લેવાની લાલસા જાગી. સંઘપતિઓએ તો રાજાને સાફ શબ્દોમાં પરખાવી દીધું કે તમે તમારું વચન ચૂકી ગયા છો. તમને ધિક્કાર છે ! તમારા મસ્તક ઉપર પગ રાખીને હું પાલગંજ જાઉં ત્યારે તું મને ઓશવાલ સમજજે !' સંધપતિઓની દિલ્હીમાં મોગલ સમ્રાટ પાસે ભારે લાગવગ હતી એ બાબત નવાદાના મિરજા અંદલા અને ગોમના રાજા તિલકચંદ જાણતા હેઈને તેમણે જરૂર પડયે સૈન્યની પણ તૈયારી કરી. મિરજાએ રાજા તિલકચંદને સમજાવેલું કે તેઓ મોટા વ્યવહારી છે. એમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. એમને કઈ કષ્ટ આપશે તો તે અમારા ગુનેગાર થશે.” રાજા તિલકચંદ ખાત્રી આપી કે કઈ ચિન્તા ન કરે. યાત્રા કરાવીને એમને નવાદા પહોંચાડી દઈશ. એમની એક પાઈની પણ નુકશાની નહીં થાય. જે થાય તે અગિયાર ગણું હું આપીશ.” રાણીએ રાજા રામદેવને ફટકાર્યો ત્યારે રાજાએ પણ સંઘપતિએને મનાવવા માટે પિતાના અમાત્યને ખાસ મોકલ્યો એટલે વાત પતી ગઈ.
૧૮૦૭. સંઘપતિ સોનપાલનો પુત્ર રૂપચંદ પણ મહાન લડવૈયો હતો. અમદાવાદમાં દૂધેશ્વરની ટાંકી પાસે એક ખેતરમાં નદી તટે કુવામાં રૂપચંદને દર્શનીય પાળીઓ એક વખત અમદાવાદના જોવાલાયક
સ્થળમાં પંકાતો હતો. રૂપચંદની વીરતા માટે જુઓ જે. સા. સંશોધક, અંક ૩, ખંડ ૪. પરમ વીર પિતાના પુત્ર પણ એવા જ હોય એમાં શી નવાઈ ? મંત્રી બાંધની સફળ રાજકીય કારકિર્દીમાં સ્વાભાવિક રીતે જ એમની શૌર્યતાએ અગત્યને ભાગ ભજવ્યો હશે.
૧૮૦૮. કુંવરપાલ અને સોનપાલની પ્રશંસા માટે કવિ રૂપે હિન્દી પવમાં “કેરપાલ સોનપાલ લેતા ગુણ પ્રશ સા” નામક સુંદર કૃતિ રચી છે. એની પ્રત છે. બનારસીદાસને પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ. આ લઘુકૃતિમાં એ પ્રતાપી બાંધવોના પ્રભાવશાળી વ્યક્તિત્વનું આબેહૂબ આલેખન હોઈને તેને ઉધૂત કરવી અહીં પ્રસ્તુત ગણાશે :
સગર ભરથ જગિ, જાવડ ભયે; પિમરાય સારંગ, સુજશ નામ ધરણી. સેનું જે સંઘ ચલા, સુધન સુખેત બાય, સંઘપતિ પદ પા કવિ કટિ કીતિ બરણું. લાહનિ કડાહિ ઠાંમ હમ દુગ ભાન કહિ, આનંદ મંગલ ઘરિ ધરિ ગાવે ધરણ. વસ્તુપાલ-તેજપાલ, હુયે રેખચંદ નંદ કેરપાલ–સોનપાલ, કીની ભલી કરણી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com