________________
શ્રી કલ્યાણસાગરસૂરિ કર્યો. ત્યાં સંપ્રતિ, કુમારપાલ, વિમલ, વસ્તુપાલ–તેજપાલ વિગેરેએ બંધાવેલાં જિનાલયો જોઈને હર્ષિત થયેલા સંધપતિઓએ કલ્યાણસાગરયુરિના ઉપદેશથી સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિવસે ગિરિરાજ પર બે જિનાલયનું ખાતમુર્ત કર્યું. નાગડાગોત્રીય રાજશાહે પણ ૧૩ ના દિને ત્યાં જિનાલયને પાયો નાખ્યો. તીર્થયાત્રા બાદ સંધ જામનગર પહે.
૧૮૬૪, જામ જશાજીએ સંઘનું સામૈયું કર્યું. સંઘપતિઓએ ૫૦૦૦ સુવણ મુદ્રિકાનું ભેટયું ધયું. રાજાએ પણ એમને વસ્ત્રાભૂષણથી સત્કાર્યા. એમના આગ્રહથી વર્ધમાન–પદ્રસિંહ શાહ ત્યાં જ રહ્યા. તેમની સાથે ૫૦૦૦ ઓશવાળ પણ ત્યાં વસ્યા. સંધ-કાર્યમાં સર્વ મળી ૩૨૦૦૦ ૦૦ કોરીને ખર્ચ થયો. સંઘનું વર્ણન લાલણગોત્રના વહીવંચા સુંદરરૂપજીએ “વર્ધમાન પ્રબંધમાં તથા ચારણ કવિ મેરુજીએ ભાષાબદ્ધ કવિત્તોમાં કર્યું છે. તેઓ બનને સંઘમાં સાથે હતા.
૧૮૬૫. જામનગરમાં તેમને વ્યાપાર ભારે વૃદ્ધિ પામો, રાજ્યને પણ સારી આવક થઈ. રાજાને એમના પર પ્રીતિ થતાં તેમને પિતાના મંત્રીઓ બનાવ્યા. એ વખતે એમને ભાગ્યરવિ મધ્યાને તપતો હતો. પદ્મસિંહશાહની પત્ની કમલાદેવી ચતુર હતાં. તેમણે વાત મૂકી કે લક્ષ્મી તો ચંચળ છે. બુદ્ધિવાનેએ તેને સત્કાર્યોમાં સાર્થક કરવી જોઈએ. કમલાદેવીની પ્રેરણાથી બન્નેએ જામનગરમાં ભવ્ય જિનપ્રાસાદ બંધાવવાનો નિશ્ચય કર્યો, અને ગચ્છનાયકને ખાસ તેડાવ્યા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬૬૮ ના શ્રાવણ સુદી ૫ ના દિને ખાતમુહૂર્ત થયું. જમીન માટે જામને દશ હજાર મુદ્રિકાઓ ધરી, યાચકોને ઘણું ધન આપ્યું.
૧૮૬ ક. ૬૦૦ કછી કારીગરોએ આઠ વર્ષ સુધી કામ કરી સુદર જિનપ્રાસાદ તૈયાર કર્યો. ૫૦૧ જિનબિંબોની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અંજનશલાકા કરાવી. સં. ૧૬૭૬ ને વૈશાખ સુદી ૩ ને બુધવારે શ્રી શાંતિનાથ પ્રમુખ જિનબિંબોની તથા સં. ૧૬૭૮ ના વૈશાખ સુદ ૫ ને શુક્રવારે ભમતીની દેવકુલિકામાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ વખતે જામનગરમાં અપૂર્વ મહોત્સવ થ.
૧૮૬૭. ત્યાર બાદ શત્રુ , મોડપુર અને છીકારીમાં તેમણે જિનાલય બંધાવી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા. એમની સાથે રાયશીશાહે સં. ૧૬૭૫ માં શત્રુજ્યમાં અંજનશલાકા કરાવી, તે વખતે કલ્યાણસાગરસૂરિ પંદર દિવસ સુધી પાલીતાણ રહ્યા હતા. વર્ધમાનશાહ અને રાયશીશાહે શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને તથા પદ્મસિંહશાહે શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં બિંબને મૂલનાયકપદે સ્થાપ્યાં. પદ્મસિંહશાહનાં જિનાલયનું શિખર અપૂર્ણ હોવાથી મૂલનાયકની પ્રતિષ્ઠા સં. ૧૬૭૬ ના ફાગણ સુદ ૨ ના દિને થઈ બન્ને ભાઈઓએ જિનાલયના કાર્યમાં ૩૦૦૦૦૦ કેરી ખચ.
૧૮૬૮. એમણે જામનગરમાં બંધાવેલાં જિનાલયની શિલાપ્રશસ્તિના શિરોભાગમાં “ામ શ્રી લક્ષ રાજ' એમ લખાયું છે તેમાં જામ જશાજીની મહત્તા તેમજ નવાનગરનું વર્ણન પણ છે. સંઘપતિઓનું વંશવૃક્ષ તેમાં આ પ્રમાણે છે : સિંહ–હરપાલ-દેવાનંદ-પર્વત–વષ્ણુ-અમરસિંહ. તેમના વર્ધમાન, ચાંપસિંહ અને પદ્મસિંહ એમ ત્રણ પુત્રો થયા.
૧૮૬૯. વર્ધમાનના વીરપાલ, વીજપાલ, ભારમલ અને જગડુ એમ ચાર પુત્રો થયા. ચાંપસિંહને અમીશાહ નામે પુત્ર થયું, જેના રામજી અને ભીમજી નામે બે પુત્રો હતા. પદ્મસિંહના શ્રીપાલ, કુરંપાલ અને રણમલ્લ નામે ત્રણ પુત્રો થયા. શ્રીપાલને નારાણજી અને કૃષ્ણદાસ; કુરપાલને સ્થાવર અને વાઘજી નામે પુત્રો થયા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com