________________
શ્રી કલ્યાણસાગરસૂરિ થઈ. હીરબાઈએ પોતાની ભાગ્યશાળી પુત્રી કીઈબાઈ તથા ભ્રાતા પારિખ રૂપિજી અને તેના પુત્ર પારિખ ગોડદાસ સહિત સં. ૧૬ ૮૩ ના મહા સુદી ૧૭ ને સોમવારે પ્રતિષ્ઠા કરી.
૧૯૧૧. પ્રશસ્તિના અંતમાં જણાવવામાં આવ્યું છે કે ભદારક કલ્યાણસાગરસૂરિએ આ પ્રતિષ્ઠા કરાવી, વાચક દેવસાગરગણિએ આ પ્રશસિત રચી. ૫. વિજયમૂતિગણિએ લખી, પં. વિનયશેખરગણિના શિષ્ય મુનિ રવિ શેખરગણિએ લખાવી. શ્રી શત્રુંજય તીર્થને નમસ્કાર ! શ્રી કવષ્યક્ષના પ્રસાદથી ત્યાં સુધી સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી આ જિનમંદિર ચિરકાળ જય પામે ?
૧૯૧૨. શત્રુંજયગિરિ ચડતાં છાલા કુંડ પછી અને ભુખણ કુંડ પહેલાં જમણી બાજુએ હીરબાઈને કુંડ આવે છે. આ કુંડ પણ હીરબાઈનાં સુકૃત્યેનું જ પરિણામ છે. જુઓ જિનવિજયજીને લેખ સંગ્રહ, ભા. ૨, અવલોકન પૃ. ૪૫.
૧૯૧૩. ઉપર્યુક્ત શિલા-પ્રશસ્તિમાં ભંડારીજીને મંત્રીશ્વર કહ્યા છે અને તેમના પુત્ર અમરસી અને પૌત્ર શ્રીકરણને પણ મહત્તમ કહ્યા છે. એ ત્રણે પેઢીના વંશજોએ રાજ્યમાં ઉચ્ચ હોદ્દો સંભાળ્યો હતો એ સ્પષ્ટ છે. મંત્રીશ્વર ભંડારીજી અને એમના સુપુત્રોનાં રાજકીય કાર્યો અંગે પણ વિદ્વાનોએ પ્રકાશ પાડવો ઘટે છે. એમની રાજકીય કારકિર્દી પ્રકાશમાં આવતાં, મુસલમાન રાજ્યકાળમાં પણ જૈન મંત્રીઓએ પિતાનો કેવો વિશિષ્ટ હિસ્સો પૂરાવ્યો હતો. તેની વિશેષ ઝાંખી કરી શકાશે.
૧૯૧૪. શિલા-પ્રશસ્તિના અંત ભાગમાં આ પ્રમાણે લખ્યું છે. -
ગધર નામની યુઝાતા ...... રતન સ્થાપતાયાં લગ્ન મદમ્ | આ નોંધ સલાટની છે એમ જણાય છે. સલાટોના નામો ઉલ્લેખ પણ શિલા પ્રશસ્તિઓમાં અનેક જગ્યાએ મળે છે. ખીમજી અને સુપજી
૧૯૧૫. અમદાવાદમાં શ્રીશ્રીમાળી જ્ઞાતીય ભવાન ભાર્યા રાજલદેના પુત્રો ખીમજી અને સુપજીએ સં. ૧૬૭૩ માં ક૯યાણસાગરસૂરિની ભક્તિ કરી હતી એ પદાવલીમાં ઉલ્લેખ છે. તેમણે સં. ૧૬૭૫ના વૈશાખ સુદી ૧૭ ને શુક્ર આચાર્યના ઉપદેશથી શત્રુંજયની મૂલ ટૂંકમાં ઈશાન ખૂણામાં ચૌમુખ જિનાલય બંધાવ્યું અને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એની શિલા-પ્રશસ્તિ હેત્રી કાઉન્સેસે નેલી અને ડો. બુલરે “ એપિગ્રાફિયા ઈન્ડિકા', વૈ. ૨ માં પ્રકટ કરેલી. મંત્રી વેરા ધારસી પ્રમુખ ભૂજના શ્રાવકે
૧૯૧૬. કચ્છ અંચલગચ્છની પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ર હેઈને, તેનું પાટનગર આ ગ૭ પ્રત્યે સવિશેષ ભક્તિ દર્શાવે એ સ્વાભાવિક છે. વા. દેવસાગરે સં. ૧૬૭૭ માં લખેલા ઐતિહાસિક પત્રમાં તત્કાલીન કચ્છનું, ભૂજનું, મહારાવ ભારમલ્લનું તથા ત્યાંના જૈનસંઘનું ભાવભર્યું વર્ણન આપ્યું છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ અને મહારાવ ભારમલજીના સમાગમ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. અહીં માત્ર શ્રાવક સંબંધમાં અ૮૫ ઉલેખ જ પ્રસ્તુત છે.
૧૯૧૭. સં. ૧૬૭૭ માં ભારમલ્લજીના રાજ્યાધિકારી વોરા ધારસીએ ગુરુના ઉપદેશથી ભૂજમાં અંચલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો તથા પોતાના દાદા વીરશાહની દેરી કરાવી તેમાં પગલાં સ્થાપ્યાં અને ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. ભૂજમાં બંધાયેલા શ્રી ચિતામણિ જિનાલયના ખર્ચમાં પણ તેમણે ચેથે ભાગ આપેલ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com