________________
૪૪૨
અચલગચ્છ જિદશન રીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યું હતું. ગામમાં શ્રાવકોની વસ્તી ન રહેતાં જિયાને ઉથાપના કરવામાં આવી. હાલ તેમાં હિન્દુ ધર્મના દેવ વિરાજે છે. શાહ છવાક
૧૯૦૫. સં. ૧૬૯૬માં શાહ છવાકે માડીમાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો હતે. જુઓ “મોટી પઢાવલી ' પૃ. ૩૫૩. પ્ર. સોમચંદ ધારશી. શ્રાવિકા હીરબાઈ
૧૯૦૬. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રાવિકા હીરબાઈએ પણ અનેક ધર્મકાર્યો કર્યા છે. શત્રુ ગિરિ પર હાથીપળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસતિ ટુંકમાં ડાબા હાથે રહેલા શ્રી ચંદ્રપ્રભુજિનાલયને હીરબાઈ એ સં. ૧૮૮૩ના મહા સુદી ૧૩ ને સોમવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જિનાલય અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ બંધાવ્યું હતું. ભંડારીજીના વંશમાં હીરબાઈ છઠ્ઠી પેઢીએ થયાં. જીર્ણોદ્ધારને ૪૦ પંક્તિને શિલાલેખ ઉક્ત જિનાલયના ડાબા હાથના ગોખલામાં છે. એ શિલાલેખને થોડો ભાગ ગદ્યમાં છે. પછી ૧૩ લેકો છે. એ પછી પ્રાચીન ગુજરાતી મિશ્રિત સંસ્કૃતમાં ગદ્ય છે. આ લેખની પ્રતિલિપિ હેત્રી કાઉન્સેસે કરી અને ડો. બુલરે “એપિઝાફિયા ઈન્ડિકા ” થેં. ૨ માં એ લેખ સંપાદિત કર્યો. લેખને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે
૧૯૦૭. લેખની શરૂઆતમાં–સં. ૧૬૮૩ વર્ષે પૃથ્વી મંડલ પર ઈન્દ્રની પેઠે વિજયવાળા પાતસાહ શ્રી સલીમસાહ જહાંગીરના રાજ્યમાં-એમ જણાવી ચકેશ્વરી અને મહેપાધ્યાય હેમમૂર્તિ ગણિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પછીના એક એક સંત શ્લોકમાં અનુક્રમે શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરવામાં આવી છે. એ પછી પદ્યમાં પદાવલી છે. એ પછીને ભાગ ગદ્યમાં નીચે પ્રમાણે છે.
૧૯૦૮. શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર ભંડારી થયા, તેના પુત્ર મહે. અમરસી, તેના પુત્ર મહં. શ્રીકરણ, તેના પુત્ર સાત ધન્ના, તેના પુત્ર સાધુ સોપા, તેના પુત્ર સાત શ્રીવંત થયા. શ્રીવંત શ્રેણીની શ્વસુર અને પિયર એમ બન્ને પક્ષોમાં આનંદ આપનારી સોભાગદે નામની સ્ત્રી હતી. તેને રૂ૫ નામને પુત્ર અને હીરબાઈ નામની પુત્રી થઈ હીરબાઈ બને પક્ષમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પિતાના પુત્ર પારિખ સમચંદ્ર આદિ પરિવાર સહિત સં. ૧૬૮૩ ના મહા સુદી ૧૩ ને સોમવારે શ્રી ચંદ્રપ્રભજિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. રાજનગરના વતની મ. ભંડારીજીએ પ્રથમ આ જિનમંદિર બંધાવ્યું હતું. ભંડારીજીની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયાં.
૧૯૦૮. શિલા-પ્રશસ્તિમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે હીરબાઈએ નવ્વાણુ વાર સંપ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. તેણીના શ્વસુરપક્ષમાં પારિખ ગંગદાસ થયા. તેને ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ કુંવરજી થયા. તેને કમલાદે નામે સ્ત્રી હતી. તેના પારિખ વીરજી અને રહિયા નામે બે પુત્ર થયા. પારિખ વીરજીની સ્ત્રી હીરબાઈ થયાં.
૧૯૧. હીરબાઈને પુત્ર પારિખ સોમચંદ્ર થયા, જેમના નામે શ્રી ચંદ્રપ્રભજિનબિંબ ભરાવવામાં આવ્યું તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. “જેમણે પોતાના પ્રતાપરૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું. એવા કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શિવાજીના વિજયવંત રાજયમાં પ્રતિષ્ઠા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com