________________
અચલગચ્છ દિગ્દર્શન કલ્યાણસાગરસૂરિ રાજમહેલમાં જે પાટ પર બેઠા હતા તે ગુરુપટ જાણી તે પર અન્ય કોઈ ન બેસે એ હેતુથી તેને ઉપાશ્રય મોકલી, જે હજી પણ ભૂજના અંચલગચ્છીય ઉપાશ્રયમાં મોજુદ છે.
૧૯૩૧. કછ રાજ્ય તરફથી અંચલગચ્છને પહેલેથી જ સુંદર આશ્રય મળેલ. યતિ માણેકમેરજીએ ખેંગારજીને રાજ્ય અપાવવામાં સહાય કરી હેઈને તેની કદરરૂપે આ ગ૭ને રાજ્ય-ફરમાને પ્રાપ્ત થયેલ. માણેકમેરજીને જ રાજ્ય તરફથી ધર્માધ્યક્ષ તરીકે વંશપરાગત હક્ક મળેલ એ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. કલ્યાણસાગરસૂરિએ પણ એ રાજ્યાશ્રયને જીવંત બનાવી ધર્મોદ્યોતનાં કાર્યો કર્યો. મહારાવ ભારમલજીના રાજ્યાધિકારી વોહરા ધારસી પણ કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા. આચાર્યના ઉપદેશથી તેમણે ભૂજમાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય, અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા.
૧૯૭૨. એક પ્રાચીન પદ્ય દ્વારા કલ્યાણસાગરસૂરિ અને મહારાવના આત્મીય સમાગમ વિશે જાણી શકાય છે—
પચ્છમ દેશમેં કછ નરેશ ભૂપતિ ભારમલ બેલાયે; લખે ફરમાન દીયે બહુ માન વંદન ; સબ કુંવર ચડાયે. ગુગરી ઘંટ નાદન શોભિત સિંદૂર આગે ચલાવે; કહે મુનિ થાનનું એસે ગમંડ મેં ભૂજમે સૂરિ કલ્યાણનું આયે. સોનેકી પાખર સોનેકી નેવર એસી તુરંગમેં બહોત બનાઈ; ભેરી મૃદંગ દામ દુરંદમ નીયત ફેર નિશાન બનાઈ મલી સૌ નાર સજી શણગાર સેને નિકું ગુરુરાજ વધાયે, કહે મુનિ થાનનું એસે ગમડમેં ભૂજમેં સુરિ કલ્યાણનું આયે. ગુરુ બેટન તબ સેન ચલી સબ બહુત ચીર પીતાંબર છાયઃ ચિંહું દિશિ વિશાલ સેવન કી માલા, ન્યું એ દાન ગણીજન પામે. ભલે ભલે ભેદ કીની જુગતિ સૂરિ શિરેમણિકે ગુન ગાયે,
કહે મુનિ થાન એસે ગમમેં ભૂજમેં સુરિ કલ્યાણનું આયે. ૧૯૩૩. ભીમસી માણેકે ગુરુપટ્ટાવલીને અંતે સેંધ કરી છે કે કલ્યાણસાગરસૂરિના વખતમાં ભૂજમાં પ્રથમ એમના શિષ્ય પધારેલા, જેમણે મહારાવને પ્રતિબોધ આપ્યો. એ પછી ભૂજના રાજાએ કલ્યાણ સાગરસૂરિને અન્ય દેશથી દૂતે મોકલી તેડાવ્યા હતા. ભીમસી માણેકને જે બૃહદ્ પદાવલી પ્રાપ્ત થઈ હતી તેમાં એ વિશે વર્ણન છે એમ એ નોંધમાં જણાવાયું છે. દુઃખને વિષય છે કે એ પદાવલી આજ દિવસ સુધી અપ્રાપ્ય રહી છે.
૧૯૩૪. મહારાવ ભારમલ્લજીના કુંવર ભોજરાજજી પણ આચાર્યના ભક્ત હતા. વાચક વિનય સાગરે મહારાવ ભોજરાજજીની તુષ્ટિ માટે એમની વિનતિથી ભજવ્યાકરણ સંસ્કૃત પદ્યમાં રચ્યું. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ જણાવે છે કે એ ગ્રંથ કલ્યાણસાગરસૂરિની આજ્ઞાથી રચાય છે.
૧૯૩૫. વા. લાવણ્યચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ માં આ પ્રમાણે ઉલ્લેખ છે. ચાણક્ય જ મા કમૃતિ નપતિ વ્રતવંદ્યાદિપાદ છે આ પરથી જણાય છે કે મહારાવ ભોજરાજજી અને જામનગરના જામ લાખાજી એ બન્ને આચાર્યના ભક્તો હતા. જામનગરમાં જામ વિભાજી પછીના રાજાઓ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com