________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૯૧૮. એ વર્ષે ત્યાં વા. દયાસાગર અને દેવનિધાન ચાતુર્માસ રહેલા. ત્યાંના ઓશવાળ મીઠડિયા ગોત્રીય પુસિંહ નામના શ્રાવકે સં. ૧૬૭૭ માં દિવાળીના દિને જ્ઞાનની આરાધના નિમિત્તે “નેમિનાથ ચરિત્ર”ની પ્રત દયાસાગરજીને વહરાવી હતી.
૧૯૧૯. સં. ૧૬૭૮ માં ભૂજના વતની ઓશવાળ લાલણગોત્રીય સાંગા શાહે “દશવૈકાલિકસૂત્ર'ની પ્રત લખાવી કયાણસાગરસૂરિને વહેરાવી એમ પુપિકા દ્વારા જણાય છે.
૧૯૨૦. દેવસાગરજીએ લખેલા સંસ્કૃત પઘબંધ પત્રમાં ભૂજના અનેક શ્રાવકના નામોલ્લેખ આ પ્રમાણે છે-વેરા વાદા, રાજવીર, વેરા ધારસી, ચાંપસી, વોરા હરદાસ, લખમણ, વોર ખેતસી, વોરા યોધ, ખરહસ્ત, વરજાંગ, સંઘવી લુંભા, હારા, જવાક, વોરા વર્ધમાન, સંઘવી સારંગ, સંઘપતિ ભીમજી, રાવલજી, કરમશી, દેકા ભોજક, વીરજી ભોજક, ખાસ કરીને ખંભાત અને ભૂજની તત્કાલીન માહિતી માટે એ પત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીં આટલો ઉલ્લેખ જ બસ છે. રાજાઓ સાથે સમાગમ અને પ્રતિબંધ
૧૯૨૧. કલ્યાણસાગરસૂરિ પણ મેરૂતુંગરિની જેમ અનેક નૃપ પ્રતિબંધક તરીકે જૈન ઇતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. વિનયસાગરજી એમને ભજવ્યાકરણની ગ્રંથ પ્રશસ્તિમાં સમગ્ર સૃષ્ટિવિનોrt કહ્યા છે, તે યથાર્થ છે. અહીં એ વિશે અલ્પ ઉલ્લેખ પ્રસ્તુત છે. - ૧૯૨૨. કલ્યાણસાગરસૂરિના નિકટવર્ત સમકાલીન હીરવિજયસૂરિ અને જિનચંદ્રસૂરિએ અકબર પર અસર પાડવામાં મુખ્યપણે ભાગ ભજવેલે. અકબરના ફરમાનમાં થયેલા અંચલગચ્છના ઉલ્લેખ દ્વારા સ્પષ્ટ થાય છે કે સમ્રાટ આ ગચ્છના આચાર્યોના સમાગમમાં પણ આવ્યો હશે જ. એ પછી જહાંગીર પર પ્રભાવ પાડનારાઓમાં ક૯યાણસાગરસૂરિ મુખ્ય હતા. મેઘમુનિએ “શાહ રાજસી રાસ' (સં. ૧૬૯૦) માં કલ્યાણસાગરસૂરિને ‘બાદશાહ સલેમ-જહાંગીર માન્ય’ કહ્યા છે, તે પરથી તેમણે સમ્રાટ પર પાડેલા પ્રભાવની પ્રતીતિ થાય છે.
૧૯૨૩. પદાવલીમાં ઉલ્લેખ છે કે દુર્જનની પ્રેરણાથી જહાંગીરે પોતાના અમાત્ય કુંવરપાલસોનપાલને જણાવ્યું કે જે પાષાણુ પ્રતિમા દશ દિવસમાં ચમત્કાર ન દેખાડે તે આગરામાં તમે બંધાવેલાં જિનાલયો તોડી પડાશે. આ રાજ્યપત્તિનું નિવારણ કરવા સોનપાલ વારાણસીમાં બિરાજતા કલ્યાણસાગરસૂરિ પાસે પહોંચ્યો અને હકિકત નિવેદિત કરી. સૂરિજી તેને ચિંતા ન કરવાનું અને ઘેર જવાનું કહે છે, આથી તે ઊંટ પર બેસી આગરા પહોંચ્યો. તે વખતે કલ્યાણસાગરસૂરિને પણ ત્યાં જ જોઈને તે વિચારમાં પડી ગયો. આચાર્ય શું અહીં આકાશગામિની વિદ્યાથી કે દેવસહાયથી પધાર્યા? જમે
મામિન્યા વિદ્યાશાત્ર તમારા વિા વરહન... સૂરિજીના કહેવાથી તે સમ્રાટને શ્રી વીરપ્રભુનાં મંદિરમાં તેડી આવ્યો. કલ્યાણસાગરસૂરિના સૂચનથી પ્રતિમાને વંદન કરતાં, પાષાણ પ્રતિમાઓ એક હાથ ઊંચો કરી જહાંગીરને ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપો! સમ્રાટ આથી ચમત્કૃત થયો, અને ૧૦૦૦૦ સુવર્ણ મુદ્રિકા કલ્યાણસાગરસૂરિને ચરણે ધરી, એમની પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યની પ્રેરણાથી સોનલે એ મહોરે ધર્મકાર્યોમાં વાપરી. શ્રેટીચરિત્રમાં ઉલ્લેખ છે કે એ પ્રતિમાને હાથ પછી એ પ્રમાણે જ ઊંચે રહ્યો.
૧૯૨૪. આગરાનાં જિનાલયો પર ઉતરેલી આફત વિશે બીજી એક અનુશ્રુતિ આ પ્રમાણે સંભળાય છે–એક વખત જહાંગીરને કહેવામાં આવ્યું કે “સેવડોને મૂર્તિમાં બનાવાઈ હૈ ઔર હજરકે નામકે અપને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com