________________
શ્રી કલ્યાણસાગરસૂરિ બુત કે પૈરો કે નિચે લિખા દિયા હૈ.” આથી પાદશાહના ક્રોધને અને ધમધોના ઉશ્કેરાટને પાર ન રહ્યો. એ વખતે દૂરદર્શિતા દાખવી પાદશાહનું નામ મૂર્તિઓના મસ્તક ભાગમાં કરાવી રાજ્યપત્તિનું નિવારણ કરવામાં આવ્યું. જુઓ–“જૈન લેખ સંગ્રહ ” દિ. અં. નં. ૧૫૭૮ સં. રણચંદ નાર.
૧૯૨૫. તે વખતે થયેલા જિનાલયવંશ, શ્રમણ-વિહાર નિષેધ વિશે ત્રિપુટી મહારાજનું કથન ઉપયોગી છે. તેઓ જણાવે છે કે ખરતરગચ્છીય આચાર્ય જિનસિંહે એવી ભવિષ્યવાણી કરી હતી કે જાકજાદે ખુશરુ દિડીને બાદશાહ બનશે. આથી બિકાનેરને રાજા રાયસિંહ, યુવરાજ દલપત તેમજ મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ શાહજાદા ખુશસને પક્ષ કર્યો હતો. સમ્રાટ જહાંગીરે એ વાત દાઢમાં રાખી સમય આવતાં બિકાનેરના રાજવંશનું અને મંત્રી કર્મચંદ્રના વંશનું યુક્તિપૂર્વક નિકંદન કાઢી નાખ્યું. તેણે આ કાર્ય જિનસિંહ માટે ‘તુકે જહાંગીર-જહાંગીરનામામાં ખૂબ તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. આ સ્થિતિમાં આગરા પ્રદેશમાં જૈન તિઓને-ખાસ કરીને ખરતરગચ્છના યતિઓને વિહાર સદંતર બંધ થઈ ગયે.
૧૯૨૬. આવી પરિસ્થિતિમાં જહાંગીરના નામને શિરોભાગમાં લખી દેવામાં આવ્યું હશે. ત્રિપુટી મહારાજ નો છે-“એમ કહેવાય છે કે નાગની ફેણ ઉપર પ્રતિમાલેખોમાં રાજન તરીકે સમ્રાટ જહાંગીરનું નામ ઉત્કીર્ણિત કર્યું તે દેખીને જહાંગીર ખૂબ પ્રસન્ન થયો.'—જેન પરંપરાને ઈતિહાસ, ભા. ૨, પૃ. ૪૮૨-૩, પ૩પ.
૧૯૨૭. કલ્યાણસાગરસૂરિ અને કચ્છના મહારાવ ભારમલ્લજીને સમાગમ ઈતિહાસ–પ્રસિદ્ધ છે. એ વિશે અનેક પ્રમાણે ઉપલબ્ધ છે. આચાર્યના ઉપદેશથી મહારાવે પિતાના રાજ્યમાં જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતોના પ્રસારાર્થે સહયોગ આપ્યો અને પિતાનાં જીવનમાં પણ કેટલાક સિદ્ધાંત અપનાવ્યા. આચાર્ય કચ્છમાં સવિશેષ વિચર્યા હોઈને બનને વચ્ચે દીર્ઘસૂત્રી સં૫ર્ક રહ્યો. આથી કેટલાક વિદ્વાને માનતા થયા કે મહારાવે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ડે. કલાટ નેવે છે કે
Kalyansagara suri converted the king of Kachchh.
૧૯૨૮. બનને વચ્ચે પ્રથમ પરિચય ક્યારે થયો તે વિશે સ્પષ્ટતાથી કહી શકાતું નથી. સં. . ૧૬૪૨ થી ૧૬૮૮ સુધી ભારમલ્લે કરછ પર શાસન કર્યું. સં. ૧૬૪૯ માં આચાર્યપદ–સ્થિત થયા પછી કલ્યાણસાગરસૂરિ કચ્છમાં ગુરુથી ભિન્ન વિચર્યા. સં. ૧૬૫૪ માં તેઓ ભૂજમાં ચાતુર્માસ રહ્યા, એ વખતે બન્ને વચ્ચે પરિચય થયો હશે. પદાવલીકાર એ વિશે નિમ્નક્ત પ્રસંગ નેધે છે.
૧૯૨૮. મહારાવ વાના રોગથી પીડાતો હતો. વૈદકીય ઉપચારો કર્યા છતાં વ્યાધિ મટયો નહીં, એટલે તે ચિત્તાગ્રસ્ત હતો. એ વખતે કલ્યાણસાગરસૂરિ ભૂજમાં ચાતુર્માસ હતા. તેમણે મહાપ્રભાવક જાણ મહારા પિતાની પાસે તેડાવ્યા અને પિતાની વેદના વ્યક્ત કરી. ગુએ ધર્મા પ્રભાવનાથે મંત્રબળે રાજાનો રોગ દૂર કર્યો. આથી હર્ષિત થઈ રાજાએ ગુરુને ચરણે ૧૦૦૦ મુદ્રિકાઓ ધરી,રાણુઓએ મોતીથી વધાવ્યા. નિઃસ્કૃતિ ગુએ ધનનો અસ્વીકાર કરતાં રાજાએ તેમની પ્રશંસા કરી કોઈ કાર્ય ફરમાવવાનું તેમને કહ્યું. આચાર્યે જૈન દર્શનના ઉદાત્ત સિદ્ધાંત તેને સમજાવ્યા, જે અનુસરી મહારાવે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા, પર્યુષણમાં પોતાના રાજ્યમાં આઠ દિવસ સુધી અમારિ પડહની ઉદ્યોષણ કરાવી, ભૂજમાં રાજવિહાર નામક જિનપ્રાસાદ બંધાવ્યો.
૧૯૩૦. ઉપર્યુક્ત પ્રસંગ પછી આચાર્યને થશવાદ ગવાયે, જૈનધર્મની ઘણી પ્રભાવના થઈ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com