________________
૪૩૮
અચલગચ૭ દિગ્દર્શન ૧૮૭૦. શત્રુંજયની શિલાપ્રશસ્તિમાં એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે: હરપાલ-હરિયા-સિંહઉદ્દેશી–પર્વત-વચ્છરાજ-અમરસિંહ. પ્રમાદ દોષથી ઉક્ત બને પ્રશસ્તિઓની નામાવલી જુદી પડે છે. પ્રશસ્તિકર્તા કે સલાટને દોષ હશે.
૧૮૭૧. શત્રુંજયમાં વર્ધમાનશાહના જિનાલયને જીર્ણોદ્ધાર જામનગરના કસ્તુરચંદ કલચંદ મેણસીએ તથા ઘેલાભાઈ કસલચંદની વિધવા જડાવબાઈએ સં. ૧૯૬૪ ના આસો સુદી ૧• ને સામે કર્યો. પદ્ધસિંહશાહના જિનાલયને જીર્ણોદ્ધાર સુથરીના આસારીઆ પેથરાજે સં. ૧૯૬૫ માં કરાવ્યું.
૧૮૭૨. વર્ધમાન–પસિંહ શાહને જામનગર છોડવા માટે કેવાધ્યક્ષ હડમત ઠકકરે ભાગ ભજવ્યો તે વિશે શ્રેણી–ચરિત્રમાં વિશદ્ વર્ણન છે. ૯૦૦૦ કોરીની જરૂરિયાત દર્શાવી હડમતે જામ પાસેથી વર્ધમાનશાહ પર ચિઠ્ઠી લખાવી, પાછળથી બે મીંડા ઉમેરી રજૂ કરી. નવલાખ કરી તેમની પાસે સિલકમાં પણ નહાતી. ચરિત્રમાં જડીબુટ્ટીના પ્રભાવથી એ ચિઠ્ઠી પ્રમાણે તેમણે નવલાખ કેરી આપી એવો ઉલ્લેખ છે, પરંતુ પછી તેઓ જામનગર છડી ગયા. જામને આ યંત્રની જાણ થતાં તેણે હડમતનું માથું ગુસ્સામાં કાપી નાખ્યું. એની વિનતિ છતાં પણ બન્ને ભાઈઓ જામનગર ન આવતાં ભદ્રાવતીમાં જ વસ્યા, એમની સાથે ચાર હજાર ઓશવાળો પણ કચ્છ પાછા ફર્યા. ઉક્ત પ્રસંગથી એમની જામનગરની વખાર “નવલખા” એ નામથી પ્રસિદ્ધ થઈ
૧૮૭૩. “નવલખા”ને પ્રસંગ બીજી રીતે પણ ઘટાવી શકાય છે. “વિભાવિલાસ'ના કર્તા જામનગરની સમૃદ્ધિ અને વર્ધમાન તથા રાજસિંહશાહની સંપત્તિ વિશે વર્ણવે છે–
વધિયા ઘણુ વેપાર અને સહકાર અપાર, રાજસિંહ વર્ધમાન ધજજ કોટિ ધન ધારહ. જલદધ ફેંક જિહાજ દેશ પરદેશ જાવે;
ચીજ વિલતી ચાવ લાખ ભર ભર કર લાવે. ૧૮૭૪. એ પછી ભૂચરમોરીનું ખૂનખાર યુદ્ધ ખેલાયું. શરણે આવેલા મુઝફફરને બચાવવા જતાં ક્ષાત્રટેક ખાતર જામ સતાજીએ રાજ્ય ખાયું. જામનગરનું ઈસ્લામાબાદ નામ રાખવામાં આવ્યું તથા સતાજીને દિલ્હી જવું પડયું. અકબરના સેનાપતિ અઝીઝ કાકાએ ત્યાં સુબો નીમી ખંડણુની શરતે કબુલાવી. જામનગર છિન્ન-ભિન્ન થઈ ગયું. “વિભાવિલાસ માં જણાવ્યું છે કે સતાજી પૈસા વિના દ:ખી થઈ ખંભાલિયા ચાલ્યા ગયા. તેમના કુંવર જશાજીએ આ સ્થિતિમાં જબરદસ્તીથી ગાદીએ બેસી સર્વ અમલદારોને બોલાવીને કહ્યું કે તમે હોવા છતાં જામ નાણાંભીડ કેમ સહે ?. તમારા જેવા હજારો કારભારીઓ જેની પાસે હોય તેને પૈસાનું દુઃખ કેમ રહે ? એમ કહી મંત્રી વર્ધમાન પાસેથી નવલાખ કરી અને બીજા પાસેથી યથાયોગ્ય રકમ લઈ અડધે કરડ કોરીઓ ભેગી કરી પછી જસાજીએ જામને ખંભાલિયાથી જામનગર તેડાવ્યા અને બાપ-દિકરો આનંદથી રાજ કરવા લાગ્યા
ઊંચરે બેલ જશવંત એહ, સત્રસાલ જામ કર્યો દુઃખ સહેહ ? કહ તુંહ જસા કામોદકાર, હું ખડા પાસ હાજર હજાર. વૃદ્ધમાન શાહ દેશહ દિવાન, ને લાખ લહી ઈનપે નિદાન;
દશ પંચશત સહ કામદાર, સબ એક એક લીના સંભાર. ૧૮૭૫. ઉપર્યુક્ત પ્રમાણુ દ્વારા જણાય છે કે વર્ધમાનશાહે સ્વેચ્છાએ રાજાને નવલાખ કેરી સમર્પિત કરી રાજ્ય પ્રત્યેનું ઋણ અદા કર્યું. પરંતુ પાછળથી સં. ૧૬૮૦માં જશાજીને દુધમાં ઝેર આપીને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com