________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦ મારી નાખવામાં આવેલા. વિરોધીઓના પયંત્રને ભેગ બને તે પહેલાં જ જશાજીના પ્રીતિપાત્ર મંત્રીઓ નવાનગર છડી ભદ્રાવતીમાં ચાલ્યા ગયા હશે એ વાત સંગતપ્રતીત જણાય છે.
૧૮૭૬. સ. ૧૯૮૨ માં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહને તેમણે શેત્રના મહાકાલી દેવીએ સંકટ સમયે કરેલી સહાય વિશે જણાવતાં, તેઓ સકુટુંબ પાવાગઢ યાત્રાર્થે ગયા અને ત્યાં તીર્થોદ્ધાર કર્યો.
૧૮૭૭. આચાર્યના ઉપદેશથી બન્નેએ નવ નવ હજાર કોરી ખરચીને અરિષ્ટ રનની શ્રી નેમિનાથ પ્રભુની અને માણિક્ય રત્નની શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમાઓ ભરાવી. એમની પત્નીઓએ દસ દસ હજાર કરી ખરચીને અનુક્રમે નીલમ રત્નની શ્રી પાર્શ્વનાથ પ્રભુની અને શ્રી મલીનાથ પ્રભુની પ્રતિમાઓ કરાવી. તેમણે બબ્બે લાખ કરીને ખરચે નવપદજી અને જ્ઞાનપંચમીનું ઉજમણું પણ કર્યું.
૧૮૭૮. કયાણસાગરસૂરિના ઉપદેશથી બને બાંધવોએ સાત લાખ કોરી ખરચીને સાધમીઓનો ઉદ્ધાર કર્યો તથા ભદ્રાવતી તીથનો દોઢ લાખ છે? ખરચીને જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર બાદ તેઓ સૌ કુટુંબ સાથે તીર્થયાત્રા માટે નીકળ્યા. ગિરનાર, તારંગા, આબુ, સમેતશિખર, વૈભારગિરિ, ચંપાપુરી, પાવાપુરી, કાલિંદી, રાજગૃહી, વારાણસી, હસ્તીનાપુર, શત્રુંજય ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સર્વ મળી ૧૫૦૦૦૦૦ કેરી ખરચી જીર્ણોદ્ધાર, ધ્વજારેપણુદિ કાર્યો કર્યા. બે વર્ષ બાદ તેઓ સૌ ભદ્રાવતીમાં પાછા આવ્યાં.
૧૮૭૯. તેમણે જામનગરમાં બંધાવેલા જિનાલયનું થોડું કામ અપૂર્ણ રહ્યું હતું તે પૂર્ણ કરાવવા બંધુ ચાંપસિંહ શાહને બે લાખ કોરી મોકલાવી, પરંતુ ભાવિભાવના યોગથી તે કાર્ય પૂર્ણ થયું નહીં. ત્યાંના જિનાલયના નિભાવાર્થે તેમણે નવ વાડીઓ, ચાર ક્ષેત્રો તથા દુકાનની શ્રેણી અર્પણ કરી.
૧૮૯૦. સં. ૧૬૮૫ માં વર્ધમાનશાહે કલ્યાણસાગરસૂરિને ભદ્રાવતીમાં તેડાવ્યા. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સંઘના આગ્રહથી ગુએ અમરસાગરસૂરિજીને આચાર્ય પદ-રિથતિ કર્યા. આ વિધાન સંશોધનીય છે. અમરસાગરજીને સં. ૧૭૧૫ માં ખંભાતમાં એ પદ પ્રાપ્ત થયું હતું. ગુસ્ના ઉપદેશથી વર્ધમાનશાહે સાધમી એના ઉદારાર્થે બે લાખ કોરી ખરચી.
૧૮૮૧. સં. ૧૬૮૬ ના શ્રાવણ સુદી ૨ ના દિને કમલાદેવી તથા સં. ૧૬૮૭ ના આસો સુદી ૧૫ ના દિને નવરંગદે શુભગતિ પામ્યાં. તેમના કારજમાં બન્ને ભાઈઓએ એંસી હજાર કરી ખરચી નવ જ્ઞાતિને પકવાન ભોજન કરાવ્યું. એ પછી સં. ૧૬૮૮ માં વર્ધમાનશાહ પણ ભદ્રાવતીમાં મૃત્યુ પામ્યા. કચ્છમાં એમના મૃત્યુથી રાજ્ય બે દિવસનો શોક પાળે. ૧૭ મા દિવસે પદ્ધસિંહશાહે કચ્છહાલારના સર્વ લોકોને પકવાન્ન ભોજન કરાવ્યું અને કારજમાં બાર લાખ કોરી ખરચી. વડિલબંધુની અગ્નિદાહની ભૂમિ પર તેમણે ત્રણ લાખ કોરી ખરચી એક વાવ તથા છત્રી આકારની દેરી બ ધાવીને તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનાં ચરણોની સ્થાપના કરી.
૧૮૮૨. એ પછી કુટુંબમાં કલેશ જોઈ પદ્વસિંહશાહે ખેદપૂર્વક સૌને પિતાનો ભાગ આપી છૂટા કર્યા. તેમના પુત્રો માંડવીમાં તથા વર્ધમાનના પુત્રો મામાના તેડાવ્યાયી ભૂજમાં વસ્યા. સં. ૧૬૮૭ માં ભયંકર દુષ્કાળ પડયો. સં. ૧૬ ૮૯ માં મરકી, વાયુ તથા જલપ્રલયના કેપથી ભદ્રાવતી ઉજજડ થઈ સં. ૧૬૯૪ ના પોષ સુદી ૧૦ ના દિને પદ્મસિંહશાહે પણ નશ્વર દેહ ત્ય. મીઠડિયા મુહણસિંહ શાહ
૧૮૮૩. અંચલગરછીય શ્રાવકોમાં મીઠડિયા વહેરા મુહણસિંહનું નામ પણ ઉલ્લેખનીય છે, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com