________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૨૩. તત્કાલીન રાજકીય તવારીખ ગ્રંથમાંથી શોધી કાઢવાનું વિધાનને સૂચન કર્યું, એ વાતને આજે લગભગ અર્ધ શતાબ્દી થઈ ગઈ. છતાં ઈતિહાસાએ એ બાબત પર વિશેષ અન્વેષણ કર્યું જણાતું નથી. પરિણામે, જૈન વણિક મુસદ્દીઓએ મોગલ સમ્રાટેના રાજ્યશાસનમાં કે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો તેમજ અસાધારણ પ્રભાવ વર્તાવ્યો હતો એ સંબંધક એક ઉજળું પૃટ અંધકાર દશામાં જ બહુધા ૨છું. આ દુ:ખદ બીના જ ગણાય. અહીં કુંવરપાલ- સેનપાલના ઉચતર રાજકીય સ્થાનને દર્શાવતાં કેટલાંક ઐતિહાસિક પ્રમાણો પર સમીક્ષા કરવી અભીષ્ઠ છે.
૧૮૦૦. અંચલગચ્છની પટ્ટાવલીમાં મંત્રીના પિતા સાભદાસને શહેનશાહ અકબરના પ્રીતિ પત્ર કહ્યા છે. (તત્ર અવીવ વારાહ્ય માત્ર સ્ટોઢાનોત્રીય સમુદ્રવ મારા ધનિક એ રતિ ) કુંવરપાલ–સોનપાલને એ પટ્ટાવલીમાં જહાંગીરના તહેસીલદાર કહ્યા છે. (તા केनचित् खलेन प्रेरितः स पतिशाह स्तत्र कुरपाल-सोनपालाभिघ निज तेहेसिलदाराभ्यां નિમતિ તેં પૂર્વોત્તી નિનgrણા નિફ્ટ.) અંચલગચ્છનાં પટ્ટાવલી-સાહિત્યમાં આ વિષયક અનેક મહત્વપૂર્ણ ઉલ્લેખો મળી રહે છે. આ વિશે આગળ પણ કેટલાંક પ્રસંગે નાંધી ગયા છીએ. અમરસાગરસૂરિ કૃત “વર્ધમાન-પસિંહ શ્રેષ્ઠી ચરિત્ર'ની પ્રશસ્તિમાં મંત્રી વિશે વિસ્તારથી કહેવાયું છે.
૧૮૦૧. એમણે આગરામાં બંધાવેલાં બન્ને જિનાલયને તોડી પાડવાનો હૂકમ જહાંગીરે ધમધ મુસલમાનોના ચડાવ્યાંથી કાઢેલે, પરંતુ એ પછી આચાર્ય કલ્યાણસાગરસૂરિના પ્રભાવથી ચમત્કૃત થઈને સમ્રાટે એ હુકમ પાછો ખેંચી લીધેલ ઈત્યાદિ વિશે પટ્ટાવલીમાં ચમત્કારિક પ્રસંગેનું વિસ્તૃત વર્ણને પણ છે. મેઘમુનિ રચિત “સાહ રાજસી રાસ' (રચના સં. ૧૬૯૦)માં પણ આચાર્ય કલ્યાણસાગરસૂરિને “બાદશાહ સલેમ–જહાંગીર માન્ય' કહ્યા છે, તે પ્રાય: ઉક્ત પ્રસંગ પછી જ હશે. મેગલ શાસકોએ તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોની જેમ અંચલગચ્છના આચાર્યોને પણ પિતાની પાર્ષદામાં સત્કાર્યા હતા, એમ આ ધારા સૂચિત થાય છે.
૧૮૦૨. અનુકૃતિ કહે છે કે એ વખતે જહાંગીરને કહેવામાં આવ્યું કસેવડોને મૂર્તિમાં બનાવાઈ & ઓર હજરકે નામક અ ને તકે પૈર કે નિચે લિખા દિયા હૈ.” આ સાંભળી સમ્રાટ ક્રોધે ભરાયો, પરંતુ એ પછી સમ્રાટનું નામ મૂતિઓના મતક ભાગમાં લખાવીને એનો ગુસ્સો શાંત કરવામાં આવેલે. જુએ–બાબુ પૂરણચંદ નાહર દ્વારા સંપાદિત “જેન લેખ-સંગ્રહ' દિ. ખંડ, લેખાંક ૧૫૭૮.
૧૮૦ ૩. સં. ૧૬૫૬ના પોષ સુદી ને ગુરુવારે “આચાર દિનકર' નામના ગ્રંથની એક પ્રત સંઘપતિ બંધુઓના પિતા વભદાસના શ્રેયાર્થે લખાવીને અંચલગચ્છનાયક આચાર્ય ધર્મમતિમરિની વિદ્યમાનતામાં એમના પટ્ટશિષ્ય આચાર્ય કલ્યાણસાગરસૂરિને વહોરાવવામાં આવી. એ પ્રતની પુપિકામાં પણ કુંવરપાલ–સોનપાલને “ભૂપાલ માન્ય' કહેવામાં આવ્યા છે. જુઓ– तजाया राजश्री स्तदंगजो धर्मवान जनि धन्यः ।।
संघमुख्योऽस्ति साधुः श्रीमच्छी ऋषभदासाख्यः ॥ तत्पत्नी रेखश्री स्तदंगजः कुरुपाल नामस्ति ।
अपरश्च सोनपाल आदयौ भूपाल मान्यौ ॥
–“પ્રશસ્તિ સંગ્રહ, પૃ. ૧૫૬; જેને સાહિત્ય પ્રદર્શન. ૧૮૦૪. સંઘપતિ બંધુઓ વિશે આ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. એ વખતે ભારતમાં સમ્રાટ અકબરની હકુમત હતી. સં. ૧૬૫૬માં પણ કવરપાલ અને સેનપાલ રાજકીય ક્ષેત્રે અપૂર્વ લાગવગ ધરાવતા હતા એમ ઉક્ત પુલ્પિકાના ઉલ્લેખ દ્વારા સુચિત થાય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com