________________
૪૨૮
અંચલગચ્છ દિગ્દર્શન ૧૮૨૫. “ભરતક્ષેત્રના ૨પા આર્યદેશમાં હાલાર દેશ પ્રસિદ્ધ છે, જેનાં અશ્વરને પ્રસિદ્ધ હોય છે તેમજ કૃષ્ણનું નિવાસસ્થાન દારામતીતીર્થ પણ ત્યાં અવસ્થિત છે. એ હાલાર દેશના નવાનગર નામક સુંદર નગરમાં જામ સત્તા નરેશ્વર હતા જેઓ ઘણુ ન્યાયવાન અને ધર્મનિટ હતા. એમના પુત્રનું નામ જસરાજ હતું. એ સમૃદ્ધ નગરમાં મેટા મેટા શાદુકા વસતા હતા અને સમુદ્ર તટને ભારે મોટો વ્યાપાર હતો. અનેક પ્રકારનાં ફળ, મેવા, ધાતુ અને ઝવેરાતની આવક થતી હતી. નગરલેક સુખી હતા. જામસાહેબના રાજ્યમાં બકરી અને સિંહ એક સાથે રહેતા હતાં. અહીં દંડ માત્ર પ્રાસાદ પર, ઉન્માદ હાથીઓમાં, બંધન વેણીનાં ફૂલમાં, ચંચલતા સ્ત્રી અને ઘોડાઓમાં, કેદખાના નારી કુચોમાં, હાર શબ્દ પાસાઓની રમતમાં, લેભ દીપકમાં, સાલ પલંગમાં, નિનેહીપણું જળમાં, ચોરી મનને
રાવવામાં, શોર નૃત્ય-સંગીતાદિ ઉત્સવમાં, વાંકાપણું વાંસમાં અને શંકા લજજામાં જ જોવા મળતી હતી. એ પ્રધાન બંદર હતું. વ્યાપારીઓનું મુખ્ય કેન્દ્ર હતું. ૮૪ જ્ઞાતિઓમાં પ્રધાન સરંશ સૂર્યની જેમ છે, જેના અંગારરૂપ રાજસી શાહનો વંશ ચોગમ પ્રસરેલે હતો.'
૧૮૨. “ગુણોથી ભરપૂર એક એકથી ચઢિયાના ચોર્યાસી ગ૭ છે. ભગવાન મહાવીરની પટ્ટપરંપરામાં ગંગાજલની જેમ પવિત્ર અંચલગચ્છ–નાયક ધર્મમૂર્તિસૂરિ નામક યશસ્વી આચાર્યના ધર્મ ધુરંધર શ્રાવકવર્ય રાજસી તેમજ તેના પરિવારને વિસ્તૃત પરિચય આપવામાં આવે છે.”
૧૮૨૭ “મહાજનમાં પુણવાન અને શ્રીમન્ત ભોજાશાહ થયા જે નાગડા ગોત્રીય હોવા છતાં પહેલાં પારકર નિવાસી હોવાના કારણે પારકરા પણ કહેવાતા હતા. નવાનગરને વ્યાપારનું કેન્દ્ર જાણીને શાહ ભોજાએ અહીં વ્યાપારની પેઢી નાખી. નમસાહેબે એમને બેલાવીને સત્કૃત કર્યા અને ત્યાં વસી રહેવા માટે ઉત્તમ સ્થાન આપ્યું. સ. ૧૫૯૬ માં શુભ મુહૂર્તે શાહ ભોજા સપરિવાર આવી અહીં રહેવા લાગ્યા. શેઠ પુણ્યવાન અને દાતા હોવાથી એમનું ભોજનામ સાર્થક હતું. એમની પત્ની ભોજલદેની કુક્ષિથી પાંચ પુત્રો થયા, જેમનાં ખેતર, જઈતરણી, તેજસી, જગસી, અને રતનસી નામ હતાં. સં. ૧૬ ૩૧-૩૨ માં દુષ્કાળના સમયમાં જઈસીએ દાનશાળાઓ ખોલી મુભિક્ષ કર્યું. ત્રીજા પુત્ર તેજસી ઘણું પુણ્યવાન, સુંદર અને તેજસ્વી હતા. એમને બે પત્નીઓ હતી. પ્રથમ તેજલદેથી ચાંપસી થયા, જેમની સ્ત્રી ચાંપલદેની કુક્ષિથી નેતા, ધાર, અને મૂલજી નામક ત્રણ પુત્રો થયા. દ્વિતીય સ્ત્રી વઈજલદે ઘણી ગુણવતી, ધર્મિષ્ઠા અને પતિપરાયણ હતી. એની કુક્ષિથી સં. ૧૬૨૪ ના માગશર વદિ ૧૧ ને દિવસે શુભ લક્ષણયુક્ત પુત્રરત્ન જન્મે. જ્યોતિષીઓએ જન્મ-લગ્ન જોઈને કહ્યું કે આ બાળક જગતને પ્રતિપાલક થશે. એનું નામ રાજસી રાખવામાં આવ્યું, જે ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો. તેણે પિશાળમાં ભાતૃકાક્ષર, ચાણક્યનીતિ, નાગાલેખા શિખ્યા પછી ધર્મશાસ્ત્રને અભ્યાસ કર્યો. યોગ્ય વયસ્ક થતાં સજલદે નામક ગુણવતી કન્યા સાથે તેનો વિવાહ થયો. સજલદેથી રામ નામક પુત્ર થશે. જેને પુત્ર તથા કાનબાઈ પુત્રી થયાં. સરીઆઈ નામક દિનીય ભાર્યાથી માનસિંહ નામનો પુત્ર થયો.”
૧૮૨૮. “રાજસીની દિનીય ભાર્યા સરૂપદેવીથી લાાં, પાંચી તેમજ ધરમી નામક ત્રણ પુત્રીઓ થઈ તૃતીય સ્ત્રી રાણબાઈ પણ મહા ઉદાર અને પ્રતિવ્રતા હતી. તેજસીશાહના તૃતીય પુત્ર નેણુસીશાહ થયા, જેમને તિરંગદે અને મોહણ નામક બે ભાર્યાઓ હતી. તેજસશાહે પુણ્યકાર્યો કરતાં ઈહલીલા સમાપ્ત કરી. રાજસીના અનુજ નેણસીના માં અને કર્મસી નામક દાનવીર પુત્રદ્રય થયા.”
૧૮૨૯. સં. ૧૬૬૦ માં ધર્મમૂર્તિસૂરિ નવાનગર પધાર્યા. શ્રાવક સમુદાયની સાથે જામનરેશ્વર પણ વંદનાર્થે પધાર્યો. સૂરિએ ધર્મોપદેશ દેતાં ભરત ચક્રવર્તીએ શત્રુંજયનો સંઘ કાઢીને પ્રાપ્ત કરેલાં સંઘપતિ પદ અંગેનું વર્ણન કર્યું. રાજસીશાહે શત્રુન્યને સંધ કાઢવાની ઈચ્છા પ્રકટ કરી. સં. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com