________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦૧ ૧૮૩૭. “કવિ હર્ષસાગર હંસવાહિની સરસ્વતી તેમજ શંખેશ્વર તથા ગોડી પાર્શ્વનાથને નમસ્કાર કરીને નાગડા શાહ રાજસીના રાસને પ્રારંભ કરે છે. ભરતખંડમાં સુંદર અને વિશાલ નાગનયર નામક નગર છે જ્યાં યદુવંશીઓનું રાજ્ય છે. રાઉલ જામના વંશજ વીભાજી, સત્તાછ, જસેજી જામ થયા, જેમના પાટ પર લાખેસર જામ રાજ્ય કરે છે. એમનાં રાજ્યમાં પ્રજા સુખી છે. મંદિર, જળાશય અને બાગબગીચાઓનું બાહુલ્ય છે. ચૌમુખ દહેરી જિનાલય, નાગેશ્વર, શિવાલય હનુમાન, ગણેશ આદિનાં મંદિર છે. જામ લખપતિની પ્રિયા કૃષ્ણ વતી અને પુત્ર રણમલ અને રાયસિંહ છે. રાજાના થારગિર અને વસંતવિલાસ બાગમાં અનેક પ્રકારનાં ફલાદિતા 9 ફૂલ્યા-ફાલ્યાં છે. મોટા મોટા વ્યાપારી લખપતિ અને કરોડપતિ નિવાસ કરે છે. નગરમાં શ્રીમાલી અધિક છે. એક હજાર ઘર શ્રાવકનાં છે, છો પાંચ ઘર ઓશવાળોનાં છે. નગરશેઠ સવજી છે, એમના ભાઈ નેણસી છે. અહીં નાગવંશને માટે વિસ્તાર છે, જેનું વર્ણન કરવામાં આવે છે.
૧૮૩૮. “અમરકોટના રાજા નાગડ મેહણના કુલમાં ઊદ્દલ-જાહલ–સધીર-સૂટા-સમરથ-નરસંગસકાજૂ-વીરપાલ-કધોધર–હીરપાલ–અને ક્રમશઃ ભેજ થયા. ભોજના તેજસી અને તેના પુત્ર રાજસી– રાજડ કુલમાં દીપક સમાન યશસ્વી થયા. ધર્મકાર્યોમાં જગસી, જાવડ, જગ, ભામા, રામ, કંરપાલ, આસકરણ, જ, ટોડરમલ, ભાલ, કર્મચંદ, વસ્તુપાલ અને વિમલશાહની જેમ સુતકારી થયા.”
૧૮૩૯. “નાગડ શાહ રાજસીના ભાઈ નેણસી તથા નેતા, ધારા, મૂલા આદિ તથા મૂલાના પુત્ર હીરજી, હરજી, વીરજી અને રાજા હતા. રતનસીના પુત્ર અમરા અને તેને સવસી અને સમરસી હતા. મંગલ પણ મતિવાન હતા. ધનરાજના પિોમસી અને જેઠાના પુત્ર મોહસી થયા. શાહ તલાના ખીમસી, ગોધુ થયા. આભાના પુત્ર હાથી, વિદ્યાધર, અને રણમલ હતા. ઠાકરસી અને ભાખરસી પણ પુણ્યવાન હતા. આ કુટુંબમાં શાહ રાજસી પ્રધાન હતા, ભાઈ નેણસી અને પુત્ર રામા તથા સોમકરણ મહામના થયા. નેણસીના પુત્ર કર્મસી થયા. એ બધા વંશદીપકે એ પરામર્શ કરી જોષી માધવને બોલાવ્યા અને જિનાલય માટે ઉત્તમ મુહૂર્ત અંગે પૂછયું.”
૧૮૪૦. “ભોજાના પાંચ પુત્રોમાં ચતુર્થ તેજસી થયા. એમણે પછી સં. ૧૯૨૪માં નૌતનપુરમાં શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ નિર્માણ કરાવ્યો હતો. હવે વિશાળ મંદિર બનાવવા માટે વિચાર કર્યો તો ચાંપાના પુત્ર મૂલસીશાહે કેટલેક હિસ્સો આપો. વીજલદેના પુત્ર રાજસી અને સ્વરૂપદેનંદન રામસીએ જિનાલયને નિશ્ચય કર્યો, સરિયાદેન ભર્તાર મનમાં અત્યંત ઉત્સાહવાન છે. એ બન્ને ભાઈ તેમજ રામસી તથા મૂલા રાઉલ શત્રુશલ્યના નંદન જામ જસવંત પાસે જઈને આજ્ઞા માગી કે અમને નલિની-વિમાન સદશ જિનાલય નિર્માણ કરવાની આજ્ઞા આપ ! રાજાશા પ્રાપ્ત કરી તેઓ સાનંદ ઘેર આવ્યા અને ગજજર જશવંત મેધાને બોલાવીને જિનાલયને યોગ્ય ભૂમિની ગવેષણ કરી અને સારું સ્થાન જોઈને જિનાલયના મંડાણને પ્રારંભ કર્યો.'
૧૮૪૧. “રાજાના મનમાં મોટો ઉમંગ હતો. એણે વિમલ, ભરત, સમરા, જિયેન્ટલ, નવડ, બાહડ અને વસ્તુપાલના શત્રુંજોદ્ધારની જેમ નાગારમાં ચાલય કરાવ્યું. સં. ૧૬૭ર માં એના મંડાણને પ્રારંભ કર્યો. વાસ્તુક જશવંત મેઘાએ અષ્ટમીને દિવસે શુભ મુહમાં ૯૯ ગજ લાંબા અને ૩૫ ગજ પહોળા વિશાલ જિનાલયનો પાયો નાખ્યો. પહેલે થર કુંજાને, બીજો કિલસુ, ત્રીજો કિવાસ, ચોથો માંકી, પાંચમો ગજડબંધ, છઠ્ઠો દેઢિયા, સાતમો સ્તર ભરણી, આઠમો સરાવટ, નવો માલાગિર, દસમો સ્તર છીજજા, અગિયારમો છેપાર અને તેના ઉપર કુંભવિસ્તાર કરવામાં આવ્યો. પ્રથમ બીજા જામિસ્તર કરીને તેના પર શિલાશંગ બનાવ્યાં, મહેન્દ્ર નામક ચૌમુખ શિખરના ૬૦૯ થંગ અને ૫ર જિનાલયનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com