________________
શ્રી કલ્યાણસાગરસૂરિ માં લઘુ બ્રાત નેણુસી તથા એમના પુત્ર સમા, કર્મસી તથા નેતા, ધારા, મૂલછ-ત્રણે બ્રાતૃપુત્રો તથા વપુત્ર રામસી આદિ સાથે પ્રયાણ કર્યું. સંઘનાયક વર્ધમાન તથા પદ્મસિંહ હતા. સંઘને એકત્રિત કરી શત્રજય ભણી પ્રયાણ કર્યું. હાલાર, સિંધ, સોરઠ, કર, મધુર, માલવ, આગરા તથા ગુજરાતના યાત્રિકગણોની સાથે ચાલ્યા. હાથી, ઘેડા, ઊંટ, રથ, સૈજવા પર સવાર થઈને તથા કેટલાક યાત્રિક પગે ચાલતા હતા. નવાનગર અને શત્રુંજયને માર્ગમાં ગન્ધર્વો દારા જિનગુણ સ્તવના કરતો તથા ભાટે દ્વારા બિન્દાવલી વખાણતો સંઘ શત્રુંજયે આવી પહોંચ્યો. નાના ફૂલ, મોતી તથા રત્નાદિથી ગિરિરાજને વધાવવામાં આવ્યું. રાયણવૃક્ષોને નીચે રાજસી શાહને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું. સંઘવી રાજસીશાહે ત્યાં સામાવલ તથા લહાણાદિ કરી પ્રચુર ધનરાશિ વ્યય કરી. કુશળ શત્રુજ્ય યાત્રા કરી સંઘ સહિત નવાનગર પધાર્યા. સામૈયામાં ઘણું લેકે આવ્યા અને હરિણાલિઓએ તેમને વધાવ્યા.”
૧૮૩૦. “શત્રુંજય મહાતીર્થની યાત્રાથી રાજસી અને નેણના માથે સફળ થયા. તેઓ પ્રતિ સંવત્સરીના પારણના દિવસે સ્વામીવાત્સલ્ય કરતા અને શ્રીફળ, સુખડી આદિ વહેચતા. જામ નરેશ્વરને માન્ય રાજસી શાપુની પુણ્ય-કલા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિગત થવા લાગી. એકવાર એમના મનમાં વિચાર આવ્યો કે મહારાજા સંપ્રનિ, મંત્રીધર વિલ અને વસ્તુપાલ-તેજપાલ આદિ મહાપુરુષોએ જિનાલય નિર્માણ કરાવી ધર્મસ્થાને સ્થાપિત કર્યા અને પોતાની કતિ પણ ચિર સ્થાયી કરી. જિનેશ્વરના શ્રીમુખથી આ કાર્ય દ્વારા મહાફની નિષ્પત્તિ દર્શાવાઈ છે, એટલે આ કાર્ય માટે પણ કરવું જોઈએ. એમણે પોતાના અનુજ નેણસીની સાથે એકાંતમાં સલાહ કરીને નેતા, ધારા, મૂલરાજ, સમા, કર્મસી આદિ પિતાના કુટુંબીઓની અનુમતિથી જિનાલય નિર્માણ કરવાનું નિશ્ચિત કરી જામ નરેશ્વર સમક્ષ પોતાની મનોરથ નિવેદિત કર્યો. જામ નરેશ્વરે પ્રમુદિત થઈ શેઠના આ કાર્યની પ્રશંસા કરીને મનપસંદ ભૂમિ પર કાર્ય પ્રારંભ કરી દેવાની આજ્ઞા આપી. સંઘપતિએ રાજાના શિરોધાર્ય કરી તત્કાલ ભૂમિ ખરીદ કરી. વાસ્તુવિદોને બોલાવી સં. ૧૬૬૮ અક્ષય તૃતીયાને દિવસે શુભ લગ્નમાં જિનાલયનું ખાતમુહૂર્ત કરાવ્યું.'
૧૮૩૧. “સંઘપતિએ ઉજજવળ પાષાણ મંગાવીને કુશળ શિલ્પીઓ દ્વારા સુઘટિત કરાવી જિનભવન નિર્માણ કરાવ્યું. મૂલનાયકના ઉત્તગ શિખર પર ચૌમુખ વિહાર બતાવ્યો. મોટા મોટા સ્તંભ પર રંભાની જેમ નાટક કરતી પુનલિકાઓ બનાવી. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં શિખરબદ્ધ દહેરાં કરાવ્યાં. પશ્ચિમ તરફ ચઢતાં ત્રણ ચૌમુખ કરાવ્યાં. આ શિખરબદ્ધ બાવન જિનાલય ગઢની જેમ શોભાયમાન બન્યાં. પૂર્વ દ્વારની તરફ પ્રાસાદ થયો. ઉત્તર દક્ષિણ દ્વાર પર બહારનાં દહેશો બનાવ્યાં. સં. ૧૯૬૯ અક્ષય તૃતીયાના શુભ દિવસે શુભ મુર્તમાં સમસ્ત નગરને ભજનાર્થે નિમંત્રણ કરવામાં આવ્યું. લાડુ, જલેબી, કંસાર, આદિ પકવાન્ન દ્વારા ભકિત કરી. સ્વયં જામ નરેશ્વર પણ પધાર્યા. વર્ધમાન-પાસિંહ શાહના પુત્રો વીજપાલ અને શ્રીપાલ મહાજનોને સાથે લઈને આવ્યા. ભજનાનંતર બધા લોકોને સોપારી, ઈલાયચી વગેરેથી સત્કૃત કર્યા.'
૧૮૩૨. “ આ જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ચૌમુખ દહેરીમાં સન્મુખ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ તેમજ અન્ય જિનેશ્વરોનાં ૩૦૦ બિંબ નિર્મિત થયાં. પ્રતિષ્ઠા કરવાના હેતુથી આચાર્યપ્રવર કલ્યાણસાગરસૂરિને પધારવા માટે શ્રાવકો વિનતિ કરવા આવ્યા. આચાર્ય અંચલગચ્છના નાયક તેમજ બાદશાહ સલેમ-જહાંગીરને માન્ય હતા. સં. ૧૬૭૫ માં તેઓ ન નગર પધાર્યા. દેશના શ્રવણુ કર્યા બાદ રાજસી શાહે પ્રતિષ્ઠા મુક્ત કરાવો અને વૈશાખ સુદી ૮ નો દિવસ નક્કી કરી તૈયારીઓનો પ્રારંભ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com