________________
શ્રી કલ્યાણસાગરસૂરિ ભાઈઓ અમદાવાદમાં રહેતા હોય અગર શત્રુંજય સંઘ લઈને આવ્યા હોય ત્યારે અમદાવાદમાં રહ્યા હેય એ વખતે એનપાલના પુત્ર રૂપચંદનું મૃત્યુ થયું હોય એમ સંભવે છે. રૂપચંદ પણ લડવૈયો હતો એમ જણાય છે. આ બાબતની વિગતવાર હકીકત માટે જુઓ-“ જેન સાહિત્ય સંશોધક” અં. ૩, ખંડ ૪થા માં રત્નમણિરાવ ભીમરાવને લેખ.
૧૮૧૭. “ ગૂજરાતનું પાટનગર અમદાવાદમાં જણાવવામાં આવ્યું છે કે “આ સુંદર પાળીઓ મ્યુઝિયમમાં મુકવા યોગ્ય છે, તેને બદલે આજે તે નિર્જન જગ્યાએ કુવા ઉપર જડેલો છે. આસપાસ લેક જાજરૂ બેસે છે. પહેલાં એના ઉપર ભવ્ય છત્રી હશે એવું અનુમાન થઈ શકે છે.” પારેખ લીલાધર
૧૮૧૮. અમદાવાદના ઓશવાળ, વડેરા શાખીય પારેખ જસૂનો પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિને ભક્ત હતો. તેણે એમના સદુપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા. તેની પત્ની સહિજા અને પુત્રી ધનબાઈ હતાં, જેના પઠનાર્થે “અવંતી સુકુમાલ રાસ ની પ્રત લખાઈ. જુઓ પુપિકાઃ “સંવત ૧૭૦૪ વર્ષે પિસ માસે શુકલ પક્ષે ચતુથી રવિ દિને લિખિતે શ્રી અંચલગચ્છ પરીખ જસૂ સુત પરીખ લીલાધર ભાય સહિંજા પુત્રી પરમધર્મિણે શ્રાવિકા ધનબાઈ પનાર્થ. શ્રીસ્તાત્ શ્રી અહમ્મદાવાદ મળે શ્રી:
૧૮૧૯. સં. ૧૬૯૦ માં આચાર્ય અમદાવાદમાં ચાતુર્માસ હતા તે વખતે લીલાધરે એમના ઉપદેશથી શ્રી વિરપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણની પ્રત સ્વર્ણાક્ષરે લખાવી, મેરૂતુંગરિકૃત પદાવલીની પ્રતો લખાવીને કલ્યાણસાગરસૂરિને વહરાવી.
૧૮૨૦. સં. ૧૭૧૨ માં લીલાધર સૂરિને અમદાવાદ ચાતુર્માસ કરાવ્યું અને એમના ઉપદેશથી ૪૦૦ માણસોના સંઘ સહિત તેણે શત્રુંજય તીર્થની યાત્રા કરી એમ પદાવલીમાં ઉલ્લેખ છે. ભટ્ટ દ્વારા લીલાધરના પૂર્વજો ધનજી અને મનજી નામના ભાઈ એ જે પાટણમાં કોકાના પાડામાં રહેતા હતા, તેમને વિશે જાણી શકાય છે. જુઓ “જેન ગોત્ર સંગ્રહ ', પૃ. ૩૨-૩.
૧૮૨૧. મુનિ સુરજી કૃત “લીલાધર રાસ' દ્વારા જણાવે છે કે સૌભાગ્યસાગરગણિના ઉપદેશથી તેણે શત્રુ જ્યનો સંઘ કાઢ્યો. અંચલગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ રાધનપુર હતા. અમદાવાદમાં ખાન કરીને સૂબો હતો, દિહીમાં અકબર બાદશાહ હતા. વાસ્તવમાં અકબરનાં રાજ્યત્વકાલમાં (સં. ૧૬૧૩-૬૨). કલ્યાણસાગરસૂરિ ગચ્છનાયકપદે નહોતા. સં. ૧૭૧૨ માં આ સંઘ નીકળ્યા હોય તો દિલ્હીની ગાદીએ શાહજહાં (સં. ૧૬ ૮૪–૧૭૧૫) હતો. જે અકબરના સમયમાં સંઘ નીકળ્યો હોય તો તે વખતે અમદાવાદને સૂબા, જેને રાસમાં ખાન કહ્યો છે તે ખાનખાના, સાહિબખાન કે શિહાબખાન હોય.
૧૮૨૨. શત્રુંજયથી ઉના, દેલવાડા, અજારા, વહાણથી કેડીનાર, માંગરોલ, પછી ગિરનાર-જૂનાગઢ (તે વખતે મિયાં સાલે દેશધર્યું હત), ત્યાંથી શંખેશ્વર પાર્શ્વનાથ, માંડલ, વીરમગામ થઈ સંઘ પુનઃ અમદાવાદમાં પહોંચ્યો. એ પછી વૃદ્ધ લીલાધર વા. સુખલાભ પાસે દીક્ષા લીધી. સં. ૧૭૧૫ ના ભાદ્રવા સુદી ૬ ને મંગળવારે લીલાધર સ્વર્ગસ્થ થયા.
૧૮૨૩. ત્યાર પછી લીલાધરના પુત્ર સં. ૧૭૨૧ ના માગશર સુદી ૫ ને મંગળવારે ગોડીજીને તીર્થ સંધ કાઢ્યો. તેનું વર્ણન પણ કવિ સુરજીએ ઉક્ત રાસમાં વણી લીધું છે. જુઓ–જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬–૯. રાજસીશાહનાં સુકૃત્ય - ૧૮૨૪. રાજસીશાહનાં સુકૃત્યોનું વર્ણન પ્રાચીન સાહિત્યમાંથી પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ બને છે. એમના પ્રશસ્ત કાર્યોનું વર્ણન મેઘમુનિવૃત “સાહ રાજસી રાસ માં નિમ્નત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com