________________
અંચલગચ્છ દિગ્દર્શન કર્યો. મધ્યમાં માણેક-સ્તંભ સ્થાપિત કરી મંડપની રચના કરવામાં આવી. ખાંડ ભરેલી થાળી અને મુદ્રિકા સાથે રાજસીશાહે સમસ્ત જેનોને લહાણ કરી. ચોર્યાસી જ્ઞાતિના બધા મહાજનને નિયંત્રિત કરી જમાડયા. અનેક પ્રકારના મિષ્ટાન, પકવાનાદિથી ભક્તિ કરવામાં આવી. ભોજનાનન્તર શ્રીફળ આપવામાં આવ્યા.'
૧૮૩૩. “ રમણીય અને ઊંચા પ્રતિષ્ઠા મંડપમાં કેસરના છાંટણ છાંટવામાં આવ્યાં. જલયાત્રા મહોત્સવાદિમાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યો. સારા નગરની દુકાને અને રાજમાર્ગોને સજાવવામાં આવ્યાં. તડકાથી બચવાને માટે તંબૂઓ તાણવામાં આવ્યા. વિવિધ ચિત્રાદિથી સુશોભિત નવાનગર દેવવિમાનની જેમ શોભતું હતું. રામસી, નેતા, ધારા, મૂલછ, સોમા, કર્મસી, વર્ધમાન સુત વિજપાલ, પદમસી સુત શ્રીપાલ આદિચતવિધ સંધની સાથે સંઘપતિ રાજસી શિરમૌર હતા. જલયાત્રા ઉત્સવમાં અનેક પ્રકારનાં વાજિંત્ર હાથી, ઘોડા, પાલખી ઈત્યાદિની સાથે ગુજારૂઢ ઈન્દ્રપદ ધારી શ્રાવકે અને ઈન્દ્રાણી બનેલી સુત્રાવિકાઓ મસ્તક પર પૂર્ણ કુંભ, શ્રીફલ અને પુષ્પમાલા રાખીને ચાલતા હતાં. કેટલીક સન્નારીઓ ગીત ગાતી હતી તો કેટલાક ભાટ લેકો બિરદાવલિઓ કહેતા હતા. વસ્ત્રદાન આદિ પ્રચુરતાથી કરવામાં આવતું હતું. જલયાત્રાદિ પછી કલ્યાણસાગરસૂરિએ જિનબિંબની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરી. શિખરબદ્ધ પ્રાસાદમાં શ્રી સંભવનાથ પ્રભુની સ્થાપના કરી. સનિકટ જ એક ઉપાશ્રય બનાવ્યા. ઈશ્વર દહેરું-રાજકોટ ઠાકોર વિભોજી દ્વારા, પાણીની પરબ તેમજ વિશ્રામસ્થાન કરવામાં આવ્યાં. સં. ૧૬૮૨ માં રાજસીશાહે ભૂલનાયક ચિયની પાસે ચૌમુખ વિહાર બનાવ્યો. રૂપસી વાસ્તુવિદ્યા વિશારદ હતા. આ શિખરબદ્ધ પ્રાસાદના તરણ, ગવાક્ષ, ચેરી ઈત્યાદિની કરણી અત્યંત સૂક્ષ્મ અને પ્રેક્ષણીય હતી. નાટય પુતલી કલામાં ઊર્વશીને પણ મહાત કરી દેતી હતી. જગતીમાં આમલસાર પંક્તિ, પગથિયાં, ઠાર, દિપાલ, ઘુમ્મટ આદિથી ચોમંજલ પ્રાસાદ સુશોભિત હતો. ચારે દિશાઓમાં ચાર પ્રાસાદ કૈલાસ શિખર જેવા લાગતા હતા. યથાસ્થાન બિંબસ્થાપનાદિ મહેસવ સંપન્ન થયો.”
૧૮૩૪. “સં. રાજસી શાહે શ્રી ગોડી પાર્શ્વનાથ યાત્રા સંઘ કાઢશે. નેતા, ધારા, મૂલરાજ, સમા, કર્મસી, રામસી આદિ ભાઈઓ રથ, ગાડી, ઘોડા, ઊંટ આદિ પર આરહણ કરી પ્રમુદિત ચિત્તથી શ્રી ગોડી પાર્શ્વનાથની યાત્રા કરી સકુશલ સંઘ નવાનગર પહોંચ્યો.”
૧૮૩૫. સં. ૧૬ ૮૭માં મહાદુષ્કાળ પડે. વૃષ્ટિનો સર્વથા અભાવ હોવાથી પૃથ્વીએ એક કણ પણ અનાજ આપ્યું નહિ. લૂંટ, ભૂખમર, હત્યાઓ, વિશ્વાસઘાત પરિવાર–ત્યાગ આદિ અનૈતિકતા અને પાપનું સામ્રાજ્ય સેગમ પથરાઈ ગયું. આવા વિકટ સમયમાં તેજસીના નંદન રાજસીએ દાનવીર જગQશાહની જેમ અન ક્ષેત્ર ખોલીને લોકોને જીવનદાન આપ્યું. આ પ્રમાણે દાન દેતાં સં. ૧૬૮૮ નું વર્ષ આવ્યું અને ઘર વર્ષથી સર્વત્ર સુકાળ થઈ ગયો. રાજશીશાહ નવાનગરના શ્રી શાંતિજિનાલયમાં સ્નાત્ર મહોત્સવાદિ પૂજાઓ સવિશેષ કરાવતા. હીરા-રત્ન જડિત આંગી તેમજ સત્તર ભેદી પૂજાઓ આદિ કરતા, યાચકોને દાન દેતા રાજસી શાહ સુખપૂર્વક કાલ નિર્ગમન કરવા લાગ્યા.”
૧૮૩૬. “મેઘ મુનિએ સં. ૧૬૯૦ના પિષ વદિ ૮ ને દિવસે રાજસી શાહનો આ રાસ રમે. ધર્મમૂર્તિસૂરિના પટ્ટધર આચાર્ય કલ્યાણસાગરસૂરિના શિષ્ય વાચક જ્ઞાનશેખરે નવાનગરમાં ચાતુર્માસ કર્યું. શ્રી શાંતિનાથ ભગવાન ઋદ્ધિ વૃદ્ધિ, સુખ સંપત્તિ મંગલમાલા વિસ્તાર કરે.” જુઓ. જૈ. સ. પ્ર. વર્ષ ૧૮ અંક ૮ માં ભંવરલાલજી નાહટાને લેખ: સાહ રાજસી રાસ સાર. લેખકે હર્ષ સાગર રચિત “રાજસી સાહ રાસ ’ને સાર પણ જૈ. સ. પ્ર. વર્ષ ૧૯, અંક ૭ માં આવે છે, જે નિમ્નકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com