________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૨૫ કહિ લખમણ લેતા, દુનીકું દિખાઈ દેખ લછિકે પ્રમાન જે, એસે લાહ લીજિયે. અન સંધપતિ કેઉ, સંધ જે કીયો ચાહે, કોરપાલ–સોનપાલક સે સંઘ કીજિયે. સબલ રાય બિભાર, નિબલ થાપના ચાર, બાધા રાઈ બંદિ છોર અરિ ઉર સાજ. અડેરાય અવહંગ, ખિતપતી રાયખંભ, મંત્રીરાય આરંભ, પ્રગટ ગુમ સાજ. કવિ કહિ રૂપ ભૂપ, રાઈન મુદ્રમનિ; ત્યાગી રાઈ તિલક, બિરદ ગજ બાજ. હયગય હેમ દાન, માંન નંદકી સમાન; હિંદુ સુરતાણ, સોનપાલ રેખરાજકો. સૈન બર આસન, પૈજપર પાસનકે; નિજ દલ રંજન, ભજન પર દલકો. મદમત વારે, વિકરારે, અતિ ભારે ભારે; કારે કારે બાદર, બાસવ સુજલકે. કવિ કહિ રૂ૫, નૃપ ભુપતિનિકે સિંગાર; અતિ વવાર અરાપતિ સમબલકે.
રેખરાજનંદ કોરપાલ–સોનપાલ ચંદ; હેતવંનિ દેત અને હાથિનિક હલકે. ૧૮૦૯. ઉપર્યુક્ત કાવ્યમાં કવિ રૂપે સંઘપતિ બંધુઓની ભારે પ્રશંસા કરી છે. વસ્તુપાલતેજપાલ વિગેરે અનેક પ્રતાપી પૂર્વ સાથે એમને સરખાવવામાં આવ્યા છે, તેમજ એમના કાર્યોને મુક્તકંઠે બિરદાવવામાં આવેલ છે. સોનપાલને તો કવિએ “હિંદુ સુરતાણ 'નું અત્યંત ઉરચ બિરુદ આપીને એમને સર્વોચ્ચ આસને બેસાડી દીધા છે ! આ બધી વાતોથી એટલું તે સ્પષ્ટ છે કે આ બન્ને બાંધવાનું રાજકીય સ્થાન ઘણું જ મોટું હોવું જોઈએ. છતાં એ બન્નેને ઉલ્લેખ જહાંગીરના રાજ્યશાસન વિષયક તવારીખ ગ્રંથોમાં કેમ લભ્ય નહીં હોય ? આ પ્રશ્ન ખરેખર, સમસ્યા રૂપ બની ગયો છે.
૧૮૧૦. એને ખુલાસો સાક્ષર રત્નમણિરાવ ભીમરાવના વક્તવ્યમાંથી આ પ્રમાણે મળે છે. * જહાંગીરના સમયનો ઈતિહાસ જોતાં આ નામ સ્પષ્ટ રીતે મળતાં નથી. પરંતુ એમાં કુવરદાસ અને સંદરદાસ નામના બે ભાઈઓએ ભજવેલા ભાગનું સારું વર્ણન છે. સુંદરદાસને જહાંગીરે “રાજા વિક્રમજિત અને ઈદ્રકાબ આપેલો તે હિન્દી કાવ્યના “હિંદુ સુરતાણ” સાથે બંધબેસે છે. જહાંગીર અને શાહજહાંને એ જમણે હાથ હતો. મીરાતે અહમદીમાં પણ એમના ઉલ્લેખ છે અને એ બન્નેએ વારા- . ફરતી ગુજરાતની દીવાની કરી હતી એમ સમજાય છે. શાહજહાંએ જહાંગીર સામે બળવો કર્યો ત્યારે સંદરદાસે શાહજહાં તરફથી મુખ્ય ભાગ લીધો હતો અને એમાં છેવટે એનું મરણ થયું હતું. જહાંગીર પોતે લખે છે કે સુંદરદાસના ચઢાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો. આ બન્ને ભાઈઓ તે જ કુરપાલનપાલ એમ એસ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ એમનાં વર્ણન તો મળતાં આવે છે, અને એ સિવાય જહાંગીરના સમયમાં બીજા ભાઈ એ એવી સત્તાવાળા જડતા નથી. જહાંગીરે એમને ક્ષત્રિય કહે છે એ વાંધે આવે છે ખરો, પણ એ સમયમાં ઘણા ક્ષત્રિયે ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થતા એ ભૂલવાનું નથી. સુંદરદાસ–રાજા વિક્રમાજિતે ગૂજરાતમાં જીવહિંસા અટકાવવા પ્રયત્ન કર્યો હતો એમ એક પરદેશી મુસાફર લખે છે, એ ધ્યાનમાં લેવા જેવું છે.' જુઓ–“ગૂજરાતનું પાટનગર અમદાવાદ.” પૃ. ૬૬૯.
૧૮૧૧. અમદાવાદમાં જહાંગીરના સમયમાં આઠ સૂબાઓ થયા. શારજહાં પણ એમને એક હતો. તે પોતાના નાયબ સુબા તરીકે રૂસ્તમખાનને અમદાવાદમાં મૂકી ઉજજૈન જઈને રહ્યો. રૂસ્તમખાનને પોતાની પાસે બોલાવી લીધા પછી શાહજહાંએ રાજ વિક્રમાજિત સુંદરદાસને તેની જગ્યાએ નિમ્યો. શાહજહાંએ સૂબા તરીકે અમદાવાદમાં બહુ વખત નિવાસ કર્યો હોય એમ જણાતું નથી. નાયબ સુબા
૫૪.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com