________________
૪૨૧
શ્રી કલ્યાણસાગરસૂરિ અગિયાર ગણું છું આપીશ.” આ સાંભળીને સંઘપતિએ મીજા તથા રાજાને વસ્ત્રાલંકાર, ઘોડા સેનૈયા તથા જહાંગીરી રૂપીઆ, ઉત્તમ ખાદ્યપદાર્થોદિથી સંતુષ્ટ કર્યા. ત્યાંથી રાજાની સાથે સંઘપતિએ સંઘ સાથે પ્રયાણ કરી પાંચ ઘાટી ઉલંધન કરી સકુશલ ગુમ્માનગર પહોંચ્યા. સુંદર સ્થાન પર સંઘે પડાવ નાખે, અને રાજા તિચંદે સંઘનું સારું આતિશ્ય કર્યું. સંધપતિએ રાણી માટે સરસ વસ્ત્રાભરણ પાઠવ્યાં.
૧૭૯૨. ગેમાથી બીજા પણ ઘણું પાયદળ સૈનિકો સાથે લીધા. અહીંથી ગિરિરાજને રસ્તો બહુ જ વિષમ છે. બન્ને બાજુએ પહાડ અને વચ્ચે ગીચ વન છે. અનેક પ્રકારનાં ફળ ફૂલ ઓધિ આદિના વૃસેથી પરિપૂર્ણ છે અને પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે. જંગલી પશુ-પક્ષી વિચરે છે. નદીનું મીઠું પાણું પી અને સંધજમણ કરતાં, ઝુંપડીઓવાળા ગામડામાંથી પસાર થઈ પાર કર્યું. ૧૨૦૦ અન્નના પોઠિયા અને ધૃતના ઘડાઓ સાથે હતા. અનસત્ર પ્રવાહથી ચાલતું હતું. અનુક્રમે સંઘપતિએ ચેતનપુરની પાસે પડાવ નાખ્યો. અહીંથી ૧ કેસ દૂર પર અજિતપુર છે, ત્યાંના રાજા પૃથ્વીસિંહ મોટા દાતાર, શુરવીર તથા પ્રતાપી છે. નગારાઓને વનિ સાંભળી પૃથ્વીસિંહની રાણી બે ઉપર ચડીને જોયું તો સેનાની બહુલતાથી વ્યાકુલ થઈ ગઈ રાજાએ સંઘપતિની વાત કરી અને પિતાના ભત્રીજાને સંઘપતિની પાસે મોકલ્યો. એણે સંઘપતિનું સ્વાગત કરી પોતાના રાજાને નિમંત્રણ આપવાનું કહ્યું. સંઘપતિએ સહર્ષ વસ્ત્રાદિ સાથે નિમંત્રણ આપ્યું. રાજા પૃથ્વીસિંહ સમારેહથી સંઘપતિને મળવા આવ્યા. સંઘપતિએ વસ્ત્રાલંકાર, કવ્યાદિથી રાજાને સન્માનિત કર્યા. બીજે દિવસે અજિતપુર આવ્યા. ૧ મુકામ કર્યો. ત્યાંથી મુકુન્દપુર આવ્યા. ગિરિરાજને જોઈને બધાના હર્ષને પાર ન રહ્યો. સેનાચાંદીના પુષ્પોથી ગિરિરાજને વધાવ્યા. સંઘપતિને મનાવવાને માટે રાજા રામદેવના મંત્રી આવ્યા. રાજા તિલકચંદ તથા રાજા પૃથ્વીસિંહ આગળ ચાલીને ગિરિરાજને માર્ગ બતાવતા હતા. પાંચ કોસની ચટાઈ પૂરી કરીને સંઘ ગિરિરાજ પર પહોંચ્યો. સારા સ્થાન ઉપર પડાવ નાખ્યો. સંઘપતિએ ત્રિકેણ કુંડમાં સ્નાન કર્યું. પછી કેરચંદનનાં વાસણો અને પુષ્પમાલાદિ લઈ ચૂંભની પૂજા કરી. જિનેશ્વરની પૂજા બધી ટૂંકો ઉપર કર્યા પછી સમસ્ત સંઘે કે અરપાલ સોનપાલને તિલક કરીને સંધપતિ-પદ આપ્યું. આ શુભ યાત્રા વૈશાખ વદિ ૧૧ને મંગળવારે આનંદ સાથે થઈ. અહીંથી દક્ષિણ દિશામાં ભક ગામ છે ત્યાં ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયું હતું. *
. ૯૩. ગિરિરાજથી નીચે ઊતરીને તલેટીમાં પડાવ કર્યો. સંઘપતિએ સાકરની લાણી કરી. મુકુંદપુર આવીને પાંચમું સંઘ જમણ કર્યું. વર્ષો બહુ જ જોરથી થઈ. ત્યાંથી અજિતપુર આવ્યા. રાજા પૃથ્વીસિંહે સંઘનું સારું સ્વાગત કર્યું. સંઘપતિએ પણ વસ્ત્રાલંકારાદિ ઉત્તમ પદાર્થોથી રાજાને સંતુષ્ટ કર્યા. રાજાએ કહ્યું—આ દેશ ધન્ય છે જ્યાં મોટા મોટા સંધપતિ તીર્થયાત્રાના હેતુથી આવે છે. હું પ્રતિજ્ઞા કરું છું કે હવેથી જે સંઘ આવશે તેમની પાસેથી હું અડધું દાન (કર) લઈશ. અહીંથી ચાલીને ગુસ્સા આવ્યા. રાજા તિલકચંદને, જેમણે માર્ગમાં સારી સેવા કરી હતી, સોનાચાંદીની મોરે, વસ્ત્રાલંકાર આદિ વસ્તુઓ પ્રચુર પરિમાણમાં આપી. - ૧૭૯૪. સમેતશિખરથી રાજJડ ૧૨ જન છે. સાતમે દિવસે સંધ રાજગૃહ પહેઓ. અહીં બાગ, બગીચા, કૂવા ઈત્યાદિ છે. રાજા શ્રેણિકને બનાવેલ ગઢ અને પાસ ગરમ પાણીનાં કુંડ સુશોભિત છે. સમતલ ભૂમિમાં પડાવ નાખી પહેલાં વૈભારગિરિ પર ચડ્યા. અહીં મુનિસુવ્રતસ્વામીનું પર જિનાલય છે. અહીં પદ્મપ્રભુ, નેમિનાથ, ચન્દ્રપ્રભુ, પાર્શ્વનાથ, ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન, મહાવીર પ્રભુ, વિમલનાથ, સુમતિનાથ તથા સુપાર્શ્વનાથ સ્વામીની ફૂલેથી પૂના કરી. બીજાં દહેરાંમાં મુનિસુવ્રતનાથજીની પૂજા કરી. વીર વિહારની દક્ષિણ તરફ ૧૧ ગણધરનાં પગલા છે, ત્યાં પૂજા કરી. કેટલાક ભૂમિગૃહમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com