________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૧૮ ઉપાશ્રયોમાં અને દહેરાના દિગંબર યતિયોને પણ પ્રણામ કરીને સંઘમાં સમ્મિલિત થવા માટે વિનતિ કરવામાં આવી. મૂહુર્તાને દિવસે વાજિંત્રોના મધુરવદન વચ્ચે યાચકાદિ દ્વારા જયજયકારની સાથે ગજરૂઢ થઈ પ્રયાણ કર્યું. નૌકામાં બેરરી યમુનાપાર પડાવ નાખ્યો. અહીં સ્થાન સ્થાનના સંઘ આવીને મળવા લાગ્યા. ૧૫ દિવસનો મુકામ થયો. વેતાંબર સાધુ-સાધ્વી મહાત્માદિ ૭૫, (દિગબર) યતિ અને પંડિત ૪૬; બધા ૧૨૧ દર્શની, ૩૦૦ ભેજક, ચારણ, ભાટ, ગાંધર્વ-બ્રાહ્મણ-બ્રાહ્મણી, જોગી, સન્યાસી, દરવેશ આદિ અગણિત હતા. ૨૧ ધર્માર્થા ગાડાં હતાં, યાચકે મનોવાંછિત પામતા હતા. કોઈ ને કઈ ચીજની ખામી ન હતી. ૧૫ દિવસ મુકામ કરીને પ્રભુ પાર્શ્વનાથની પૂજા કરી સંઘે પ્રરથાન કર્યું. જ્યાં જ્યાં ઓશવાલ કે શ્રીમાલ આદિ ઘર હતાં ત્યાં થાલ ૧, ખાંડ શેર ૨ તથા શ્રીફલની કહાણે કરવામાં આવી. સંઘની રક્ષાને માટે ૫૦૦ સુભટ સાથે હતાં. પ્રથમ પ્રયાણ ભાણાસરાયમાં થશે. ૩ મુકામ થયા. ત્યાંથી મહમ્મદપુર થઈને પીરેજપુર આવ્યા. ૬ મુકામ કર્યા. મુનિસુવ્રતભગવાનની પૂજા કરીને લ્હાણી વહેંચીને ચંદવાડી ગયા. અહીં સ્ફટિકમય ચન્દ્રપ્રભુની પ્રતિમાના દર્શન કર્યા. અહીંથી પીરોજાબાદ આવ્યા. પછી રપરી પ્રયાણ કર્યું. નૌકામાં બેસી યમુના નદી ઉતરીને સૌરીપુર પહોંચ્યા. નેમિનાથ પ્રભુના જન્મકલ્યાણક તીર્થની વન્દન-પૂજા કરી પુનઃ રપરી આવ્યા. અહીં પર જિનાલયને વન્દના કરી સંઘપતિએ પ્રથમ સંધવાત્સલ્યનું જમણ કર્યું. સરસના દિગબર દહેરાના વંદન કરી અહીરસરાયમાં પડાવ નાખ્યો. અહીંથી ઈટાવા, બાબરપુર, કુલકર્દતાલ, ભગિનીપુર, સાંખિસરાહિ, કેરદઈ, બિંદલીસરાયમાં પડાવ કરતા ૧ દિવસ ફત્તેપુર રોકાયા. હાથિયાગામ, કઈ સહિજાદપુર આવ્યા, શ્રી સંઘ હર્ષિત થશે. સહિજાદપુર, મહુઆ આવ્યા. અહીં મૃગાવતીએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી. વત્સદેશની કૌશામ્બીમાં પદ્મપ્રભુના ત્રણ કલ્યાણક થયાં છે. વીરપ્રભુએ ચંદનબાલાના હાથથી છમાસીના પારણું કર્યા હતા. સંઘપતિએ સંઘસહિત પ્રભુની ચરણપાદુકાઓને વન્દન કર્યું. અનાથી મુનિ પણ અહીંના હતા. એક કોસ દૂર ધન્ના તળાવ છે. અહીંથી ફતેપુર થઈ પ્રયાગ આવ્યા. અહીં અગ્નિના પુત્રને ગંગા ઉતરતા કેવળજ્ઞાન થયું હતું. કહેવાય છે કે વિભપ્રભુનાં કેવલજ્ઞાનનું સ્થાન પુરિમતાલ પણ એ જ છે. અક્ષયવડને નીચે પ્રભુનાં ચરણોની પૂજા કરી. અહીં દિગંબરી ૩ મન્દિર છે, જ્યાં પાર્શ્વનાથાદિ પ્રભુના દર્શન કર્યા. ગંગાના કિનારા પર સીસઈ ઊંચા સ્થાન પર પડાવ કર્યો. ત્યાંથી ખંડિયાસરાય, જગદીશસરાય, કનસરાય થઈને બનારસ પહોંચ્યા.
૧૭૮૭. બનારસમાં પાર્શ્વ, સુપાર્શ્વ તીર્થકરોના કલ્યાણક થયા છે. વિશ્વાસનાથના મંદિરની પાસે ૫ પ્રતિમાઓ ઋષભદેવ, નેમિનાથ, તથા પાર્થ પ્રભુની છે. અન્નપૂર્ણાની પાસે પાર્શ્વપ્રભુની પ્રતિમા છે. ખમણુસહીમાં ઘણી જિન પ્રતિમાઓ છે, જ્યાં સંઘે પૂજનાદિ કર્યું. પાર્થ પ્રભુની રક્તવર્ણ પ્રતિમા, ઝવભ, પાર્શ્વ, ચન્દ્રપ્રભ તથા વિદ્ધમાનપ્રભુની ચૌમુખ પ્રતિમાઓનું કુસુમમાલાદિથી અર્ચન કરી શ્રી સુપાર્શ્વપ્રભુની કલ્યાણકભૂમિ ભક્િલપુર (? ભદૈની ઘાટ માં પ્રભુની પૂજા કરી. નૌકાથી ગંગા પાર કરી ગંગાતટ પર પડાવ નાખ્યો. સંઘપતિએ નગરમાં પડહ વગડાવ્યો જેનાથી અગણિત બ્રાહ્મણ તથા ભિક્ષુકો એકત્ર થયા. સંઘપતિએ રૂપીઆની લહાણ કરી. ત્યાંથી સિંહપુરે ગયા. અહીં શ્રેયાંસ ભગવાનના ૩ કલ્યાણક થયા છે. ચન્દ્રપુરીમાં ચન્દ્રપ્રભુના ૩ ક૯યાણકની ભૂમિમાં ચરણની પૂજા કરી. ત્યાંથી પાછા આવી સંઘપતિએ ત્રીજું સંઘ જમણ કર્યું. ત્યાંથી મુગલસરાય આવ્યા. અહીં ખજૂરનાં વૃક્ષ અનેક છે. પછી મોહિનીપુર થઈ મખેરપુર પહોંચ્યા. (સંઘપતિની પુત્રવધૂ) સંધશ્રીએ કન્યાપ્રસવ કર્યો. અહીં ૪ મુકામ કર્યા. ફાગણ ચૌમાસા કરીને સવિસરામ આવ્યા. ત્યાંથી ગીડોલીસરાયમાં વાસ કર્યો. પછી સોવનકુલા નદી પાર કરીને મહિમુદપુર આવ્યા. બહિબલમાં પડાવ નાખ્યો. ચારુવરીની સરાય થઈને પટણ પહોંચ્યા. સહિજાદપુરથી પણ બસો કેસ છે. અહીં મીજ સમસતીના બાગમાં પડાવ નાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com