________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૭૮૨. કુંવરપાલ અને સેનપાલે આગરામાં બંધાવેલાં બને જિનાલયો આજે વિદ્યમાન નથી. નદી પાર બે મંદિરે જીર્ણ થયેલાં હતાં, તેની બધી મૂતિઓ શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં લાવવામાં આવી છે. એ જીણું મદિરે ઉક્ત શ્રેટીએ બંધાવેલાં મંદિરે હોવાની સંભાવના છે. શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ઉક્ત શિલા-પ્રશસ્તિ પણ હાલ એજ મંદિરમાં છે. સમેતશિખરનો તીર્થસંઘ
- ૧૭૮૩. કુંવરપાલનપાલે અનેક તીર્થોની સંઘ સહિત યાત્રા કરી છે. તેમણે સં. ૧૯૭૦ માં સમેતશિખરને મોટો સંઘ કાલે તેનું વિશદ્ વર્ણન વા. જસકીતિ કૃત “સમેતશિખર રાસ”માં છે. એ રાસને સાર અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ જૈ. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧ માં આવે છે, જે અહીં પ્રસ્તુત છે.
૧૭૮૪. સમ્રાટ જહાંગીરના શાસનમાં અર્ગલપુર (આગરા)માં ઓશવાલ અંગાણી લોઢા રાજપાલ પત્ની રાજશ્રી પુત્ર રેખરાજ પત્ની રેખશ્રી પુત્ર કુંઅરપાલ તથા સોનપાલ નિવાસ કરતા હતા. એક દિવસ બંને બાંધવોએ વિચાર કર્યો કે શત્રુંજયની યાત્રા કરી, જિનભુવનની પ્રતિષ્ઠા કરીને પત્ર પ્રભુની સ્થાપના કરી. સોનપાલે કહ્યું-“ભાઈ ! હવે સમેતશિખરજીની યાત્રા કરીએ !” કુંવરપાલે કહ્યું-“સુંદર વિચાર! હજી બિંબ પ્રતિષ્ઠાને પણ વાર છે! ” આમ વિચાર કરી બને ભાઈ પિશાલ ગયા અને યાત્રા મુહૂર્તના નિમિત્ત જ્યોતિષીને બોલાવ્યા. ગણક અને મુનિએ મળીને સં. ૧૬ ૬૯ ને માઘ કૃષ્ણ ૫ શુક્રવાર ઉત્તરા ફાલ્ગની કન્યાલગ્નમાં મધ્યરાત્રિનું મુહૂર્ત બતાવ્યું. ગચ્છપતિ ધર્મપ્રતિસૂરિને બોલાવવા માટે વિનતિપત્ર આપીને સંધરાજ (કુંઅરપાલના પુત્ર)ને રાજનગર મોકલ્યા. ગચ્છપતિએ કહ્યું “ તમારી સાથે શત્રુંજયના સંઘમાં હું આવ્યો હતો ત્યારે મારામાં શક્તિ હતી. હવે તે વૃદ્ધત્વ છે. દુરને માર્ગ છે, વિહાર પણ નથી થઈ શકતો.” આ સાંભળી સંઘરાજ ઘેર પાછો ફર્યો. રાજનગરના સંધને સાથે લાવીને ગ્રામાનુગ્રામમાં પ્રભાવના કરતાં તેઓ સીકરી આવ્યા. ગુજરાતમાં દુષ્કાળને દૂર કરનાર સંઘરાજને પાછા ફરેલા જોઈને સ્થાનિક સંઘે મહોત્સવ કરીને તેમને વધાવ્યા. શાહી ફરમાન પ્રાપ્ત કરવાને માટે મુલાકાત માગીને સમ્રાટ જહાંગીરની પાસે ગયા. ત્યાં દીવાન દસમુહમ્મદ, નવાબ વ્યાસબેગ તથા અનીયરાયે એમની પ્રશંસા કરીને સિકારશ કરી. સમ્રાટે કહ્યું “હું આ ઉદારચરિત ઓશવાલને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શોભા છે. તેઓ અમારા કોઠીવાલ છે. અને “બદીવાન છોડાવનાર ' એ એમનું બિરુદ છે. હું એમના ઉપર બહુ જ ખુશ છું. તેઓ જે માગશે તે આપીશ!” સેનાની વિનતિ કરવાથી સમ્રાટે સંઘપતિના કાર્યની ભારે પ્રશંસા કરીને હાથે હાથ ફરમાન આપવાની સાથે સિરપાવ, નિસાનાદિ આપીને વિદાય કર્યા. વિવિધ વાદિના વાદનની સાથે શાહી પુરુષોની સાથે સમારોહથી ઘેર પધારીને નીચે મુજબના સંઘોને આમંત્રણપત્રો મોકલાવ્યા
૧૭૮૫, અમદાવાદ, પાટણ, ખંભાત, સૂરત, ગંધાર, ભરૂચ, હાંસોટ, હલવદ્ર, મોરબી, થિરપદ્ર, રાધનપુર, સાચેર, ભીન્નમાલ, જાલેર, જોધપુર, સમિયાના, મેડતા, નાગૌર, ફલૌધી, જેસલમેર, મુલતાન, હંસાકર, લાહોર, પાણપથ, મહિમ, સમાણે, સહન, સોવનપંથ, સરક, બાબરપુર, સિકંદરા, નારનૌલ, અલવર, કોદરવાડા, દિલ્હી, તજજારા, બોહરી, ફરીયાબાદ, ઉજજૈન, માંડવગઢ, રામપુર, રતલામ, બુરહાનપુર, બાલાપુર, જાલણપુર, વાલેર, અજમેર, ચાટસ્, આખેર, સાંગાનેર, સોજા, પાલી, રિવા, સાદડી, કુંભલમેર, ડીંડવાણું, વાંકાનેર, જયતારણ, પીપાડ, માલપુર, સિદ્ધપુર, સિરોહી, વાહડમેર, બ્રહ્યાવાદ, વ્યાણુઈ, સિકંદરાબાદ, પિરોજપુર, ફતેપુર, પાદરા, પીરોજાબાદ, ઈત્યાદિ.
૧૭૮૬. બધી જગ્યાએ નિમંત્રણ મોકલવામાં આવ્યાં. મહાજનેને ઘરે ઘરે, સાધુ મહાત્માઓને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com