________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૭૫. “તે બને સહેદરો ખરેખર, જહાંગીર બાદશાહની ઉત્તમ આજ્ઞા મેળવીને સર્વ પ્રકારની ધર્મ ક્રિયાઓ કરતા હતા. એમણે એક પૌષધશાળા બંધાવી હતી જેને ચિત્તરંજક ત્રણ મજલા શેતા હતા. તેમણે પોતાનાં સમ્યકત્વની શુદ્ધિ માટે સંઘપતિપદ પ્રાપ્ત કરી મોટી સમૃદ્ધિપૂર્વક, સર્વ પ્રકારની સામગ્રી સહિત મનહર સમેતશિખર, શત્રુંજય, આબુ, ગિરનાર તથા અન્ય તીર્થોની હર્ષથી યાત્રા કરી હતી. તેમણે તીર્થયાત્રામાં એક પચીસ સુંદર છેડા, પચીસ હાથી તથા બીજું પણ અસંખ્ય દ્રવ્ય દાનમાં આપ્યું હતું. ખરેખર, એ રીતે તેમણે આ પ્રવીતલ પર કીતિ ઉપાર્જન કરી. તેમણે ગગનચુંબી, ઉત્કૃષ્ટ, શિ૯પયુક્ત, ધ્વજ-દડવાળાં, નયનરમ્ય બે વિશાળ જિનમંદિર બંધાવ્યાં હતાં.'
૧૭૭૬. “એક જિનાલયમાં તેઓએ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ઉત્તમ બિંબ પ્રસ્થાપિત કર્યું. અને
ગુસાગરસૂરિના ઉપદેશથી આગરાના સંઘે મળીને તેની પ્રતિષ્ઠા કરી. તે પ્રસંગે સુખ આપનારા સાડા ચાર જિનબિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. દેવ અને ગુરૂ પ્રત્યે હમેશાં ભક્તિવંત, પિતાના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી સર્વત્ર પ્રસિદ્ધિ મેળવનાર એ બન્ને બાંધવો શાશ્વત કાલ સુધી સમૃદ્ધિ પામે !'
૧૭૭૭. “કુરપાલના સંઘરાજ, દુર્ગાદાસ તથા ધનપાલ નામના ત્રણ પુત્રો હતા તથા બે અનુપમ પુત્રીઓ હતી. સોનપાલના રૂપચંદ્ર, ચતુર્ભુજ અને તુલસીદાસ નામના ત્રણ પુત્રો હતા તથા મનહર બે પુત્રીઓ હતી. મનના ભરવ, ખેતસી તથા નેતસી નામના ત્રણ પુત્રો હતા, જેમાંથી નેતસી વિદ્યમાન હતા, જેઓ પોતાના ઉત્તમ શીલથી સુદર્શન શેઠ સમાન હતા. બુદ્ધિવાન, તેજસ્વી તથા યશસ્વી એવા સંઘરાજના સૂરદાસ આદિ ચાર પુત્રો હતા.”
૧૭૭૮. “કુરપાલની શીલગુણથી શોભતી અમૃતદે નામની ઉત્તમ પત્ની હતી તથા સેનપાલની કશ્મીરાદે નામની પતિપ્રિયા સ્ત્રી હતી. કશ્મીરાદેની જાદ નામની પુત્રી અત્યંત ગંભીર તથા મનહર હતી, જેને જયેષ્ઠમલ્લ નામને અતિ ચતુર તથા ગુણવાન પુત્ર હતા. રેખત્રીના તે કુરપાલ અને સેનપાલ નામને બને પુત્રો સંઘશ્રી, તુલસશ્રી તથા દુર્ગશ્રી આદિ નામવાળી પિતાની પુત્રવહુ સહિત સદા શેભતા હતા.”
૧૭૭૯. “પૃથ્વીમંડલ પર જ્યાં સુધી હરિણો વિચરતા રહે, આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશતા રહે ત્યાં સુધી હવે વડે તે બને ભાઈઓની આ પ્રશસ્તિ ચિરકાળ વિજયવંત રહો !”
૧૭૮૦. ઉપર્યુક્ત અતિહાસિક પ્રશસ્તિ પર છે. બનારસીદાસે પોતાના ઉક્ત લેખમાં વિદત્તાપૂર્ણ પ્રકાશ પાડ્યો છે. તેમણે એ લેખને આધારે અનેક જ્ઞાતવ્યો પર વિદ્વાનોનું ધ્યાન દોર્યું છે. એમાંની બે બાબતે અહીં વિશેષ ઉલ્લેખનીય છે. પ્રો. બનારસીદાસ જણાવે છે કે–અંતમેં મેં યહ નિવેદન કરના ચાહતા હું કિ ઇસ પ્રશસ્તિ કે સંબંધમે બાતોં કી અધિક ખેજ આવશ્યક હૈ. એક યહ કિ મૂગલ બાદશાહ કે ઈતિહાસમેં કુરપાલ ઔર સોનપાલ યા ઉનકે પિતાના નામ ટુના ચાહિયે, ઔર દૂસરી યહ કિ વૈશાખ સુદી ૩ કે બૃહસ્પતિ ઓર શનિ કયાં કર હો સકતે હૈ; ઈસકી સમાધાન કરના ચાહિએ.” - ૧૭૮૧. પ્રો. બનારસીદાસ જણાવે છે કે પ્રકૃતિમાં કુરપાલ અને સોનપાલને સમ્રાટ જહાંગીરના અમાત્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જહાંગીરના રાય સંબંધી એક બે ફારસી પુસ્તકે જોઈ ગયો પણ એમાં એમનાં નામ ઉપલબ્ધ થતાં નથી. બીજું; પ્રશસ્તિમાં સ્પષ્ટ રીતે સં. ૧૬૭ વૈશાખ સુદી
ને બૃહસ્પતિવાર-ગુરૂવાર લખ્યું છે. કિન્તુ મૂતિઓ પરના લેખોમાં સં. ૧૬૭૧ વૈશાખ સુદી છે ને શનિવાર છે. એક જ દિવસે ગુરૂવાર અને શનિવાર કેમ સંભવી શકે? આ એ. વિરોધ છે કે જેને માટે કોઈ હેતુ દર્શાવી શકાય નહીં, કેમકે એક જ સ્થાન પર એક જ તિથિમાં વારભેદ કેમ હોઈ શકે ? ભારતીય પંચાંગ અનુસાર એ દિવસે શનિવાર આવે છે. પ્રશસ્તિકાર શનિવારને બૃહસ્પતિવાર સમજો હશે ? બને ભાઈઓના રાજકીય સ્થાન અંગે પાછળથી સપ્રમાણ ચર્ચા કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com