________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૭૬૩. આગરાનાં જિનાલયો નીરખીને ધર્મદેવીઓએ બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા. મંદિરે તોડી પડાવવા સુધી વાત પહોંચી પરંતુ કુંવરપાલ–સોનપાલના પરિશ્રમ અને કલ્યાણસાગરિના ઉપદેશથી એ વિનનું નિવારણ થયું. કલ્યાણસાગરસૂરિની ઉપસ્થિતિમાં જિનાલયમાં પધારેલે સમ્રાટ ચમત પામીને વિદાય થયો. કલ્યાણસાગરસૂરિના પ્રભાવથી અંજાઈને સમ્રાટે આચાર્યનું બહુમાન કર્યું. આ અંગે આગળ ઉલ્લેખ થઈ ગયો છે.
૧૭૬૪. મહામાત્ય કુરપાલ અને સોનપાલના હૃદયની વિશાળતા પણ ઔર જ હતી. તેઓ પોતાના કુટુંબીજનો અને સગા-સંબંધીઓ ઉપરાંત પોતાના નોકરોને પણ સારા પ્રસંગોમાં ભૂલતા નહોતા. એમના પ્રતિકા-લેખોમાં એમના વડદાદાઓ અને પ્રપૌત્રોના નામોલ્લેખ તો આવે જ છે, પરંતુ પોતાના નોકર હરદાસનું નામ પણ આવે છે ! જયપુરના મંદિરની શ્રી આદિનાથની પાવાણ પ્રતિમા પર આ પ્રમાણે ઉલેખ છે : મૃત્યુ તારી જુથાર્થ આગરાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાપાણ મૂર્તિ પર આ પ્રમાણે લેખ છે :
श्रीमत्संवत् १६७१ वर्षे वैशाख सुदि ३ श्री आगरावासी उसवाल ज्ञातीय चोरडिया गात्रे साह...पुत्र सा० हीरानंद भार्या हीरादे पुत्र सा० जेठमल श्रीमदंचलगच्छे पूज्य . મદ્ ધર્મમૂર્તિરિ ત...
આ લેખમાં કહેલ હિરાનંદ એજ હરદાસ સંભવે છે. પિતાના શેઠ કુંવરપાલ અને સેનપાલની સં. ૧૬૭૧ની ઐતિહાસિક પ્રતિષ્ઠા વખતે તેણે પણ જિનબિંબની પ્રતિષ્ટા કરાવી હતી. જિનાલય પ્રશસ્તિ
૧૭૬૫. આગરાનાં જિનાલયની એક ઓરડીમાં ઘણું પથરે પડ્યા હતા. સન ૧૯૨૦માં જ્યારે એ બધા પથ્થરે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમાંથી બે ફૂટનો સમરસ લાલ રંગના પથ્થરમાં ઉત્કીર્ણિત શિલાલેખ પ્રાપ્ત થયો. આ લેખમાં ચારે બાજુએ બે ઈંચને હસાઓ રાખી, ૩૮ પંક્તિઓમાં શુદ્ધ જૈન લિપિમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સંસ્કૃત પ્રશસ્તિ નિબદ્ધ છે.
૧૭૬૬. એ લેખ પ્રાપ્તિ વખતે પ્રો. બનારસીદાસ આગરા ગયેલા ત્યારે પં. સુખલાલજીએ સૌ પ્રથમ એમને કહ્યું કે અહીંનાં જિનાલયમાં એક નવો જ શિલાલેખ પ્રાપ્ત થયું છે કે જેને કોઈએ જે નથી. પ્રતાપવિજયજી સાથે છે. બનારસીદાસ એ લેખ જેવા ગયા અને પાછળથી પૂરચંદ નાહર દ્વારા લેખની નોંધ લઈ સૌ પ્રથમ “જૈન સાહિત્ય સંશોધક' ખંડ ૨, અંક ૧ પૃ. ૨૯-૩૫ માં “કુરપાલ એણપાલ પ્રશસ્તિનામના લેખમાં તેને પ્રકાશિત કર્યો.
૧૭૬૭. પ્રશસ્તિમાં સંઘપતિના કુટુંબનું વંશક્ષ, અંચલગચ્છની પદાવલી તથા કુંવરપાલનપાલના પ્રશસ્ત કોનું વિસ્તૃત વર્ણન છે. “જેન સાહિત્ય સંશોધક' ખંડ ૧, અંક ૪ માં સંવત ૧૬૬૭ ને આગરા સંધને સચિત્ર સાંવત્સરિક પત્રમાંથી પણ આ કુટુંબના સભ્યોનાં નામ પ્રાપ્ત થાય છે. પ્રશસ્તિમાં આપેલી અંચલગચ્છની પદાવલીથી વિદિત થાય છે કે આ ગચ્છના પ્રવર્તક આચાર્ય આર્ય રક્ષિતસરિ ૪૮ માં પટ્ટધર થઈ ગયા અને એમના પછી ક૯યાણસાગરસૂરિ આ ગચ્છના ૧૮ માં પદ્દધર થયા. પ્રશસ્તિનો એતિહાસિક સાર નિનોન છે.
૧૭૬૮. પ્રશસ્તિના શિરોભાગ પર થી ઉતાદિ શ્રી ગદ્દાંજે એમ લખેલું છે. એ પછી ૩ૐ શ્રી વિશ્વે નમ:થી પ્રશસ્તિની શઆત થાય છે. મંગળાચરણમાં ભગવાન શ્રી શ્રેયાંસનાથ, ઋષભદેવ, ગૌતમગણધર આદિને વંદન કરી પ્રશસ્તિકાર જણાવે છે કે “કુરપાલ અને સ્વર્ણપાલ નામના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com