________________
ક
અચલગરછ દિગ્દર્શન ૧૭૫૬. પભદાસ–રેખરાજ ધર્મમૂર્તિ સરિનો ભક્ત શ્રાવક હતો. તેણે અકબરની પ્રીતિ સંપાદન કરેલી. સં. ૧૬ ૧૭ માં તેણે તથા તેના બંધુ પ્રેમને આચાર્યની સારી ભક્તિ કરેલી, તથા તેમના ઉપદેશથી સંધ સહિત સમેતશિખરની યાત્રા કરેલી. એમના ત્રણ પુત્રોમાંથી દુનિચંદ વિશે ઝાઝું જાણું શકાતું નથી. કેટલાક પ્રતિષ્ઠા-લેખમાં એને “અનુભવ” કહ્યો છે. જુઓ અં. લેખ-સંગ્રહ, લેખાંક ૨૯૭. સં. ૧૬૭૧ માં એમના પુણ્યાર્થે જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હોઈને તેઓ તે વખતે વિદ્યમાન નહીં હોય.
૧૭૫૭. કુંવરપાલ અને સોનપાલ ઘણા જ પ્રતાપી હતા. તેમને વિશે અનેક પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેમના અત્યાગ્રહથી આચાર્ય સં. ૧૬૨૮ માં પુનઃ આગરા પધારેલા અને ત્યાં જ ચાતુર્માસ રહેલા. આચાર્યના ઉપદેશથી તેમણે ત્યાં અંચલગચ્છના શ્રમણો માટે એક ઉપાશ્રય બંધાવ્યું. વળી બંને ભાઈઓએ આગરામાં બે વિશાળ જિનપ્રાસાદો બંધાવવાનાં કાર્યને પણ પ્રારંભ કર્યો. - ૧૭૫૮. સં. ૧૬૬૫ માં કુંવરપાલ અને સોનપાલની વિનતિથી આચાર્ય આગરામાં પધાર્યા. શ્રેષ્ઠીવર્યોએ પ્રારંભેલા જિનાલયનાં કાર્યમાં વિપ્ન આવેલું તેનું આચાર્યું નિવારણ કર્યું. અમરસાગરસરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે પાયો ખોદતાં કેલસે નીકળેલ. ગુએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીનું સ્મરણ કરી ઉપાય પૂછયો. દેવીએ જણાવ્યું કે “તે સ્થાન આગામી કાલમાં નદીના જલપ્રવાહથી નાશ પામનારૂં છે. જિનાલય ન બંધાય એ માટે મેં જ કોલસાનો સમૂહ વિકર્યો છે.” ગુરુએ નિર્ભય સ્થાન અંગે પૂછતાં દેવીએ શ્રેષ્ઠીવર્યોનાં ઘર પાસેની હસ્તિશાલાની ભૂમિ સૂચવી. ગુરુએ આ વૃત્તાંત શ્રેષ્ઠીવોને જણાવ્યું અને સં. ૧૬૬૫ ના મહા સુદ ૩ ને દિવસે સૂચિત જગ્યાએ આચાર્યના ઉપદેશથી મહત્સવપૂર્વક પાયો નંખાવવામાં આવ્યું. તે પ્રસંગે બન્ને ભાઈઓએ યાચકોને ભોજન, વસ્ત્રો તથા દ્રવ્યાદિ ઘણું દાનથી સંતુષ્ઠ કર્યા, તેમજ ઘણું ધન ખરચી સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા.
૧૫૯. ચાતુર્માસ બાદ બન્ને ભાઈઓએ પોતાનાં કુટુંબ સહિત આચાર્યની સાથે સમેતશિખરજીની યાત્રા કરી. વાચકોને દાન આપવામાં અને સાધર્મિકેનો ઉદ્ધાર કરવામાં તેમણે ઘણું ધન વ્યય કર્યું. ગુના ઉપદેશથી તેમણે ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને પર્વત પરની જિનપાદુકાઓની દેરીઓને ઉદ્ધાર પણ કરાવ્યો.
- ૧૭૬૦. ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમન બાદ ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને પ્રભાસપાટણ આવી બને ભાઈઓએ વિનંતી કરી કે-“ભગવાન આપના ગુરુ ધર્મમતિ સરિના ઉપદેશથી અમે આગરામાં બંધાવેલા બને જિનપ્રાસાદો સંપૂર્ણ થઈ ગયા છે. હવે ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની છે. માટે આપ કૃપા કરીને ત્યાં પધારો.” સં. ૧૬૭૦ ના ચાતુર્માસની સમાપ્તિ બાદ કુંવરપાલ અને સેનપાલના અત્યાગ્રહથી આચાર્ય ઉગ્ર વિહાર કરી આગરામાં પધાર્યા, સંઘે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
૧૭૬૧. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ બાંધવયુગલે બને જિનાલમાં સર્વ મળી ચાર પચાસ જિનબિંબની સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને દિવસે પ્રતિષ્ઠા કરી. એ મંદિરમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમાને મૂળનાયકપદે પ્રતિષ્ઠિત કરી. એ પ્રસંગે તેમણે સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં પણ ઘણું ધન ખરચ્યું. આચાર્ય સં. ૧૬૭૧ માં સંઘાગ્રહથી આગરામાં ચાતુર્માસ રહ્યા. તે વખતે કુંવરપાલ અને સોનપાલે ગુના ઉપદેશથી ત્યાં વિશાળ ઉપાશ્રય બંધાવ્યો.
૧૭૬૨. ચાતુર્માસ બાદ બનને બાંધવો સમેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરોની કલ્યાણક ભૂમિમાં આચાર્ય સહિત પિતાને કુટુંબ સાથે યાત્રા કરવા પ્રયાણ કર્યું. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે કલ્યાણકભૂમિના સ્થાપત્યોને જીર્ણોદ્ધાર કરાવ્યો, અને સાને ક્ષેત્રમાં સાત લાખ પીરોજી ખરચી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com