________________
અંચલગચ્છ દિગદશન
બને શ્રાવક ભાઈઓ કે જેઓ ધર્મકાર્યમાં તત્પર હતા, તથા પોતાના વંશરૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં સૂર્યસમાન હતા, તેઓની આ પ્રશસ્તિ લખાય છે.”
૧૭૬૯. “વિક્રમાદિત્યના શ્રીમાન તથા મનોહર એવા સોળસો એકતેર વર્ષમાં, તેમજ પંદરસે. છત્રીશ શક સંવત્સરમાં, વૈશાખ માસમાં વસંતઋતુમાં, શુકલ પક્ષની ત્રીજની તિથિને દિવસે, રોહિણુંનક્ષત્રથી યુક્ત થયેલા અને દેશ વિનાના ગુરૂવારના દિવસે, સર્વ ગચ્છમાં મુકુટ સમાન, આગમોક્ત માર્ગને અનુસરવાથી ભતા તથા જગતમાં ફેલાયેલા એવા અંચલગચ્છમાં ભયરહિત, નવરસના સ્થાન સમાન, મહેલ અને દેવમંદિરોથી ભરેલા મનહર ઉગ્રસેન–આગરા નગરમાં ઓશવાલ નામની ઉત્તમ જ્ઞાતિમાં લોઢા નામના ગોત્રમાં સૂર્ય સરખા, ત્રણે જગતમાં ઉતમ યશવાળા, બ્રહ્મચર્યાદિથી યુક્ત, ગુરુના વચનમાં શ્રદ્ધાવાળા, રૂપમાં કામદેવ સરખા, જીવ, અછવાદિ નવે તવમાં પરમ ચિર બુદ્ધિવાળા, પરિવાર તથા નોકરોથી લેવાયેલા એવા શ્રી શંગ નામના શ્રેષ્ઠી ! તમે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના બિંબ કાયમ રહે ત્યાં સુધી લેકેના સમૂહમાં હર્ષથી જયવંત વહેં '
૧૭૭૦. “તે શ્રી શંગ શ્રેણીનો ધનરાજ નામે પુત્ર થયો કે જે લોઢા વંશમાં પ્રસિદ્ધ, ગુણવાન અને શુભ કાર્યોમાં તત્પર, બાર વ્રતધારી શ્રાવક હતા. તેમને વેસરાજ નામે પુત્ર થયો કે જે દયાવાન, સજ્જનેને પ્રિય, ચોથું બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારે, લક્ષ્મીવંત તથા ચાતુર્યાદિ ગુણોથી યુક્ત હતો.”
૧૭૭૧. “તે વસરાજના નિરંતર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામેલા જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવામાં ઉત્સુક એવા જેવૂ અને શ્રીરંગ નામના બે પુત્રો થયા. તેઓ બંનેમાંથી જેડૂના જીણસિંહ અને મલસિંહ નામે બે પુત્રો થયા, કે જેઓ ધર્માને જાણનારા, ડહાપણવાળા, મહાજનેને પૂજવા લાયક તથા યશરૂપી ધનવાળા હતા. શ્રીરંગને રાજપાલ નામે પુત્ર હતો, જે ખરેખર, જિનેશ્વર પ્રભુના ચરણોની સેવા કરવામાં તત્પર, બુદ્ધિમાન, ઉત્તમ હૃદયિ, ભવ્ય, ઉદાર બુદ્ધિવાળે હતો.”
૧૭૭૨. “રાજ્યપાલના અષભદાસ અને પ્રેમના નામે બે પુત્રો હતા, જેઓ કુબેર જેવા દાનેશ્વરી, અનેક પ્રકારનાં સુખ તથા ધનવાળા, વિદ્વાન તથા તત્વને જાણનારા હતા. રેખ–ઋષભદાસ નામને ચેષ્ટ પુત્ર કલ્પવૃક્ષની જેમ સર્વ વાંછિત પદાર્થ આપનારે, રાજાથી સન્માન પામેલા કુટુંબને આધારભૂત, વ્યાવાન તથા ધર્મકાર્યોમાં તત્પર હતો. તેની રેખશ્રી નામની પત્ની હતી, જે મનેહર, શીલરૂપી આભૂષણને ધારણ કરનારી પતિવ્રતા, પિતાના સ્વામી પર પરમ સ્નેહ રાખનારી, તથા સુલસા અને રેવતી પેઠે સતીએમાં શિરેમશું હતી.'
૧૭૭૭. “શ્રાવકના ઉત્તમ ગુણોથી શોભતા ગાષભદાસ શેઠે ત્યાંના એક જિનમંદિરમાં શ્રી પદ્મપ્રભ જિનેશ્વરની નવીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કલ્યાણસાગરસૂરિની ધર્મદેશના સાંભળીને જેમણે ચોથા વ્રતને સ્વીકાર કર્યો હતો, એવા રાજશ્રીના શ્રેષ્ઠ પુત્ર ઋષભદાસ શેઠ આણંદ શ્રાવક જેવા હતા.'
૧૭૭૪. “તેમને કંરપાલ અને સ્વર્ણપાલ નામે બે પુત્રો હતા, જેઓ નિર્મલ બુદ્ધિવાળા, ચતુરાઈ, ઉદારતા અને ધૈર્ય ગુણોના ભંડાર સરખા, ભાગ્ય અને સૌભાગ્યથી મનહર થયેલા, સુંદર રૂપવાળા, જિનેશ્વરના અનેક પ્રકારનાં ધર્મધ્યાન અને ધર્મકાર્યોમાં તત્પર, દાન દેવામાં કર્ણાવતાર સરખા, કુલમાં તિલક સમાન તથા વસ્તુપાલની ઉપમા આપવા લાયક હતા. તેઓ બંને ભાઈઓ જહાંગીર બાદશાહના મંત્રી, ધમંધુરંધર, ધનવાન, પુણ્યકર્તા તથા પૃથ્વી પર સુવિખ્યાત હતા. જેમના વડે પિતાનું દ્રવ્યરૂપી અનુપમ બીજ ન ક્ષેત્રોમાં વવાયેલું છે એવા તથા જગતમાં વાંછિત પદાર્થો આપનારા, તેમજ લેટા ગેત્રમાં મુકુટ સમાન એવા બને ભાઈ એ ધન્યવાદને પાત્ર હતા,
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com