________________
૩૬૦
અંચલગચ્છ દિગદર્શન જોખમાવી. તેમણે તપાગચ્છ સાચે અને બીજા બધા ગ૭ ખોટા જણાવી તેમના પર તત્ત્વતરંગિણી, પ્રવચન પરીક્ષા-કુમતિ મત મુદ્દાલ ઈત્યાદિ ગ્રંથ દ્વારા ઘણું ઉગ્ર પ્રહારો કર્યા. સં. ૧૬ માં “અભયદેવસૂરિ, ખરતરગલ્સા નહોતા” એવો પાટણમાં પ્રબળ વાદ કર્યો. તે વો તેમને શ્વેતાંબર સંપ્રદાયના
જુદા જુદા ગચ્છના આચાર્યોએ ઉભુત્ર પ્રરૂપણના કારણે જિન શાસનથી બહિષ્કૃત કર્યા. તપાગચ્છના નાયક વિજયદાનસૂરિએ ધર્મસાગરના ખંડનાત્મક ગ્રંથને જલશરણ કરાવા અને જાહેરનામું કાઢી “ સાત બોલ ની આજ્ઞા કાઢી અથડામણ નિવારી. સં. ૧૬૨૧માં ધર્મસાગરે ચતુર્વિધ સંઘ સમક્ષ માફી માગી. વિરોધ વધતાં હીરવિજયસૂરિએ સં. ૧૬૪૬ માં અમદાવાદમાં ગુરૂના સાત બેલ પર વિવરણ અને વધારે કરી “બાર બેલ” રૂપી આજ્ઞાઓ જાહેર કરી; એમાં ધર્મસાગરે પણ સહી કરી. આથી જૈન સમાજમાં ઘણી શાંતિ પ્રવતી.
૧૪૫૮. ધર્મસાગરની ખંડનાત્મક પ્રવૃત્તિથી પિતાના ગ૭માં કેવા ખરાબ પ્રત્યાઘાત પડ્યા તેનું એક જ ઉદાહરણ અહીં પ્રસ્તુત છે. ધર્મસાગરના ખંડનાત્મક ગ્રંથોને અપ્રમાણુ ગણી તપાગચ્છ-નાયક વિજયસેનસૂરિએ તેમને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યો હતો. તેમના શિષ્ય વિજયદેવસૂરિ વસ્થામાં ધર્મસાગરના ભાણેજ થતા હતા અને પરસ્પર બન્ને વચ્ચે પ્રેમ હતો તેથી ગચ્છ બહારની હીતનો પત્ર ધર્મસાગરે વિજયદેવસૂરિને લખ્યો કે જેના ઉત્તરમાં વિજયદેવસૂરિએ પત્રની અંદર જણાવ્યું કે “કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિવણ થયે તમને ગ૭માં લઈ લઈશું.” આ પત્ર માણસ દ્વારા મોકલ્યો, જેણે ભૂલથી તે વિજયસેનસૂરિના હાથમાં આવ્યો. પત્ર વાંચીને તપાગચ્છનાયકના હૃદયમાં પોતાના શિષ્ય માટે ભારે આઘાત થયો અને બીજા કોઈને ગમતિ નીમવાનો વિચાર રાખ્યો. જુઓ “જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ” પૃ. ૩૮૨. સંક્ષેપમાં ધર્મસાગરનાં કદાગ્રહભર્યા ખંડનાત્મક વલણને લીધે ખુદ તપાગચ્છમાં ભારે ભંગાણ પડયું અને દેવસૂર અને આણંદસર એમ બે પક્ષો થયા ! આ વિશે વિશદ ચર્ચા અહીં અસ્થાને છે.
૧૪૫૯. અંચલગચ્છ પર ધર્મસાગરે ઉગ્ર પ્રહારો કર્યા હોવા છતાં, આ છે તેના પ્રત્યાઘાત જણાવ્યા નથી. આવા ઉગ્ર વાતાવરણમાં પણ આ ગચ્છના કોઈ પણ આચાર્યે ધર્મપ્રચારનું કાર્ય પડતું મૂકીને ખંડન–મંડનમાં ઝંપલાવ્યું નથી કે પિતાના હૈયાને કલુષિત કર્યું નથી. ખરતરગચ્છ-નાયક જિનચંદ્રમરિ સં. ૧૬૧૭ માં પાટણમાં ચોમાસું હતા તે વખતે અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા એમ સિદ્ધ કરવામાં અંચલગચ્છે પણ તેમને સહાય કરી. એ વર્ષના કાર્તિક સુદી ૭ ને શુક્રવારે એ વિશે વિચારણા કરવા બધા ગચ્છોના આચાર્યો એકત્રિત થયા. તેમણે ઘણું ગ્રંથ પછી નિર્ણય કર્યો કે નવાંગી વૃત્તિકર્તા શ્રી થંભણુ પાર્શ્વનાથ પ્રકટકર્તા અભયદેવસૂરિ ખરતરગચ્છીય હતા. ધર્મસાગર એ પ્રસંગે ઉપસ્થિત ન રહ્યા એટલે કાર્તિક સુદી ૧૩ ને દિવસે સૌએ તેમને જિનશાસન બહિષ્કૃત કર્યા. આ મતપત્રમાં અન્ય ગચ્છના આચાર્યો સાથે અંચલગચ્છીય પં. ભાવરને તથા “ધવલપર્સીયા આંચલિયા ગર” ના પંન્યાસ રંગાએ સહી કરી. આ મતપત્ર પર સર્વે મળીને ૩૨ સહીઓ છે.
* ૧૪૬૦. ખંભાતમાં પણ બધા ગાના આચાર્યોએ એકત્રિત થઈ એવા જ નિર્ણય કર્યો અને સૌએ મનપત્ર પર સહી કરી. સ્તંભતીર્થ મતપત્ર પર અંચલગચ્છીય પં. લક્ષ્મીનિધાને તથા પૂર્ણચંકે અન્ય ગોના અગિયાર આચાર્યોની સાથે રહીને સહી કરી. ઉક્ત બને મતપત્રો માટે જુઓ સમયસુંદર કૃત સમાચારી શતક' અધિકાર ૪.
૧૪૬1, ઐતિહાસિક બાબતમાં સાક્ષી આપ્યા સિવાય અંચલગચ્છીય શ્રમણોએ ખંડન–મંડનની પ્રવૃત્તિમાં જરાયે રસ દાખવ્યો નથી કે એ ક્ષુલ્લક પ્રવૃત્તિમાં, તેઓ ઘસડાયા નથી એ હકીત ખરેખર, નેધનીય છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com