________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
Yog અધિકાર હાથ ધરાયો છે. આમ આ “ ત્યાદિની વૃત્તિ છે. આના અંતમાં પણ પ્રથમવૃત્તિની પેઠે એવા જ પ્રશસ્તિ રૂપે બે પદ્યો અપાયાં છે.
૧૭૧૦. તૃતિય વૃત્તિના પ્રારંભમાં શંભુને નમસ્કાર કરાયો છે. અને અંતમાં પહેલી બે વૃત્તિની જેમ બે પદ્યો પ્રશસ્તિ રૂપે છે. ત્યાર પછી એક વધારાનું આ પદ્ય છે –
अवदात् वो हयग्रीवः कमलाकर ईश्वरः ।
सुरासुरनराकारमधुपापी तपत्कजः ॥पू०॥ ૧૭૧૧. આ સારસ્વત વ્યાકરણ પ્રત્યે જેનેની અભિરુચિ સૂચવે છે. આની વિશેષ પ્રતીતિ તો એથી થાય છે કે એના ઉપર વીસેક ટીકાઓ મળે છે. અન્ય ટીકાઓ માટે જુએ છે. દી. ૨. કાપડિયા કત “જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ, ' ખંડ ૧. “ભજવ્યાકરણ'ની સં. ૧૭૬ ૩ ની પ્રત મળે છે. જુઓ વેબર નં. ૧૬૩૬, પૃ. ૨૦૩–૪.
૧૭૧૨. વા. દેવસાગરે કલ્યાણસાગરસૂરિને સં. ૧૬૭૭ લગભગમાં ખંભાતથી ભૂજ લખેલા સંસ્કૃત કબદ્ધ પત્રમાં વિનયસાગર વિશે આ પ્રમાણે જણાવાયું છે:
“પાણિનીય આચાર્ય અને પાતંજલિના રચેલાં વ્યાકરણ તથા પદબંધ ભોજ વ્યાકરણશાસ્ત્રને વિશે મા ઉપયોગી તથા તર્કશાસ્ત્રમાં કુશાગ્ર બુદ્ધિવાળા, ઉત્તમ પુરુષોમાં અગ્રેસર અને સ્તુતિપાત્ર ઉપાધ્યાય'. જુઓ: –
पाणिनीयफणिभाषितादिषु प्रन्थराशिषु महोपयोगभाक् ।
तर्कतीक्ष्णमतिरुत्तमाग्रणीलब्धवर्ण विनयोदधिर्मुनिः ॥ २९ ॥ ૧૭૧૩. સોમચંદ ધારસીએ વિનયસાગર કૃત “સંત” નામક હિંદી પદ્યકૃતિ “ પંચપ્રતિક્રમણ સૂત્રાણિ'માં પ્રકટ કરી છે. આ કૃતિ સંભવિત રીતે આ ગ્રંથકર્તાની હેય. કર્તાએ એ કૃતિમાં ઘણી જગ્યાએ પિતાનું નામ આ પ્રમાણે સૂચવ્યું છે– વિનય ભજત પદ અચલ થાનસે', પૃ. ૫૧૪–૮.
૧૭૧૪. વિનયસાગરજી વ્યાકરણશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા એમ ઉપર્યુક્ત બાબતોથી પ્રતીત થાય છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિએ વિનયસાગરજી માટે “મિશ્રલિંગકેશ” નામક શબ્દકોશ-ગ્રંથ “ રચ્યો હતો. સૌભાગ્યસાગરગણિ
૧૭૧ ૫. મહે. વિનયસાગરજીના શિષ્ય સૌભાગ્યસાગરે જામનગરમાં વર્ધમાન અમરસીએ બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ ની શિલા-પ્રશસ્તિ તથા સં. ૧૭૧૮ માં ભૂજમાં “વર્ધમાન પવસિંહ શ્રેષ્ઠી ચરિત્ર”ની પ્રત લખી. પ્રવર્તક કાંતિવિજયજી દ્વારા ૫. લાલનને તેની એક પ્રત મળી એમ મુદ્રિત ગ્રંથની નેંધ દ્વારા જાણું શકાય છે. સૌભાગ્યસાગરજીના ઉપદેશથી અમદાવાદના પારેખ લીલાધરે શત્રુંજયને તીર્થસંધ કાઢયે હતા, જેનું વર્ણન મુનિ સુરજી કૃત “લીલાધર રાસ' માં છે, તે આ શ્રમણ જ હશે એમ અનુમાન થાય છે. સેમસાગર
૧૭૧ ૬. સ૧૬૫૩ માં વાગડના આધોઈ નામના ગામમાં મહાતા ગાત્રીય સેમચંદ્ર કલ્યાણસાગરમરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી અને તેમનું સેમસાગર નામ રાખી મહે. વિનયસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com