________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
you ૧૬૯૮. જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રના ગણ્યાગાંઠયા વિદ્વાનોમાં સુમતિવર્ષગણિનું નામ ઉલ્લેખનીય છે. એમના ગ્રંથ પ્રકાશિત થયા ન હોઈને તે લોકભોગ્ય બની શક્યા નથી એ ખરું, પરંતુ જો તેને જન–સુલભ બનાવવામાં આવે તે સુમતિવર્ષગણિતી વિદ્વત્તા માટે સહુ કોઈને આદર ઉપજે એ ચોકકસ છે. પં. ભુવનરાજ ગણિના શિષ્ય વા, ધનરાજ
૧૬૯૯. પં. ભુવનરાજ યા ભેજરાજ કે ભોજદેવગણિના શિષ્ય વાચક ધનરાજ ગણિએ જનેતર ગ્રંથકાર મહાદેવ કૃત ‘મહાદેવ સારણી” (સં. ૧૩૭૪) નામના તિષ ગ્રંથ પર મારવાડના પદ્માવતી પત્તામાં રાઠોડ ગજસિંહ રાજયે સં. ૧૬૯૨ માં દીપિકા રચી છે. જુઓ છે. વેલણકર કૃત “જિનરત્ન કેશ' પૃ. ૩૦૪ તથા જે. સા. સં. ઈતિ. પેરા ૮૮૮. વા. ધનરાજ શિ. હર્ધરાજ શિ. સુભાગ્યરાજે સં. ૧૭૨૭ માં “પટુ પંચાશિકા ની તથા જંબૂ ચરિત્ર'ની પ્રતે લખી; તથા વા. ધનરાજ શિ. વા. હીરાચંદ શિ. વા. જિનરાજે સં. ૧૭૬૩ ના ભાદ્રવા સુદી ૮ ને સોમવારે વસંતરાજ શુકન શાસ્ત્ર'ની પ્રત લખી, જે વિશે પાછળથી વિચારણું કરીશું. વિજયરાજગણિ
૧૭૦૦. વિનયરાજગણિએ રત્નસંચય નામને ગ્રંથ રચ્યો, જેની એક પ્રત કાંતિવિજયજીના ભંડાર, વડોદરામાં વિદ્યમાન છે. નં. ૨૭૧. ઋષિ જીવરાજ
૧૭૦૧. ક્ષેમકુશલ કૃત “રૂપસેનકુમાર રાસ (સં. ૧૬૮૨)ની પ્રત ઋષિ જીવરાજે એ વર્ષમાં લખી હતી એવી નેંધ પ્રત–પુપિકામાંથી મળે છે. પં. વિનયશેખર શિ. રવિશખરગણિ
૧૭૦૨. વા. વેલરાજ શિ. વા. લાભશેખર શિ. વા. કમલશેખર શિ. વા. સત્યશેખર શિ. વા. વિનયશેખર શિ. રવિશેખર સં. ૧૬૮૩ માં વિદ્યમાન હતા. શત્રુંજયગિરિ ઉપર વિમલવસહિના જિનાલયની એ વર્ષની શિલાપ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે કે એ પ્રશસ્તિ દેવસાગરજીએ રચી, પં. વિજયમૂર્તિગણિએ લખી. પં. વિનયશેખર ગણિના શિષ્ય વિશેખર ગણિએ લખાવી. મૂળ પ્રશસ્તિ હેત્રી - કાઉસેન્સે નોંધી અને ડો. બુલરે “એપીઝાફિયા ઈન્ડીકાના દ્વિતીય પુસ્તકમાં તેને સંપાદિત કરી. આ એતિહાસિક સંસ્કૃત પ્રશસ્તિ અનેક બાબતો પર પ્રકાશ પાડે છે. મહોપાધ્યાય વિનયસાગરજી
૧૭૦૩. કલ્યાણસાગરસૂરિના શિષ્ય સમુદાયમાં મહોપાધ્યાય વિનયસાગરજી પ્રકાંડ વિદ્વાન તરીકે પંકાતા હતા. તેમણે સારસ્વત વ્યાકરણના સૂત્રોને છંદોબદ્ધ કરી તેના પર તેમણે પદ્યમાં ટીકા રચી. આ ટીકા “વૃદ્ધ ચિતામણું” અપર-નામ “વિચ્ચિતામણ' ના નામથી ઓળખાય છે. સામાન્ય રીતે સારસ્વત વ્યાકરણના કર્તા તરીકે અનુભૂતિ સ્વરૂપાચાર્ય(સં. ૧૩૦૦ )નું નામ સૂચવાય છે. વાસ્તવમાં તેઓ આ વ્યાકરણની પ્રક્રિયાને સરળ કરનાર છે. સારસ્વત વ્યાકરણના પુરસ્કર્તા તો નરેન્દ્રાચાર્ય છે. અનુભૂતિ સ્વરૂપાચાર્યો તો કઈ કે રચેલાં સરસ્વતી સૂત્રોની પ્રક્રિયા રચી છે.
૧૭૦૪. સં. ૧૭૦૨ ના કાર્તિકી પૂર્ણિમાને ગુરુવારે વિનયસાગરજીએ “અનેકાર્થ નામમાલા” અપનામ અનેકાર્થ રનદેશ ની રચના કરી. ૧૬૯ શ્લોક પરિમાણુની આ ગુજરપદ્ય કૃતિ ત્રણ અધિકારમાં વિભક્ત છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com