________________
૪૦
અંચલગચ્છ દિગ્દર્શન કદાચિત એમ માની પણ લઈએ તે સ્થાન મળવું તો અસંભવિત જ છે. જ્યાં સુરતની પાસેનું હંસપુર અને ક્યાં બુરાનપુર? ચોમાસામાં અને ખાસ કરીને પર્યુષણમાં વિહાર પણ સંભવિત નથી. મયુ થતા દેવ સમા એ નામના લેખમાં અગરચંદજી નાહટાએ આ મુદ્દા પર સુંદર પ્રકાશ પાડેલ છે. એમના વક્તવ્ય માટે જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૪, અંક ૮–૯. નાહટાજી જણાવે છે કે આ સંબંધમાં બે કલ્પના કરી શકાય છે. (૧) બુરાનપુર હંસપુરનું જ અપર નામ હોય અથવા તે તદ્દન નજીકના જ કઈ સ્થાનનું નામ બુરાનપુર હોય જ્યાં ધમરાધન કરાવવાને માટે જવું સંભવિત હોય. (૨) કાતિકાદિ ગુજરાતી અને ચૈત્રાદિ મારવાડી સંવતનું અંતર. બીજી જ કલ્પના સંગત–પ્રતીત થાય છે. બુરાનપુરમાં સંભવતઃ ત્રાદિ સંવતને પ્રચાર હોય અને સુરત તે ગુજરાતવતી હોવાથી ત્યાં કાતિકાદિ સંવત હોવાથી ચિત્રાદિ ૧૭૦૭ હોવા છતાં પણ ગુજરાત પ્રચલિત ૧૭૦૬ ને જ નિર્દેશ કરવામાં આવ્યો છે. - ૧૬૯૨. “છંદ માલિકા ની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે શાહ કૂઆ જે લઘુ સાજનિક હતા અને હંસપુરમાં વસતા હતા, તેમણે ત્યાં અનેક સાધુઓને માસા કરાવ્યાં હતાં. કલ્યાણસાગરસૂરિને પણ ચોમાસું કરાવ્યા તેમાં સ્પષ્ટ નિર્દેશ છે. એ શ્રાવકના પ્રબંધ માટે ૮૭ છંદની માળા જેવા “છંદ માલિકા” ગ્રંથને શ્રી શાંતિનાથ ભગવાનના પ્રસાદથી લખ્યો. ઉ. ઉદયરાજ શિ. હર્ષરત્ન શિ. સુમતિહષ ગણિ
- ૧૬૯૩. ઉપા. ઉદયરાજગણિ શિ. હર્ષરત્નગણિ શિ. સુમતિવર્ષ ગણિ સં. ૧૬૭૮ માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં જૈનેતર કવિ ભાષ્કરાચાર્ય (સં. ૧૨૪૦) રચિત “કરણ કુતૂહલ” નામના
જ્યોતિષગ્રંથ ઉપર ચૌલુક્યવંશના હેમાદ્રિના રાજયમાં “ગણકકુમુદ કૌમુદી' નામની ટીકા રચી છે. જુઓ બેન્ડલ કૃત લંડનનાં બ્રિટીશ મ્યુઝિયમના સંગ્રહનું સંસ્કૃત હસ્તપ્રત વિષયક સૂચિપત્ર, સને ૧૯૦૨, ક્રમાંક ૪૫૧.
૧૬૯૪. સુમતિ જૈનેતર કવિ શ્રીપતિ કૃત “જાતકર્મપદ્ધતિ” ઉપર સં. ૧૬૭૩ માં પદ્માવતી પત્તામાં રહીને ટીકા રચી છે. જુઓ ઉપર્યુક્ત બ્રિટીશ મ્યુઝિયમ, લંડનનું બેન્ડલે તૈયાર કરેલું સૂચિપત્ર, ક્રમાંક ૪૮૯, પૃ. ૨૪.
૧૬૯૫. મોહનલાલ દલીચંદ દેશાઈ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પેરા ૮૮૩ માં નોંધે છે કે સુમતિથૅ એ જ અરસામાં “બૃહત પર્વમાલા”ની રચના પણ કરી.
૧૬૯૬. સુમતિવર્ષ ગણિએ સં. ૧૬૭૭ માં હરિભઠ્ઠ કૃત “તાજિકસાર” નામના તિષગ્રંથ ઉપર વિષણુદાસના રાજ્યમાં ટીકા રચી. જુઓ બેલનું ઉપર્યુક્ત બ્રિટીશ મ્યુઝિયમનું સૂચિપત્ર, ક્રમાંક ૫૩. મિત્ર નેટિશીઝ વ. ૮ પૃ. ૨૩૯. પીટર્સનને રીપોર્ટ ૧, ક્રમાંક ૨૭૨; રીપોર્ટ ૫, ક્રમાંક ૪૮૧, વેલણકરનું ઈનડીઆ ઐફિસની સંસ્કૃત હસ્તપ્રતનું સૂચિપત્ર ક્રમાંક ૩૦૫૮-૫૯. મોહનલાલ દલીચંદ દેશાઈ “તાજિકસાર'ના કર્તા હરિભદ્ર હોવાની સંભાવના જૈ. સા. સં. ઈ પેરા ૮૮૩ માં દર્શાવે છે. તાજિકસારના કર્તા હરિભટ્ટ હતા. એમણે શક સંવત ૧૧૫ ને ઉલ્લેખ કર્યો છે. દીક્ષિતે એમના મરાઠી ગ્રંથ “પ્રાચીન ખગોળ શાસ્ત્રયા ઈતિહાસ” પૃ. ૪૯૦ માં સૂચવ્યું છે કે આ હરિભદ્ર શક સં. ૧૪૪૫ માં વિદ્યમાન હતા.
૧૬૯૭. અજ્ઞાત કર્તક “હે રામકરન્દ નામના નિમિત્ત શાસ્ત્રના ગ્રંથ પર સુમતિહષે ટીકા રચી છે. જુઓ “જેને સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ,” છે. હીરાલાલ રસીકદાસ કાપડિયા કૃત, પૃ. ૨૯૫.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com