________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦૩ રચ્યું. જુઓ મિત્ર, નેટિશીઝ વૅ. ૮, પૃ. ૯૧; વૉ. ૧૦, પૃ. ૧૪૯. આ ગ્રંથની એક પ્રત અમદાવાદના ડેલાના ભંડારમાં સુરક્ષિત છે. વષિ મંગલ
૧૬૮૫. સં. ૧૬૭૦ ના જેઠ વદિ ૧૪ ને સોમવારે ૫. રૂડાએ કવિ દેપાલ કૃત “ચંદનબાલા ચરિત્ર'ની પ્રત નવાનગરમાં ત્રષિ મંગલના વાંચનાર્થે લખી. મુનિ ચીકા
૧૬૮૬. મનજી શિ. વિમલસાગર અને ઉદયસાગરે ગુણસૌભાગ્યસુરિકૃતિ “શૃંગારમંજરી-શીલવતી ચરિત્ર (સં. ૧૬૧૪)ની પ્રત સં. ૧૬૭૪ ના ફાગણ સુદી ૧૧ ને શુક્રવારે દીવબંદરમાં મુનિ ચીકાના પઠનાથે લખી. હેમસાગર
૧૬૮૭. હેમસાગરે સં. ૧૭૦૬ ના ભાઠવા સુદી છે ને દિવસે બુરાનપુરમાં રહીને “મદન યુદ્ધ” નામની પદ્ય-કૃતિની રચના કરી છે. અંબાલાલ પ્રેમચંદ શાહે આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાં આ કૃતિ સંપાદિત કરી છે. “મદન યુદ્ધ ને રચના કાલ ગ્રંથમાં “સતર છીડેત્તરે ' આપેલ હઈને સંપાદક સં. ૧૭૭૬ સમજયા છે. પરંતુ વાસ્તવમાં એ સં. ૧૭૦૬ જ છે. કવિ કલ્યાણસાગરસૂરિના શિષ્ય હતા અને આ રચનામાં એમણે મદનને જીત્યો એનું વર્ણન છે એટલું જ નહીં અંતના ‘વિરાજે' શબ્દથી પણ એમની વિદ્યમાનતામાં જ ગ્રંથ રચવામાં આવેલ છે એ વાત સ્પષ્ટ છે. કલ્યાણસાગરસૂરિને સ્વર્ગવાસ સં. ૧૭૧૮ માં થયો હોઈને સં. ૧૭૭૬ સમજવું સર્વથા અસંગત છે.
૧૬૮૮. ૫. અંબાલાલે હેમ કવિ કૃત મેદપાટ દેશાધિપતિ પ્રશસ્તિ વર્ણનને સંપાદિત કરી “બુદ્ધિ પ્રકાશ' વર્ષ ૮૯, અંક ૨ માં પ્રકાશિત કરેલ છે. એના કર્તાને “મદન યુદ્ધ 'ના રચયિતા હેમથી અભિન્ન હોવાની એમણે સંભાવના કરી છે. હેમ નામના કવિએ અન્ય ગચ્છમાં પણ થઈ ગયા છે. (૧) ખરતરગચ્છીય ઉપા. લક્ષ્મીવલ્લમ છે. જેમનું ગૃહસ્થાવસ્થાનું નામ હેમરાજ હતું. (૨) જોધપુરના મહારાજા ગજસિંહના સંબંધમાં ગુણ-રૂપક તથા ગુણભાપા ચિત્ર પ્રન્ય રચનાર એક બીજા હેમ કવિના, ઉલ્લેખ મારવાડ રાજ્યના ઇતિહાસમાં મહે. વિશ્વનાથ રેફને કરેલ છે.
- ૧૬૮૯. ભાવનગરના સંધના ભંડારની પ્રત અંચલગચ્છીય ધર્મસાગર શિ. હેમસાગર શિ. લાલજીએ સં. ૧૭૩૮ માં લખી એ પુષિકામાં ઉલ્લેખ છે. પુપિકામાં કહેલા હેમસાગર એ જ આ ગ્રંથક્ત સંભવે છે. મોહનલાલ દલીચંદ દેશાઈ ધર્મસાગર અને હેમસાગરને સૂરિ કહે છે તે વિચારણીય છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬.
૧૬૯૦. હેમસાગરે સં. ૧૭૬ ના ભાદરવા વદિ ૯ માં હંસપુરીમાં રહીને ૧૦૪ બ્લેક પરિ. માણની “છંદ માલિકા” નામની પદ્યકૃતિ રચી છે.
- ૧૬૯૧. અહીં એક જરૂરી વાતનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. ઉપક્ત “છંદ માલિકા” ગ્રંથની રચના સં. ૧૭૦૬ ને ભાદવા વદિ ૯ ને દિને સુરત નજીકના હંસપુરનામના સ્થાનમાં થઈ છે.
ત્યારે “મદન યુદ્ધની રચના એજ વર્ષ અને એજ માસની સુદી ૬ માં બુરાનપુરમાં રહીને કવિએ કરી છે. આમાં એક વિરોધ નજરમાં આવે છે, કેમકે ભાકવા વદિ ૯ પછી પર્યુષણ પર્વ આવી જાય છે. એના આઠ દિવસોમાં “મદન યુદ્ધ' જેવા ગ્રંથની રચના ચાલુ રાખવાને સંભવ ઓછો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com