________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૯ પાલીતાણય પ્રશાખા પ્રાદુભૂત થઈ. આ પ્રશાખાને નિદેશ નયનશેખર કુલ “યોગરનાકર ચેપઈ” (રચને સ. ૧૭૭૬ ) માં આ પ્રમાણે છે--
તાસ નઈ પપિ શાખા ઘણી એક એક માંકિ અધિકી ભાગી, પંચ મહાવ્રત પાલઈ સાર ઈસા અઇ જેહના અણગાર. તે શાખામવિ અતિ ભલી પાલીતાણ શાખા ગુનિલી.
પાલીતાચાર્ય કહીઈ જેહ આ ગપતિ જે ગુણગેહ. પાલીતાણીય શાખાને નિર્દેશ કર્યા પછી કવિ પોતાના ગુરુની પરંપરા આ પ્રમાણે વર્ણવે છે : પુણ્યતિલકરિની ૧૬ મી પાટે વા. સુમતિશેખર થયા. તેમના શિષ્ય વા. સૌભાગ્યશેખર શિ. વા. જ્ઞાનશેખર શિ. નયનશેખર.
૧૪૮૭. કમલશેખર પાલીતાણીય શાખાના હતા એમ વિવેકશેખર શિ. વિજયશેખર કૃત “ચંદરાજા ચોપાઈ' (રચના સં. ૧૬૯૪) દ્વારા સૂચિત થાય છે.
આનાકારી ભલા, પાલીતાણા વંસિ રી ભાઈ કમલશેખર વાચક પદઈ સાધુમઈ થયા અવતંસ રી ભાઈ તસ શિષ્ય વાચક જાણદી સત્યશેખર ગણિચંદ રી માઈ
શિષ્ય વાચક કલનિલઉ, વિવેકશેખર મુણિંદ રી ભાઈ ૧૪૯૮. કમલશેખર ક્યાં અને ક્યારે જમ્યા, તેમના માતાપિતા કોણ હતાં ઈત્યાદિ તેમના અંગત જીવનની બાબતો પ્રકાશમાં આવી શકી નથી. અલબત્ત, તેમની કૃતિઓને આધારે એમના જીવનકાલને અને કેટલીક અન્ય બાબતોને નિર્ણય કરી શકાય એમ છે. તેમની બે પદ્યકૃતિઓ ઉપલબ્ધ છે. “નવતત્ત્વપઈ' ( ૬૫ કંડિકામાં) સં. ૧૬૦૯ ના આસો ૩ ને દિવસે તેમણે સુરતમાં ચોમાસું રહીને રચી
પ્રદ્યુમ્નકુમાર ચુપઈ' (સર્ગ ૬, કંડિકા ૭૯૩ માં) સં. ૧૬૨૬ ને કાર્તિક સુદી ૧૩ ને દિવસે માંડલમાં ચોમાસું રહીને રચી. જુઓ. જે. ગૂ. ક, ભા. ૩ પૃ. ૬ ૬ -૧.
૧૪૯૯. ઉપર્યુક્ત બને પદ્યકૃતિઓ અનુક્રમે સુરત અને માંડલમાં રચાઈ હેઈને એમ અનુમાન કરી શકાય છે કે ગ્રંથકર્તા ગુજરાતમાં જન્મ્યા હશે અને એમને સવિશેષ વિહાર ગુજરાત તરફ જ હશે. તદુપરાંત સં. ૧૬ ૦૯-૨૬ માં એમની વિદ્યમાનતા એક્કસ થાય છે. સં. ૧૬૦૦ ના ભાદરવા સુદી ૧૩ ને રવિવારે પાદશાહ સાહઆલમના રાજ્યમાં અલવર મહાદુર્ગમાં ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં તેમણે સુશ્રાવિકા જોખીના પઠનાથે “લધુસંગ્રહણી”ની પ્રત લખી હતી. જુઓ–
संवत् १६०० वर्षे भाद्रपद मासे शुक्लपक्षे १३ रवौ पातिसाह श्री आलमराज्ये अलवर महादुर्गे श्री ५ गुणनिधानसूरि विद्यमाने वा० लाभशेखरगणि तत् शिष्य कमलशेखरेण लिखितं सुश्राविका जोखी पठनार्थ । शुभं भवतु ॥ આ ઉલેખને આધારે કમલશેખરની વિદ્યમાનતા સં. ૧૬૦૦ થી ૧૬૨૬ સુધી નક્કી કરી શકાય છે. તદુપરાંત ઉક્ત પુમ્પિકમાં પદનો નિર્દેશ ન હોઈને સ્પષ્ટ થાય છે કે તેમને સં. ૧૬૦૦ પછી અને સં. ૧૬૦૯ પહેલાં વાચક પદ પ્રાપ્ત થયું હશે. ગ્રંથકર્તા સં. ૧૫૮૦ ની આસપાસ ગુજરાતના પ્રદેશમાં જન્મ્યા હશે અને નાની ઉમરમાં દીક્ષા અંગીકાર કરી હશે એમ અનુમાન કરવામાં કશી બાધા નથી.
૧૫૦. કમલશેખરના પ્રશિષ્ય વિન શેખર કૃત “યશભદ્રપર્ણ' (રચના સં. ૧૬૪૩ ) માં કમલશેખર વિશે આ પ્રમાણે કહેવાયું છે –
૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com