________________
૩૯૪,
અચલગચ્છ દિગ્દર્શન ૧૬૨૨. ત્યાંથી પ્રામાનુગ્રામ વિચરતા તેઓ પાલણપુરમાં વિરાજતા પોતાના ગુરુ ધર્મમૂર્તિરિને મળ્યા. સં. ૧૬ ૬૯માં ગુરુ સાથે ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી ધર્મમૂર્તિ સરિ સાથે વિહરતા તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. ત્યાં (? પાટણમાં) પોતાના ગુરુના સ્વર્ગગમન બાદ તેમને શપદ પ્રાપ્ત થયું. સં. ૧૯૭૦ માં તેઓ ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૨૩. . ૧૬૭૧ માં લેતાગોત્રીય કુંવરપાલ–સેનપાલના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ આગરા નગરમાં પધાર્યા. એમના આગમનથી ત્યાં ઘણી ધર્મવૃદ્ધિ થઈ. તેમના ઉપદેશથી બન્ને બાંધવોએ બને જિનાલયમાં સર્વ મળી ૪૫૦ જિનબિંબોની સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને શનિવારે પ્રતિષ્ઠા કરાવી. એક જિનાલયમાં શ્રી શ્રેયાંસનાથ તથા બીજામાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાઓને મૂલનાયક તરીકે સ્થાપિત કરવામાં આવી. આચાર્યના ઉપદેશથી બને મંત્રીએ સ્વામીવાત્સત્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તથા ત્યાં મનોહર ઉપાશ્રય બંધાવ્યું. એ વર્ષે આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૨૪. ચાતુર્માસ બાદ આચાર્યે એમનાં કુટુંબ સહિત સમેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરની કલ્યાણકભૂમિની યાત્રા કરી. મંત્રીએ કલ્યાણક ભૂમિઓને ઉદ્ધાર કરાવ્યું. આવી રીતે તેમણે આચાર્યના ઉપદેશથી સાત લાખ પીરોજીઓ સાતે ક્ષેત્રમાં ખરચી.
૧૬૨૫. કલ્યાણસાગરસૂરિ ત્યાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા વારાણસી નગરીમાં પધાર્યા. ત્યાં માસકા રહ્યા અને પોતાના અમૃતસરખા મધર ઉપદેશથી લોકોના હૃદયમાં આનંદ પમાડવા લાગ્યા. એ અરસામાં આગરામાં કુરપાલ–સોનપાલે બંધાવેલાં જિનાલય પર સમ્રાટ જહાંગીર તરફથી આફત આવતાં આચાર્ય તરત આગરા પહોંચ્યા અને સમ્રાટને ચમત્કૃત કરી જિનાલને તૂટતાં અટકાવ્યાં.
૧૬૨૬. ત્યાંથી પશ્ચિમ ભારત તરફ વિહરતા આચાર્ય ઉદયપુરમાં આવ્યા. સંઘના આગ્રહથી તેઓ સં. ૧૬૭૨ માં ચાતુર્માસ રહ્યા. સંધે ગુરુના અતિશયો જાણુને શ્રાવણ સુદ ૨ ને દિવસે તેમને યુગ પ્રધાનપદે વિભૂષિત કરી એમનું સવિશેષ બહુમાન કર્યું.
૧૬૨૭. ચાતુર્માસ બાદ ગુરુ વિહરતા અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રી શ્રીમાળી જ્ઞાતીય ખીમજી અને સુપજી નામના બન્ને ગુણવાન બંધુઓએ ગુરુની ઘણી ભક્તિ કરી. સંઘના આગ્રહથી ત્યાં સં. ૧૬૭૩ માં ચાતુર્માસ રહ્યા. એ પછી સં. ૧૬૭૪ નું ચાતુર્માસ વઢવાણુમાં કર્યું.
૧૬૨૮. તદનંતર આચાર્ય શત્રુંજયની તીર્થયાત્રાર્થે પાલીતાણા પધાર્યા. સં. ૧૬૭૫ માં વર્ધમાન, પદ્ધસિંહ અને રાયસીશાહે પિતાના જિનમંદિરે સંપૂર્ણ થતાં અંજનશલાકા કરાવી. આચાર્ય પંદર દિવસ પાલીતાણામાં રહ્યા. ત્રણે શ્રેણીઓએ અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને મૂલનાયક તરીકે સ્થાપી. પસિંહ શાહે શત્રુંજય પર સ. ૧૬૭૬ ના ફાગણ સુદી ૨ ને દિવસે દિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. ત્રણે શ્રેષ્ઠીઓએ આચાર્યના ઉપદેશથી શત્રુંજયગિરિ પર ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું.
૧૬૨૯. રાયસીશાહની વિનતિથી કલ્યાણસાગરસૂરિ નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી રાયસીશાહે પપ૧ જિનબિંબની ત્યાં અંજનશલાકા કરાવી. પોતાના પિતા તેજસીશાહે બ ધાવેલાં જિનમંદિરની આસપાસ દેવકુલિકાએ કરાવી તેમાં સં. ૧૬૭૫ ના વૈશાખ સુદી ૮ ને દિવસે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ કાર્યમાં તેણે ત્રણ લાખ કેરીનો ખર્ચ કર્યો. એ શુભ પ્રસંગે સ્વામીવાત્સલ્યાદિ કાર્યો ઉપરાંત એશિવાળ જ્ઞાતિના ઘર દીઠ સાકરથી ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી. વર્ધમાનશાહના ભાઈ ચાંપસીશાહે પણ જામનગરમાં જિનમંદિર બંધાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ દેવયોગે તે કાર્ય
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com