________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૩૯૫ સંપૂર્ણ થયું નહીં. વર્ધમાનશાહની વિનતિથી આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી વર્ધમાનપદ્મસિંહશાહે ચાર લાખ કોરી ખરચી ગુન્ના ઉપદેશથી શત્રુંજયની યાત્રા કરી. સંઘ સાથે ગુરુ જામનગરમાં પુનઃ પધાર્યા. સંઘપતિના આગ્રહથી ગુરુ સં. ૧૬૭માં ત્યાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૬૭૭માં ભૂજમાં ચાતુર્માસ રહ્યા. પટ્ટાવેલીમાં પાલીતાણા ચોમાસું રહ્યા હોવાનો ઉલ્લેખ છે તે સંશોધનીય છે. ચાતુર્માસ બાદ વર્ધમાનશાહની વિનતિથી તેઓ પુનઃ નવાનગર પધાર્યા. સં. ૧૬૭૮ ના વૈશાખ સુદિ ૫ ને શુક્રવારે વર્ધમાનશાહે બંધાવેલા જિનાલયની ૭૨ દેવકુલિકાઓમાં આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ એ પહેલાં સં. ૧૬૭૬ ના વૈશાખ સુદી ૩ ને બુધવારે તેમણે એ જિનાલયના મૂલગભારામાં શ્રી શાંતિનાથજીની સમાન પ્રમાણવાળી ત્રણ પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી હતી. એ જિનાલયમાં બને બાંધવોએ સર્વ મળી ૭૦૦૦૦૦ કરીને ખર્ચ કર્યો.
૧૬૩૦. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વર્ધમાન–પઘાસિંહ શાહે નવાનગર અને શત્રુંજયના જિનાલય ઉપરાંત હાલારના છીકારી અને મોડપુરમાં પણ બે શિખરબદ્ધ જિનપ્રાસાદ બંધાવ્યાં, અને મહેસવપૂર્વક પ્રતિષ્ઠા કાર્યો કર્યા. એ શુભ અવસરે બન્ને બાંધવોએ નવાનગરમાં સર્વ લોકોને મિષ્ટાન્ન-જન કરાવ્યું. અને નવે નાતેમાં સાકરથી ભરેલા મોટા થાળની પ્રભાવના કરી.
૧૬ ૩૧. નાગડા ગેત્રીય નેણસીશાહે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નવાનગરમાં ઊંચા શિખરવાળે, ઝરૂખાઓની શ્રેણીથી શોભતો એક ચોમુખ જિનપ્રાસાદ બંધાવ્યો. આચાર્યના ઉપદેશથી તેમાં શ્રી સંભવનાથ પ્રભુની સમપ્રમાણ ચાર પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી. એ જિનપ્રાસાદનું એક જ ઠાર કરીને નેણસીશાહે તેમના બંધુ રાજસીશાહે બંધાવેલા જિનપ્રાસાદમાં મેળવી દીધો. આ કાર્યોમાં નેણશીશાહે ૩૦૦૦૦૦ કેરીને ખર્ચ કર્યો. સં. ૧૬૭૮ માં આચાર્ય જામનગરમાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૩૨. એ પછી આચાર્ય કચ્છમાં વિચર્યા અને ત્યાં આ પ્રમાણે ચાતુર્માસ રહ્યાઃ સં. ૧૬૭૮ માં માંડવી, સં. ૧૬૮૦ માં કોઠારા, બીદડામાં માસક્ષમણ રહ્યા, સં. ૧૬ ૮૧ માં અંજાર. સં. ૧૬૮૦ માં તેઓ ભૂજ પધારેલા ત્યારે મહારાવ ભારમલજીએ તેમનો મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવેલ. સં. ૧૬૮૨ માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે પાવાગઢની યાત્રા કરી ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધવો અને તેમની ધર્મપત્નીઓએ મહાઈ પાષાણની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું કરી, જેનામો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધમિકેના ઉદ્ધારમાં ૭૦ ૦૦૦૦ કેરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં ૧૫૦૦૦૦ કોરી પણ ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષના પ્રસિદ્ધ જૈન તીર્થોની બન્ને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું. આ મહાદાનેશ્વરી મંત્રીવર્યોનાં સુકૃત્યો વિશે પાછળથી સવિસ્તાર જોઈશું.
૧૬૩૩. એ પછી આચાર્યો આ પ્રમાણે કચ્છમાં ચાતુર્માસ કર્યા : સં. ૧૬૮૩માં મુંદરા, સં. ૧૬૮૪ માં વાગડના આધોઈ, . ૧૬૮૫ માં ભદ્રાવતી, એ વર્ષમાં અમરસાગરજીને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. આચાર્યના ઉપદેશથી વર્ધમાન–પસિંહ શાહે સાધર્મિકોના ઉદ્ધાર આદિ કાર્યોમાં ૨૦૦૦૦૦ કોરી ખરચી. સં. ૧૬૮૬ માં વિસનગર, સં. ૧૯૮૭માં કેડાઈ અને સં. ૧૯૮૮માં પુનઃ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા; એ વર્ષમાં વર્ધમાનશાહનું મૃત્યુ થયું. એ પછી ભાવતી કુદરતી કોપથી ઉજડ થઈ.
૧૬ ૩૪. સં. ૧૬ ૮૯ માં આચાર્ય પાલણપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં જાસલ ગોત્રીય શુભચંદ્ર નામના શ્રાવકે પોતાની સ્ત્રી વીજલદે સહિત તેમના ઉપદેશથી શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા, શ્રી પાર્શ્વનાથ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com