________________
શ્રી કલ્યાણસાગરસૂરિ વિહાર અને ધર્મોપદેશ
૧૬૧૫. સં. ૧૬૪૮ પહો ધર્મમૂર્તિ મુરિની આજ્ઞાથી કલ્યાણસાગરસૂરિએ રસાગરજી અને વિનયસાગરજી સાથે ભિન્ન વિહાર કર્યો. તેઓ અનુક્રમે વિહરતા ભદ્રાવતી નગરીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહે ઘણા જ સન્માનપૂર્વક આચાર્યનો પ્રવેશ મહોત્સવ કર્યો. આચાર્ય વ્યાખ્યાનમાં શત્રુંજય તીર્થન મહિમા કહ્યો. એમના ઉપદેશથી પ્રભાવિત થઈને વર્ધમાન–પદ્મસિંહ શાહે સં. ૧૬પ૦માં શત્રુંજયને મોટો સંઘ કાઢ્યો. આચાર્ય પણ સંઘમાં સામેલ હતા. આ સંઘમાં ઘણાં જ મહત્ત્વપૂર્ણ ધર્મકાર્યો થયાં.
૧૬૧૬. સ. ૧૬૫૧ માં આચાર્ય કચ્છના જખૌ બંદરમાં પધાર્યા. રત્નસાગરજીના સંસારપક્ષના કાકા નાગડા ગોત્રીય રણસિંહે તેમના ઘરે જ આદરસત્કાર કર્યો. આચાર્યના ઉપદેશથી તેણે શ્રાવકના બાર વ્રતે સ્વીકાર્યા.
૧૬૧૭. સં. ૧૬પર માં રાજસીશાહની વિનતિથી આચાર્ય જામનગર પધાર્યા. આચાર્યના ઉપદેશથી રાજસી શાહે જિનાલય બાંધવાનાં કાર્યો કર્યા, સંઘ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. બે લાખ કોરીનું ખર્ચ કર્યું. તેમના આગ્રહથી આચાર્ય નવાનગરમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૧૮. ચાતુર્માસ બાદ વિહરતા તેઓ સોરઠમાં પધાર્યા. ગિરનારની યાત્રા કરી વણથલી આવ્યા. ત્યાં શ્રીમાળી જ્ઞાતીય સુંદરજી શ્રાવકને વૈરાગ્ય પમાડી દીક્ષા આપી. તેમનું સુંદરસાગરજી નામ રાખ્યું. ત્યાંથી પ્રભાસપાટણ આવ્યા. ત્યાં પોરવાડ જ્ઞાતીય મેઘજીએ તેમની પાસેથી વિરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. આચાર્યે તેમનું મેઘસાગરજી નામ રાખ્યું. વડી દીક્ષા વખતે તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપ્યા. સંધના આગ્રહથી સં. ૧૬૫૩ માં પ્રભાસપાટણમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૧૯. એ પછી કચ્છના ખાખર ગામમાં પધાર્યા. ત્યાં ગાલ્યાગોત્રીય વીરલ નામના શ્રાવકે ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેમનું મનમેહનસાગરજી નામ રાખવામાં આવ્યું. વડીદીક્ષા વખતે તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. પ્રામાનુગ્રામ વિહરતા તેઓ વાગડના આધાઈ ગામમાં આવ્યા. ત્યાં માતા ગોત્રીય સોમચંદ્ર નામના શ્રાવકે ગુરુ પાસે પ્રજ્યા અંગીકાર કરી. એ નદિત મુનિનું નામ સોમસાગરજી રાખવામાં આવ્યું. તેમને વિનયસાગરજીના શિષ્ય તરીકે ગુરુએ થાપ્યા. એ પછી રત્નસાગરજી ગુરુની આજ્ઞાથી પોતાના શિષ્યો સહિત જુદા વિહાર કરવા લાગ્યા. આચાર્ય વિહરતા ભૂજનગરમાં પધાર્યા. સંઘે મહોત્સવ પૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી આચાર્ય સં. ૧૬૫૪ માં ભૂજનગરમાં ચાતુર્માસ રહ્યા. મહારાવ ભારમલ્લને પ્રતિબોધ આપી અમારી પડાની ઘોષણા કરાવી. રાજવિહાર' જિનપ્રાસાદ બંધાવવા પણ આચાર્યો પ્રેરણા આપી.
૧૬૨૦. મહારાવ ભારમલ્લના સમાગમ પછી આચાર્ય કરછમાં સવિશેષ વિચર્યા. કચ્છમાં તેમણે આ પ્રમાણે સતત માસાં કર્યા: સં. ૧૬૫૫ માં વાગડના દુધઈ ગામ, સં. ૧૬૫૬ માં આસબીઆ, સં. ૧૯૫૭માં ડોણ, સં. ૧૬૫૮ માં ગોધરા, સં. ૧૬૫૯ માં ડુમરા, સં. ૧૬ ૬૯ માં ભદ્રાવતી, સં. ૧૬ ૬૧ માં ભાલિયા, સં. ૧૬૬૨ માં મુંદરા, સં. ૧૬ ૬૯ માં અંજાર, સં. ૧૬૬૪ માં ભુજપુર, સં. ૧૬૬૫ માં જખૌ, સં. ૧૬૬૬ માં નલિયા સં. ૧૬૬૭ માં મેરાઉ, આ ચાતુર્માસ દરમિયાન આચાર્યો ૫ સાધુઓ અને ૧૨૭ સાધ્વીઓને દીક્ષા આપી તથા તેર જિનબિંબની પ્રતિકાએ કરાવી. - ૧૬૨૧. સં. ૧૬૬૮ માં વર્ધમાન-પદ્ધસિંહ શાહની વિનતિથી આચાર્ય નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી મંત્રી બાંધવોએ સ. ૧૬૬૮ ના શ્રાવણ સુદી ૫ ના દિને જિનપ્રાસાદનું ખાત મુહૂર્ત કર્યું. આચાર્યની અનુમોદનાથી મંત્રીએ ધર્મકાર્યોમાં ઘણું ધન વાવયું અને કોની ધર્મભાવના વિશેષ જાગૃત કરી. એ વ આચાર્ય નવાનગરમાં ચાતુર્માસ રહ્યા.
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com