________________
શ્રી કલ્યાણસાગરસૂરિ નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી, વર્ધમાન–પસિંહ ચરિત્ર તેમજ ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલો કલ્યાણસાગરસૂરિ રાસ ત્યાદિ ગ્રંથની પ્રમાણભૂતતા અંકિત છે. એ ગ્રંથ અંગે કટુ આલોચના કરવાને તેમજ તે અંગેના કારણે દર્શાવવાનો પ્રયાસ કરવો અહીં અપ્રસ્તુત છે. એટલું જ કહેવું યુક્ત થશે કે એ ની બિનપ્રમાણભૂતતાને લીરે અનેક ગેરસમજૂતિઓ ફેલાઈ છે અને અનેક સમસ્યાઓ પણ ખડી થઈ છે. કલ્યાણસાગરસૂરિ જેવા મહા પ્રભાવક આચાર્યના જીવન અંગે આવી વિભિન્નતાઓ અને ગેરસમજૂતિઓ હવે પછી ન ચલાવી લેવાય એ જ ઈષ્ટ છે. જંગમ યુગપ્રધાનનું ગરિષ્ટ બિરુદ પામેલા એ મહાન જ્યોતિર્ધર પટ્ટધરનાં જીવનવૃત્ત અંગે એકવાક્યના સાધતા અન્ય પ્રમાણોને પણ સંશોધક પ્રકાશમાં લાવશે તો તે મોટી સિદ્ધિ ગણાશે !
૧૬ ૦૫. પટ્ટાવલીમાં ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમન અને તેમણે કરેલી અનુગામી પટ્ટધરની પસંદગી અંગે વિસ્તૃત વર્ણન છે. તે અનુસાર મહાકાલીદેવીના સુચનથી કલ્યાણસાગરસૂરિને ગચ્છનો ભાર સોંપીને ધર્મમૂર્તિ સૂરિ સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી પૂનમને દિવસે પાંચ દિવસના અનશનને અંતે પ્રભાસપાટણમાં પંચત્વ–પામ્યા. સં. ૧૬૭૦ ના ચિત્ર વદિ ત્રીજને દિવસે કલ્યાણસાગરસૂરિ ત્યાં મહોત્સવ પૂર્વક ગઝેશપદે અભિયુક્ત થયા. એ પછી સં. ૧૬૭૨ માં ઉદયપુરના સંઘે એમને યુગપ્રધાનપદે વિભૂષિત કર્યા. આ બધાં વિધાન પણ સંશોધનીય છે. કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં વાચક રાયમલગણિના શિષ્ય મુનિ લાખાએ રચેલી “ગુરુ પદાવલી' અનુસાર ધર્મમૂતિસૂરિ સં. ૧૬૭૧ માં પાટણમાં કાળધર્મ પામ્યા અને સં. ૧૬૭૧ ના પિષ વદિ ૧૫ ને દિવસે કલ્યાણસાગરસૂરિ ગણેશ–પદ પામ્યા. જુઓ: “૧૮ અઢારમા શ્રી ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિ. લેલાડા ગ્રામ. કે. નાનિગ પિતા. નામલદે માતા. સં. ૧૬૩૩ જન્મ. કેડરું નામ. સં. ૧૬૪ર વર્ષે દીક્ષા, ધેલક. સં. ૧૬૪૯ વર્ષે આચાર્યપદ, શ્રી રાજનગરે. સં. ૧૬૭૧ વર્ષે પોષ વદિ ૧૧ દિને ગ૭ ૫૬. યુગપ્રધાન વિહરમાન ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિ ચિરંજીયાત દ્વાર્થ ચિરં નંદતુ.”
૧૬૦૬. કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથની નોંધો પણ અહીં પ્રસ્તુત છે. અગરચંદજી નાહટાના સંગ્રહની અજ્ઞાત કર્તાક પદાવલીનું અવતરણ આ પ્રમાણે છે : “૬૫ પાંસઠમે પાટે શ્રી કલ્યાણસાગરસૂરિ. લેલ પાટક નગરિ. કોઠારી નાનિગ ભાર્યા નામલદે, પુત્ર કેડણ. સંવત સોલ તેત્રીસે જન્મ, સેલ બેતાલે દીક્ષા, સોલ ઓગણપચાસે આચાર્યપદ, સેલ એગણેતરે ગચ્છનાયકપદ, સંવત સતરે અઢારૉતરે નિર્વાણ સર્જાયુ વર્ષ પંચ્યાસી.”
૧૬ ૦૭. ડો. જહોનેસ કલાટ અંચલગચ્છીય પટ્ટાવલીમાં કલ્યાણસાગરસૂરિ વિશે આ પ્રમાણે ને 3:-64 Kalyansagarasuri, son of Kothari Naniga in Loladagrama, and of Namilde, mula-naman Kodan, born Samvat 1633, diksha 1642 in Dhavala-pura, acharya 1619 in Amadavada, gachchhesa 1670 in Patana, converted the king of Kachchh, + 1718 in Bhuja-nagara at the age of 85. Under him Jataka-paddhati Vritti was composed Samvat 1673 (Jacobi's collection of Mss.) and a commentary on Abhidhanachiantamani, Samvat 1686 ( see Weber, Verz. II, p. 257). Inscriptions Samvat 1675 and 1683 (Epigr. Ind. II 39.) His pupil Vinayasagara composed Bhojz-Vyakarana ( see Weber, Verz II. pp. 203-4, cf p. 1206 )...
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com