________________
goo.
અંચલગચ્છ વિઝન
એક પ્રત મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સંગ્રહમાં છે. એમના સમુદાયના સાધુ-સાધ્વીઓ વિશે ઉલ્લેખ મળે છે. બુદ્ધિશેખર, રત્નશેખર શિ. લક્ષ્મીશેખર વિશે પાછળથી ઉલેખ કરીશું. વાચક વિજયશેખરગણિ
૧૬૬૧. શેખરશાખામાં ખ્યાતનામ સાહિત્યકાર થઈ ગયા છે, તેમાં આ કવિની ગણના પણ થઈ શકે. તેઓ “ચંદરાજા ચોપઈમાં જ પોતાને વિશે જણાવે છે–તસ સાનધિથી હું , કવિજનમાંહિ માન.” આ સ્વતઃસિદ્ધ ઉલ્લેખ દ્વારા એમની સાહિત્યકાર તરીકેની પ્રતિભા વિશે જાણી શકાય છે. તેમની ગુરુ-પરંપરા આ પ્રમાણે છે: વેલરાજ-લાભશેખર-કમલશેખર–સત્યશેખર–વિવેકશેખર–વિજયશેખર.
૧૨. સં. ૧૬૮૧ ના જયેષ્ઠ માસના રવિવારે તેમણે વૈરાટપુરમાં રહીને “કયવન્ના રાસ ની સોળ ઢાલમાં રચના કરી. ગ્રંથપ્રશસ્તિમાં કવિ ખંભાતના શ્રેણી નાગજી વિશે ઉલ્લેખ કરે છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૦૦૪. એજ વર્ષના આસો સુદીમાં “સુદર્શન રાસ ની રચના કરી. ગ્રંથપ્રશસ્તિમાં કવિ પોતાના સહચર ગુરુબંધુ ભાવશેખરને ઉલ્લેખ કરે છે. સં. ૧૯૮૯ ના પોષ સુદી ૧૭ ને શુક્રવારે નવાનગરમાં ૩૫ ગાથામાં “ચંદ્રલેખા ચોપઈ” ની રચના કરી. સં. ૧૬૯૨ ના ભાદરવા વદિ છે ને રવિવારે રાજનગરમાં કવિએ આત્મપ્રતિબંધ પર “ત્રણ મિત્ર કથા ચોપાઈ ” રચી, જેની પ્રશસ્તિમાં ત્યાંના શ્રેષ્ઠીવર્ય પાસવીરને ઉલ્લેખ તથા ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિનું જંગમ યુગ પ્રધાન ”નું બિરુદ દર્શાવવામાં આવ્યું છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૦૦૬-છ.
૧૬૬૩. સં. ૧૬૯૪ ના કાર્તિક વદિ ૧૧ ને ગુરૂવારે ભિન્નમાલથી ઉત્તર દિશામાં સોળ કેશ દૂર મોર નામના સ્થાનમાં ગુરુ વિવેકશેખર અને ગુબંધુ ભાવશેખરના સાનિધ્યમાં રહીને “ચંદરાજા ચોપાઈ નવ ખંડમાં રચી. ગ્રંથપ્રશસ્તિ દ્વારા કવિ વાચક પદ ધારક હતા તેમ જણાય છે. સં. ૧૭૧૭ ના વસંતમાસમાં વદિ ૯ ના દિને ભિન્નમાલમાં રહીને “ વિદત્તા રાસ ”ની ત્રણ ખંડમાં રચના કરી. પ્રાચીન ગ્રંથના આધારે એ ગ્રંથ લખાય એમ કવિ પ્રશસ્તિમાં જણાવે છે. વિજયશેખરે “ગૌતમસ્વામી લઘુ રાસ” તથા “ જ્ઞાતાસૂત્ર બાલાવબોધ” લખ્યાં. એ બાલાવબોધની ૩૮૧ પત્ર–ગ્રંથમાન ૧૬૦૦૦ ની સં. ૧૭૬૬ માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. જુઓ–જે. ગૂ ક. ભા. ૩. પૃ. ૧૦૦૮. વા, રાયમલ્લગણિ શિ. મુનિ લાખા
૧૬૬૪. વા. રાયમલ્લગણિના શિષ્ય મુનિ લાખાએ કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં ખંભાતમાં રહીને સુશ્રાવિકા નારિંગદેવીના વાંચનાર્થે “ગુરુ પદાવલી ” લખી. આ પટ્ટાવલીની વિગતે અત્યંત વિશ્વસનીય છે. એની એક પ્રત અગરચંદ નાહટાના સંગ્રહમાં છે. અંચલગચ્છ-પ્રવર્તાકથી માંડીને વિદ્યમાન પટ્ટધર સુધીની તવારીખ તેમાં નિબદ્ધ છે, જે ગચ્છના ઇતિહાસ નિરુપણ માટે ઉપયોગી છે. ઋષિ ન્યાયમેરુ. - ૧૬૫. વ. ધનામેરુ શિ. વિજયભેરુ શિ. ન્યાયમેના વાંચનાર્થે કનકસમ કૃત “આદ્રકુમાર ધમાલ ની પ્રત સં. ૧૬૭૮ ના શ્રાવણ વદિ ૧૩ના દિને લખાઈ વાચક રત્નસિંહગણિ
૧૬૬૬. વા. રત્નસિંહગણિને સં. ૧૬૮૪ ના પ્રથમષાઢ વદિ રને બુધે રાદ્ધહાનગરમાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિએ વાંચનાર્થે આપી એમ એ ગ્રંથની પુપિકા દ્વારા જણાય છે. ચંદ્રકાતિગણિ
- ૧૬૬૭. સં. ૧૬૯૨ માં તેમણે “દંડક સ્તવ'ની પ્રત લખી, જેને શ્રાવિકા કોડિદેએ પં, વેલાગણિને કંટાલીઆ ગામે વહેરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com