________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૩૯૯ - ૧૬૫૫. વા. નિત્યલાભ પોતાના ગુરુ અને દાદાગુરુ વિશે “વિદ્યાસાગરસૂરિ રાસ ” માં આ પ્રમાણે વર્ણવે છે:
મેરલાભ વાચકપદ ધારક, શુદ્ધ સિદ્ધાંતી કહાયા; જ્ઞાન ક્રિયાગુણ પૂરણ ભરિયા, પૂજ્યના માન સવાયા. શિષ્ય તેહના સહજસુંદર વાચક, શીતલ પ્રકતિ સહાયા:
રાગ દ્વેષ ન મલે કોઈ સાથું, સહુનેને મન ભાયા. ૧૬૫૬. વા. મેલાભે સં. ૧૭૦૫ ના માગશર વદિ ૮ ને ગુરૂવારે “ચંદ્રલેખાસતી રાસ” ૩૦૩ ગૂર્જર પદ્યમાં ર. તેની ગ્રંથપ્રશસ્તિમાં કવિ ગચ્છનાયક અને પિતાના ગુરુ વિશે આ પ્રમાણે જણાવે છેઃ
વિધિપક્ષ ગ૭િ વિદ્યા વયાગર, માનઈ જન મહારાઓ; વાદી ગજ ઘટ સિંહ વદીત, કલ્યાન સૂરીશ કહાઓ. વાચક જાસ આજ્ઞાઈ વિરાજ, વિનયલાભ વરરાઓ;
વદતિ તાસ સીસ દે બાંધવ, મેરુ પદમ મન ભા. એ રાસની પ્રત કવિએ ઈલમપુરમાં રહીને લખી જુઓ–જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૧૭૧-૩. ગ્રંથમાં કવિએ મેરૂતુંગમૂરિના પ્રભાવનું વર્ણન પણ આપ્યું છે
મહિમાનિધિ મેતુંગરિ, વિષધર કીય વિમોચ;
વિમલાચલિ વિગતિ વલી, ઊલ્લવીઓ ઉલ્લેચ. વાચક ભાવશેખરગણિ
૧૬૫૭. વા. વિજયશેખર અને ભાવશેખર સહાધ્યાયી અને સહચર ગુરુબંધુઓ હતા એમ એમના ગ્રંથે દ્વારા પ્રતીત થાય છે. એમના વિહાર પ્રદેશ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. ભાવશેખરે સં. ૧૬૮ ના જેઠ સુદી ૧૪ ના દિને નવાનગરમાં “રૂપસેન ઋષિ રાસ” ની ત્રણ ખંડમાં રચના કરી. કવિ ગ્રંથપ્રશસ્તિમાં પોતાના ગુરુબંધુ વિશે આ પ્રમાણે જણાવે છે--વિજયશેખર સાહિજ મિલિઉ, તિણિ કરી જોડિ અભંગ રે,” જુઓ જૈ. ગૂ. ક. ભા. ૩, પૃ. ૯૯૬-૮.
૧૬૫૮. એ બન્નેમાંથી વડિલ કોણ હતા એ સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. સં. ૧૬૭૨ માં ભાવશેખરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોઈને કદાચ તેઓ જ્યેષ્ટ હેય. એ વર્ષે તેમણે સૌભાગ્યસુરિ–શિષ્ય કૃત
ચંપક્ઝાલા રાસ” ની પ્રત ભૂજનગરમાં લખી. સં. ૧૬૭૪ ના જેઠ સુદી ૬ ના દિને ભૂજમાં રહીને માણિક્યસુંદરસૂરિ કૃત “ગુણવર્મચરિત્ર' ની પ્રત લખી. સં. ૧૭૦૪ માં તેમણે ભુવનશેખરના પડનાર્થે
કાયસ્થિત સ્તવનાવચૂરિ ની પ્રત નવાનગરમાં લખી. એની પુપિકામાં ભાવશેખરનું વાચક પદ દર્શાવવામાં આવ્યું છે.
૧૬૫૯. સં. ૧૭૧૭ ના કાર્તિક સુદી ૧૩ ના દિને અંજારમાં રહીને એમણે “ઉપદેશચિન્તામણિ સવૃત્તિ” ની પ્રત લખી. સં. ૧૭૨૦ ના મહા સુદી ૫ ને શુક્રવારે સાધ્વી દેમાના શિષ્યા પદ્મલક્ષ્મીના વાંચનાર્થે ભૂજમાં “સાધુ વંદના ” ની પ્રત લખી. સં. ૧૭૩૦ માં અગસ્તિ ઋષિ કૃત “રત્નપરીક્ષા સમુ
ચ્ચય' ની પ્રત ઈલમપુરમાં લખી, જે વખતે બુદ્ધિશેખરગણિના શિષ્ય રત્નશેખરગણિ પણ ત્યાં સાથે હતા. જુઓ મુનિ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, ક્રમાંક ૬૪૦ ૬.
૧૬ ૬૦. ભાવશેખરગણિએ સં. ૧૬૮૧ માં “ધના મહામુનિ ચુપઈ ગુર્જર ભાષામાં લખી, જેની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com