________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૬૪૩. સં. ૧૬૯૯ માં આચાર્ય નગરપારકરના જેસાજીના વંશજ લાલણ જેમલને આગ્રહથી ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી જેમલે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી, ગાંધી ગોત્રીય તિલાજીએ ૨૫૦૦૦ પીરોજી ખરચી પુસ્તક ભંડાર સ્થા. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઝાલેરમાં પધાર્યા.
૧૬૪૪. ઝાલેરમાં ચંડીસર ગોત્રીય સેલોત જોગા નામના મંત્રી મહોત્સવ પૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યું અને ઘણી ભક્તિ કરી. આચાર્યું ત્યાં મંત્ર પ્રભાવથી મહામારી રેગને દૂર કર્યો, જેથી જિનશાસનને ઘણો ઉદ્યોત થયો અને અન્ય દર્શનીઓએ પણ ગુસ્ના ઉપદેશથી સમ્યત્વ સ્વીકાર્યું. સં. ૧૭૦૦ માં આચાર્ય ઝાલોરમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૪૫. સં. ૧૭૦૧ માં આચાર્ય જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં કટારીઆ ગેત્રીય બાગમલ્લજીએ ગુરુની ઘણું ભક્તિ કરી, જેનાગો તથા વર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતો લખાવી આચાર્યને વહોરાવી. બાગમલ્લજી આચાર્ય સાથે ધુલેવાનગરમાં આવ્યા. ત્યાં શ્રી ઋષભનાથપ્રભુની યાત્રા કરી, સર્વ પરિગ્રહ ત્યજી પ્રત્રજ્યા અંગીકાર કરી. ગુએ તેમનું સમયસાગર અભિધાન રાખ્યું.
૧૬૪૬. સં. ૧૭૦૨ માં કલ્યાણસાગરસૂરિ ઉદયપુરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં બેહગોત્રીય ગંભીરમલજી નામના શ્રાવકવચ્ચે તેમની ઘણી ભક્તિ કરી, સાધર્મિક ઉદ્ધારના કાર્યો કર્યો.
૧૬૪૭. સં. ૧૭૦૩ માં આચાર્ય જોટાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાગવંશીય મગોરસી નામના શ્રાવકર્થે ઘણું ધન ખરચી તેમની ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સાતસો માણસોના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી અને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું.
૧૬૪૮. સં. ૧૭૦૪ માં આચાર્ય માંડલમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં મહેતા ગોત્રી ઉજમસી પ્રભૂતિ અંચલગચ્છીય શ્રાવકોએ તેમની ઘણી ભક્તિ કરી. ત્યાંથી પ્રામાનુગ્રામ વિચારતા તેઓ ખંભાત પધાર્યા. ત્યાંના સંઘે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. મીઠડિયા ગેત્રીય અભેચંદના આગ્રહથી સં. ૧૭૦૫ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૪૯. સં. ૧૭૦૬ માં સુરતમાં મીઠડિયા ગોત્રીય નેમચંદ્ર નામના ધનવાન શ્રેડીએ ઘણું ધન ખરચીને તેમની ભક્તિ કરી. તેના આગ્રહથી આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. નેમચંદ્ર ગુરુના ઉપદેશથી જેનગ્રંથ લખાવી અને ભંડાર સ્થા, ચોથું વ્રત ગ્રહણ કર્યું અને સ્વામીવાત્સલ્યાદિ ધર્માકાર્યો કર્યા’.. એ પછી સં. ૧૭૦૭ માં નવસારીમાં ચાતુર્માસ રહ્યા. - ૧૬૫૦. સં. ૧૭૦૮ માં જંબુસરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાવંશીય સાકરચંદે તેમની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સંધ સહિત ભરૂચની યાત્રા કરી. વેજલપુરમાં તેમના ઉપદેશથી લાડવા શ્રીમાલી ઉમેદચંદ્ર ૧૩૦૦૦ મહેમુદી ખરચી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. ત્યાંથી સં. ૧૭૯ માં આચાર્ય ભરૂચમાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી આચાર્ય પાવાગઢ યાત્રાર્થે પધાર્યા. ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીની તેમણે સ્તુતિ કરી.
- ૧૬૫૧. સં. ૧૭૧૦ માં ગોધરા, સં. ૧૭૧૧ માં વડનગર તથા સં. ૧૭૧૨ માં પારિખ લીલાધરના આગ્રહથી અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા. લીલાધરે ૪૦૦ માણસેના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૭૧૩ માં મારવાડના સાદરી નગરમાં અને સં. ૧૭૧૪ માં નાંદલાઈમાં ચાતુર્માસો રહ્યા અને તીર્થયાત્રાઓ કરી. એ પછી પાટણના સંધની વિનતિથી આચાર્ય પાટણ પધાર્યા અને સંધના આગ્રહથી સં. ૧૭૧૫ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના ભક્તિવંત સંઘે શ્રી નેમિનાથ પ્રાસાદમાં કલ્યાણસાગરસૂરિની ચરણપાદુકાની સ્થાપના કરી. સંઘના અત્યંત આગ્રહથી વૃદ્ધ આચાર્ય ત્યાં દ્વિતીય ચાતુર્માસ રહ્યા. સં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com