________________
૩૮૯
અંચલગચ્છ દિગ્દર્શન ૧૫૮૯. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીની સાંપ્રત પ્રતો ઉપલબ્ધ છે. આ પટ્ટાવલીની પ્રાચીન પ્રત કયાં છે તે શોધવું પણ આવશ્યક છે. આ સંસ્કૃત પટ્ટાવલી મેરૂંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી મૂળ સંસ્કૃત પદાવલીના અનુસંધાનરૂપ છે. અને તેમાં બેસવુંગરિથી માંડીને ગુણનિધાનસૂરિ સુધીના પટ્ટધરોનાં જીવન-વૃત્તો નિબદ્ધ છે. આ પદાવલીની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે આ ગ્રંથ સં. ૧૬૧૭ માં રચાયેલ છે. આ પદાવલીની અનેક વાતે સંશોધનીય છે.
૧૫૯૯. ડો. જહોનેસ કલાટ તેમણે લખેલી અંચલગચ્છની પાવલીમાં સેંધે છે કે ધર્મમૂર્તિ સૂરિના રાજ્યમાં ઉત્તરાધ્યયન-દીપિકાની પ્રત સંવત ૧૬૪૩-૪ માં લખાઈ હતી. (જુઓ વેબર વઝ, ૨, પૃ. ૭૧૮) અને વ્યવહારસૂત્રની પ્રત સં. ૧૬૬૫ માં લખાઈ હતી. જુઓ તે જ પૃ. ૬ ૩૮). તેમણે પોતે “વૃદ્ધ ચિત્યવંદન” (શ્રાવક પ્રતિક્રમણદિ સત્ર સન ૧૮૮૬ મુંબઈ પૃ. ૪૮-પ૫ માં મુદ્રિત ) અને પ્રદ્યુમ્ન ચરિત (જુઓ કે તે રીપોર્ટ સન ૧૮૮૧, પૃ. ૪૪) રચેલ છે. ડે. કલાટની નોંધ આ પ્રમાણે છે :
Under him Ms. of the Uttaradhyayana-dipika was written Samvat 1643-4, see. Weber, Verz. II p. 718, and a Ms. of the VyavaharaSutra, Samvat 1665, ib. p. 638. He composed the Vriddha-ChaityaVandana (which is printed in Sravak-Pratikramanadi-Sutra, Bombay, 1886, PP. 48–55) and the Pradyumncharita, see Kunte, Rep. 1881, P. 44. n. 205. (The Indian Antiguary, Vol. XXIII, 1849, pp. 174-8 No. 63).
૧૫૯૧. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૪ માં નોંધે છે કે ધર્મમૂર્તિ સરિના રાજ્યમાં સં. ૧૬૬૬ માં સૂત્રકૃતાંગ નિર્યુક્તિની પ્રત લખાઇ. (વઢવાણ શહેર વિદ્યાશાલા ભંડાર.)
૧૫૯૨. ડૉ. લાટે માની લીલી ધર્મમૂર્તિસૂરિકૃત ઉપયુક્ત બને કૃતિઓ ખરેખર, તેમણે જ લખેલી છે કે કેમ એ પણ શંકિત છે. આપણે જોઈ ગયા કે બૃહદ્ ચિત્યવંદન વાચક મૂલાએ રચ્યું છે. આ કૃતિની પ્રશસ્તિમાં ધમમતિસૂરિના નામનો ઉલ્લેખ હેઈને એમની કૃતિ તરીકે એ ઘટાવાઈ હોય એ સંભવિત છે. એ જ પ્રમાણે પ્રદ્યુમ્ન ચરિત વિશે બનવા પામ્યું છે. આ કૃતિ ધર્મમૂર્તિસૂરિએ રચી હોય તો એ શેધને વિષય છે. તદુપરાંત “ગાહા સલખણુ વૃત્તિ” ધર્મમૂર્તિ સૂરિએ લખી હોય એમ જણાય છે, જેની પ્રત વા. અભયમુંદરે લખી. જુઓ પુપિકાઃ
संवत १६२६ वर्षे भाद्रवा वदि ६ बुध दिने श्री अंचलगच्छे भट्टारक श्री धर्ममूतिसूरिभिः श्री लिपीकृत वा० अभयसुन्दरेण ॥ श्रीः ॥ વિદાય
૧૫૯૩. ગ્રામાનુગ્રામ વિહરીને લોકોને ધમધ પમાડતા આચાર્ય જીવનના અંતિમ શ્વાસ સુધી અપ્રતિહત વિચરતા રહ્યા. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અંચલગચ્છના આ મહા પ્રભાવક આચાર્યની જીવનસંધ્યા અંગે નીચે પ્રમાણે વિસ્તીર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે.
૧૫૯૪. અંતિમ અવસ્થામાં ધર્મમૂર્તિ સરિ જૂનાગઢ પધાર્યા હતા તે વખતે ત્યાંના સંઘે આચાર્યને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com